Saturday, September 24, 2022

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર ના જુના જલારામ મંદિર પાસે રહેણાંક મકાન માં ચોરી:જાણભેદુ ચોર પોલીસ ના હાથવેંત માં

પોરબંદર

પોરબંદર ના જુના જલારામ મંદિર પાસે રહેણાંક મકાન માં થી રૂ ૧૫ હજાર ની રોકડ,ચાંદી ના દાગીના ની ચોરી થઇ છે.પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરતા ચોર હાથવેંત માં હોવાનું જાણવા મળે છે.

પોરબંદર ના ખારવાવાડ માં જુના જલારામ મંદિર પાસે રહેતા કંચનબેન ચંદુલાલ મદલાણી (ઉવ ૬૫)નામના વૃધ્ધા એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ પરમ દિવસે સાંજ ના સમયે તેઓ તથા તેનો પુત્ર અનીશ બન્ને પોતાના ઘર ની નીચે આવેલી દુકાન માં હતા.તે સમયે કોઈ અજાણ્યા શખ્શે દુકાન ની બાજુમાં આવેલ ડેલા માંથી તેના ઘર માં પ્રવેશ કરી મકાનના ઉપરના માળના રૂમમાં આવેલ કબાટમાં રાખેલ આશરે રૂ ૧૩૫૩૦ ની રોકડ તથા ડબ્બામાં રાખેલ રૂ ૧૭૦૦ ની કીમત ના ચાંદી ના દાંગીના મળી કુલ રૂ ૧૫૨૩૦ના મુદામાલ ની ચોરી કરી હતી.આ અંગે પોલીસે ગુન્હો નોંધી આરોપી ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.અને આરોપી હાથવેંત માં હોય તેવું જાણવા મળે છે.માત્ર દોઢ કલાક ના ગાળા માં થયેલ આ ચોરી અંગે જાણભેદુ ની જ સંડોવણી હોવાનું વિસ્તાર માં ચર્ચાઈ રહ્યું છે.બનાવ ના પગલે આસપાસ ના વિસ્તાર માં ચકચાર મચી છે.

જુઓ આ વિડીયો

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે