પોરબંદર
પોરબંદરના એમઈએમ સ્કૂલ તથા છાયાચોકી ચાર રસ્તા પાસે એક પણ સ્પીડ બ્રેકર ન હોવાથી દરરોજ નાના મોટા અકસ્માતો સર્જાય છે. આથી વહેલીતકે સ્પીડબ્રેકર મુકવા માંગ ઉઠી છે.
પોરબંદરમાં શાળા અને હોસ્પિટલ નજીક સ્પીડ બ્રેકર મુકવામાં આવે છે.જેથી વાહન અકસ્માત અટકાવી શકાય પરંતુ મુખ્ય અને મહત્વનો રસ્તો એવો કમલાબાગ પાસેની એમઈએમ સ્કૂલ સામે થી છાયા ચોકી ચાર રસ્તા સુધી સ્પીડ બ્રેકર મુકવામાં આવ્યા નથી.આ રસ્તા પર વહેલી સવાર થી ભારે વાહનો પસાર થાય છે.રસ્તા પર જ એમઇએમ સ્કૂલ આવેલી હોવાથી છાત્રો અને તેના વાલીઓનો ઘસારો રહેતો હોય છે.અને ટ્રાફિકજામ સર્જાય છે.
કેટલાક વાહનો પુરઝડપે દોડતા હોય છે.જેથી અવારનવાર અકસ્માતો સર્જાય છે.જેથી આ રોડ પર સ્પીડબ્રેકર મુકવામાં આવે તો મહદ અંશે અકસ્માતોમાં ધટાડો આવી શકે છે.ઉપરાંત એમઇએમ પાસે ગોલાઈ હોવાથી ત્યાં પણ સ્પીડ બ્રેકર મુકવા જરૂરી છે.પુરઝડપે વાહનો ની અવરજવર ના કારણે અહીના દુકાનદારો ને પણ સતત અકસ્માત નો ભય રહે છે. ખાસ કરી ને વેરાવળ હાઇવે હોવાથી છાયા ચોકી પાસેથી દરરોજ સવાર થી સાંજ સુધી યાત્રાળુઓ ની બસો,ટ્રકો વગેરે ની સતત અવરજવર રહે છે.અગાઉ પણ આ રોડ પર અનેક અકસ્માતો સર્જાયા હતા.જેમાં લોકોને ગંભીર ઈંજાઓ પહોંચી હતી.અને કેટલાક લોકોનો ભોગ પણ લેવાયો છે.જેથી હવે વધુ માનવ જિંદગી હોમાય કે કોઈ ને ગંભીર ઈજાઓ થાય તે પહેલા આ રોડ પર સ્પીડબ્રેકર મુકવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.
જુઓ આ વિડીયો