પોરબંદર

પોરબંદર પાલિકા દ્વારા કમલાબાગ નજીક વરસો થી ખાણીપીણીની લારીઓ રાખી ગુજરાન ચાલવતા રેકડી ધારકો ને તાજેતર માં પાલિકા ના સતાધીશો એ મૌખિક આદેશ આપી અને એચ એમ પી ગ્રાઉન્ડ માં સ્થળાંતર કર્યા છે.પરંતુ આ જગ્યા ખાનગી હોવાનું અને અહી પ્રાથમિક સુવિધાઓ નો પણ અભાવ હોવાની રજૂઆત રેકડી ધારકો એ રજૂઆત કરી છે.

પોરબંદર ના કમલાબાગ ના બહાર ના ભાગે વરસો થી ખાણીપીણીની રેકડી રાખી પરિવાર નું ગુજરાન ચલાવતા રેકડી ધારકો ને પાલિકા દ્વારા તાજેતર માં હટાવી અને મૌખિક આદેશ થી એચ એમ પી ગ્રાઉન્ડ ખાતે સ્થળાંતર કરાવ્યું છે. આ જગ્યા ખાનગી હોવાથી રેકડી ધારકો એ ધારાસભ્ય ને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે તેઓ છેલ્લા ૨૫ થી ૩૦ વરસ થી કમલાબાગ બહાર રેકડી રાખી પરિવાર નું ગુજરાન ચલાવે છે.આ તમામ રેકડી ધારકો પીજીવીસીએલ નું મીટર ,ગુમાસ્તા ધારા લાયસન્સ તથા રેકડી રાખવા અંગે સ્થાનિક તથા ગાંધીનગર થી આપવામાં આવેલ સર્ટીફીકેટ પણ ધરાવે છે.હાલ તમામ રેકડી ધારકો ને એચ એમ પી ગ્રાઉન્ડ ખાતે સ્થળાંતર કરાયું છે.

જ્યાં અનેક તકલીફો નો સામનો કરવો પડે છે.અહી લાઈટ ની વ્યવસ્થા નથી.ઉપરાંત ગ્રાઉન્ડ ખાનગી માલિકી નું હોવાથી તેમના દ્વારા રેકડી રાખવા પરવાનગી અપાઈ નથી.તથા પાલિકા દ્વારા પણ લેખિત વાયદો કરવામાં આવ્યો નથી.અહી પાણી ની પણ વ્યવસ્થા નથી.આથી ગ્રાઉન્ડ માં ભરતી નું લેવલીંગ તથા લાઈટ અને પાણી ની વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતું.અને પાલિકા દ્વારા હરતી ફરતી રેકડી રાખવાનું જણાવ્યું છે.પરંતુ ત્યાં કોઈ સ્લોપ નથી.અને ફૂટપાથ પણ બે ફૂટ ઉંચી હોવાના કારણે મુશ્કેલી પડે છે.આથી આ અંગે યોગ્ય વ્યવસ્થા કરવા જણાવ્યું છે.

જુઓ આ વિડીયો