પોરબંદર

પોરબંદર નજીક આવેલ ઓડદર ગામે એક ખેડૂતે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જો કે પોરબંદર સિવિલ હોસ્પીટલે સમયસર સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો હતો.5 વિધા ખેતરમાં વાવેલ કપાસનો પાક પુર ની સ્થિતિ ના કારણે નિષ્ફળ ગયો હોવાના કારણે આવું પગલું ભર્યું હોવાનું ખેડૂતે જણાવ્યું હતું.

ઓડદર ગામે વાડી વિસ્તારમાં રહેતા નાગાજણભાઈ ભીમાભાઈ ઓડેદરા(ઉવ ૪૫ ) એ ગઈ કાલે સાંજે પોતાની વાડીએ ઝેરી દવા પી લેતા તેને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સમયસર સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો હતો.નાગાજણભાઈ એ હોસ્પિટલ ખાતે મીડિયા ને જણાવ્યું હતું કે તેણે 6 વીઘાના ખેતર માં થી 5 વિધામાં કપાસનું વાવેતર કર્યું હતું.પરંતુ આ વખતે ચોમાસા દરમ્યાન ભારે વરસાદ અને પુરના કારણે તેના ખેતર માં કુલ પાંચ વખત પુર આવ્યું હતું.જેથી કપાસનો અંદાજીત રૂ. 2 લાખ ની કીમત નો પાક નિષ્ફળ ગયો હતો.બબે વખત પુર ના પાણી ઘર માં ઘુસી જતા તેના ઘર માં રહેલ ઘરવખરી અને અનાજ ને પણ નુકશાન થયું હતું. જેથી તે સતત ચિંતા માં રહેતા હતા અને હવે નવેસર થી વાવેતર કરવું હશે.તો પોતાને કરજ કરવું પડશે તેવી સતત ચિંતા ના કારણે પોતે આવું પગલું ભર્યું છે.

જુઓ આ વિડીયો

 

Advertisement