પોરબંદર

પોરબંદર ના આદિત્યાણા થી કાટવાણા જતા રસ્તે ખેડૂત ની વાડી માં મગર ઘુસી જતા પ્રકૃતિ ધ યુથ સોસાયટી ના સભ્યો એ વન વિભાગ ને સાથે રાખી તેનું રેસ્ક્યુ કર્યું હતું.ત્યાર બાદ વન વિભાગે તેને સલામત રીતે ખંભાળા ડેમ માં મુક્ત કરી હતી.

આદિત્યાણાથી કાટવાણા જતા રસ્તે વાડી વિસ્તારમાં રહેતા રણમલભાઈની વાડીના ઢાળીયામા ગઈકાલે રાત્રે વરસાદી વાતાવરણ ના કારણે માદા મગર આવી ચડી હતી.અને ઢાળીયાના ખૂણા પાસે બેઠી હતી.સવારે વાડી માલિકનું ધ્યાન પડતા તેઓ ચોંકી ઉઠ્યા હતા.અને તુરંત પોરબંદર ની પ્રકૃતિ ધ યુથ સોસાયટીનો સંપર્ક કર્યો હતો.અને પ્રકૃતિ ધ યુથ સોસાયટીના સભ્યોએ રાણાવાવ વન વિભાગની ટીમને સાથે રાખી માદા મગરનું દિલધડક રેસ્ક્યુ કર્યું હતું અને વનવિભાગને સોંપી દીધી હતી અને વનવિભાગ ટિમ દ્વારા માદા મગરને પાંજરામાં રાખી હતી.અને ત્યાર બાદ ખંભાળા ડેમ માં મુક્ત કરવાની કામગીરી હાથ ધરી છે.આ માદા મગર 4 ફૂટની અને 30 કિલો વજન ધરાવતી હોવાનું અને તેની અંદાજીત ઉમર પાંચ વરસ ની હોવાનું સંસ્થા ના સભ્યો એ જણાવ્યું હતું.વધુ માં એવું પણ જણાવ્યું હતું કે હાલ વરસાદ ની ઋતુમાં સાપ તેમજ મગર બહાર નીકળતા હોય છે.પરંતુ તેઓને મારવા કે હેરાન કરવા ન જોઈએ.અને આ અંગે વનવિભાગ અથવા પ્રકૃતિ ધ યુથ સોસાયટીનો સંપર્ક કરવા અપીલ કરી છે.

Advertisement

જુઓ આ વિડીયો 

Advertisement