પોરબંદર

પોરબંદર શહેરમાં ટ્રાફિક વિભાગ દ્વારા એકી બેકી તારીખ મુજબ વાહન પાર્ક કરવાના સાઈન બોર્ડ મુકવામાં આવ્યા છે. જે શિરદર્દ સમાન બન્યા છે.આ સાઈન બોર્ડ એટલા નીચા છે કે અવર જવર કરતા લોકોના માથામાં વાગતા અનેક લોકો ઈંજાગ્રસ્ત બન્યા છે.જેથી અ બોર્ડ ઊંચા મુકવા માંગ ઉઠી છે.

પોરબંદર શહેરમાં ટ્રાફિક સમસ્યા ના નિવારણ માટે એકી બેકી તારીખ મુજબ જ વાહન પાર્ક કરવા માટે ટ્રાફિક વિભાગ દ્વારા સાઈન બોર્ડ મુકવામાં આવેલા છે.આ સાઈન બોર્ડ ખુબ જ નીચા લગાવવામાં આવ્યા છે.આ બોર્ડ લોખંડની બોર્ડર વાળા હોવાથી અનેક લોકોને આ સાઈન બોર્ડના ખૂણા માથામાં વાગ્યાના બનાવો બની રહ્યા છે.

એમજી રોડ પર બેંક પાસે નું સાઈનબોર્ડ તો અનેક અકસ્માતો સર્જી ચુક્યું છે.અહી મુખ્ય માર્ગ તથા બેંક તેમજ દુકાનો આવેલ હોવાથી અહીં અનેક સિનિયર સિટીજનો સહિતના લોકો અવરજવર કરે છે.આ સાઈન બોર્ડ નજરમાં ન આવે તો લોકોમાં માથામાં વાગી જાય છે.
મામાકોઠાના મંદિર પાસે પણ આ પ્રકાર નું સાઈન બોર્ડ કેટલાક લોકોને માથામાં વાગતા સ્થાનીક વેપારીઓએ સાઈન બોર્ડના ખૂણામાં વાદળીઓ ફિટ કરી છે.જેથી કોઈને વાગે નહિ. આથી આવા સાઈનબોર્ડ ને ઉંચા મુકવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

જુઓ આ વિડીયો 

Advertisement