ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

પોરબંદર

પોરબંદર જીલ્લા માં બે સ્થળે સરકારી અને ગૌચર જમીન પર પેશકદમી અંગે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ૧૩ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

જુઓ આ વિડીયો

રાજ્ય સરકાર દ્રારા સરકારી અને ખાનગી જમીન પચાવી પાડતા ભૂમાફીયાઓ સામે સખત કાર્યવાહી કરવા માટે ગુજરાત ખેત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયિમ-૨૦૨૦ અમલમાં છે.જે અન્વયે પોરબંદર જિલ્લામાં જિલ્લાકક્ષાની સમિતિ સમક્ષ ફરિયાદો રજુ કરવામાં આવતા સમિતિ દ્રારા જમીન પચાવી પાડનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામા આવી છે.

જે અંતર્ગત પોરબંદર તાલુકાના છાયા ગામના સ.નં.૫૭૨ ની અંદાજે પાચ કરોડની સરકારી જમીન આશરે ચો.મી. ૯૬૪૫-૦૦માં પાચ ઈસમો દ્રારા અનધિકૃત કબજો કરી, રહેણાંક હેતુના મકાનો, ઢોર બાંધવાના ઢાળીયા, ખેતીના હેતુનો ઉપયોગ તથા ખુલ્લી જગ્યાનો ઉકરડા તેમજ ખેતીના સાધનો મુકવા ઉપયોગ કરવામાં સવાલવાળી જમીન પર અંદાજે પાંચથી છ વીધાનું અનધિકૂત કબજો કરી ઉપયોગ કરવામાં આવેલ છે.તેઓની સામે જિલ્લા કક્ષાની સમિતિ દ્રારા લેન્ડ ગ્રેબીંગ એક્ટ તળે ધોરણસરની કાર્યવાહી કરવા પરવાનગી આપતા પોલીસ ફરિયાદ દાખલ કરવામા આવી છે.

ગેર કાયદે જમીન પચાવી પાડતા જમીન માફિયાઓ સામે કલેકટરશ્રી અશોક શર્માએ કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે.અને જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈનીએ પણ ત્વરિત પગલા લઇ કાર્યવાહી કરી છે.આ બાબતે પોરબંદર ના સર્કલ ઓફિસર ધીરેન્દ્રકુમાર સાલ્વી એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ સરકાર દ્વારા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ ની કલમ ૨ એ અનુસાર એક સમિતિ ની રચના કરવામાં આવી હતી આ સમિતિ માં છાયા સર્વે નં ૫૭૨ નું વિવાદ વાળું પ્રકરણ મુકવામાં આવ્યું હતું અને સમિતિ દ્વારા જરૂરી આધાર પુરાવા નો અભ્યાસ કરી અધિનિયમ ની કલમ ૧૨ મુજબ તેમાં પોલીસ ફરિયાદ કરવા પાત્ર હોવાનું સર્વાનુમતે ઠરાવી ધીરેન્દ્રકુમાર ને કમિટી દ્વારા ફરિયાદ દાખલ કરવા અધિકૃત બનાવતા તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જેમાં છાયા માં રહેતા રણમલ ભોજાભાઇ મોઢવાડીયા, અરજણ ભોજાભાઇ મોઢવાડીયા , કારા ભોજાભાઇ મોઢવાડીયા ,છગન ભોજાભાઇ મોઢવાડીયા,બાબુ ભોજાભાઇ મોઢવાડીયા વગેરે એ છાયા સર્વે નં.૫૭૨ (જુના સર્વે નં.૧૨૫/૪/૧/અ/૧) માં અનઅધીકૃત રીતે રહેણાંક હેતુ માટે દબાણ કરી કબ્જો રાખ્યો હતો મુખ્ય માર્ગ પર ની આ કીમતી સરકારી જમીન પર નું દબાણ હટાવવા અવાર નવાર સુચના આપવા છતા દબાણ દૂર કરવાના બદલે પાંચેય શખ્સો એ દબાણ વધારતા જઇ આશરે ૯૬૪૫-૦૦ ચો.મી. પર દબાણ કરી લીધું હતું જેની બજાર કિમત આશરે પાંચ કરોડ જેટલી સરકારી મિલકત પચાવી પાડવા માટે જમીનમાં દબાણ અને કબ્જો કરવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

રાજ્ય સરકાર દ્રારા સરકારી અને ખાનગી જમીન પચાવી પાડતા ભૂમાફીયાઓ સામે સખત કાર્યવાહી કરવા માટે ગુજરાત ખેત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયિમ-૨૦૨૦ અમલમાં છે. જે અન્વયે પોરબંદર જિલ્લામાં જિલ્લાકક્ષાની સમિતિ સમક્ષ ફરિયાદ રજુ કરવામાં આવતા ભોદ ગામની એ.૬૯-૦૦ગું. સરકારી જમીન અંદાજે ૩ કરોડ ૯૦ લાખ કિંમતી સરકારી જમીન પચાવી પાડનાર ૮ શખસો વિરુધ્ધ રાણાવાવ પોલીસ મથકમા ફરિયાદ નોંધવામા આવી છે.

જિલ્લામા ગેરકાયદે જમીન પચાવી પાડતા ઇસમો સામે ફરિયાદ નોંધી સખત કાર્યવાહી કરવા અભિયાન હાથ ધરાયુ છે. ગેર કાયદે જમીન પચાવી પાડતા જમીન માફિયાઓ સામે કલેકટરશ્રી અશોક શર્માએ કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે.અને જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈનીએ પણ ત્વરિત પગલા લઇ કાર્યવાહી કરી છે.ભોદ ગામની એ.૬૯-૦૦ગું. જમીન સરકાર દ્રારા ખેત જમીન ટોચ મર્યાદ ધારા તળે ખાલસા કરવામાં આવ્યા બાદ આ જમીનનો કબજો સંભાળી લેવામાં આવેલ હોય,

આ જમીનમાં જુદા-જુદા ઇસમોએ કબજો કરી, અંદાજે ૩ કરોડ ૯૦ લાખની કિંમતી સરકારી જમીન પચાવી પાડેલ હોય, જેની સામે નાયબ કલેકટર,કુતિયાણા દ્રારા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ હેઠળ કાર્યવાહી કરવા દરખાસ્ત આવતા,રાણાવાવ મામલતદાર કચેરી ખાતે મહેસુલી તલાટી તરીકે ફરજ બજાવતા હાર્દિક ઘનશ્યામભાઈ નિમાવતે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ રાણાવાવ ગામે રહેતા સમીર સામતભાઈ બાપોદરા,બાબુભાઈ રામભાઈ કેશવાલા કેશુભાઈ કરશનભાઈ બાપોદરા,લખમણભાઈ મેપાભાઈ ઓડેદરા ,હરીશભાઈ નાગાભાઈ સુંડાવદરા,જગદીશભાઈ પરબતભાઈ ઓડેદરા ,કેશુભાઈ દેવાભાઈ ઓડેદરા ,સંજયભાઈ સામતભાઈ બાપોદરા વગેરે એ ભોદ ગામની આશાબા સીમ માં સરકાર ની પડતર તેમજ ગૌચર ની જમીન અલગ અલગ સર્વે નંબર માં અલગ અલગ આરોપીઓ એ કુલ અંદાજે ૨૮-૮૦-૦૦ હેક્ટર કે જેની અંદાજીત જંત્રી મુજબ ની કિંમત ત્રણ કરોડ ૯૦ લાખ ૩૨ હજાર ની કિંમત ધરાવતી સરકારી જમીન પર છેલ્લા ત્રીસ વરસ થી અનાધિકૃત રીતે ગેરકાયદેસર જમીન પચાવી પાડવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Advertisement