Friday, September 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર જીલ્લા માં ભારે વરસાદ પડે તો ૩૫૦૦૦ લોકો ના સ્થળાંતરની તંત્ર ની તૈયારી

પોરબંદર

પોરબંદર જીલ્લા માં વધુ 4 ઇંચ વરસાદ વરસ્યો છે.જયારે ઉપરવાસ ના વરસાદ ના કારણે ભાદર -2 ડેમ ૯૦ ટકા ભરાઈ જતા પોરબંદર અને કુતિયાણા તાલુકા ના ૧૪ ગામો ને એલર્ટ કરાયા છે.જયારે ૩૫૦૦૦ લોકો નું સ્થળાંતર કરવું પડે તો તે અંગે તંત્ર એ તૈયારીઓ પૂર્ણ કરી છે.

પોરબંદર જીલ્લા માં છેલ્લા ચાર દિવસ થી અવિરત વરસાદ વરસી રહ્યો છે.ત્યારે કુતિયાણા માં વધુ ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો જયારે રાણાવાવ માં પોણા ત્રણ ઇંચ અને પોરબંદર શહેર માં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે.હજુ પણ ભારે વરસાદ આગાહીના પગલે તંત્ર એલર્ટ થયું છે.પોરબંદર તેમજ કુતિયાણા તાલુકાના ઘેડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવો વધતા તંત્રએ સાવચેત કર્યા હતાં.ધેડ વિસ્તારના ગામો માં વાડી વિસ્તારમાં રહેતા લોકોને ગામમાં સ્થળાંતર કરવા સંબધિત ગામના તલાટીઓને સુચના આપવામાં આવી છે.

કુતિયાણા, ગરેજ, ચીકાસા, મોચા તેમજ ભડ ગામના લોકોને રસ્તા પર પાણી ભરાવો થયો હોય તો ત્યાંથી પસાર ન થવાની સુચના અપાઇ હતી.તેમજ નવીબંદર ખાડી અને દરિયા કિનારા વિસ્તારમાં રહેતા લોકોને ખાડીમાં અવર જવર ન કરવા માટે સુચિત કરવામાં આવ્યા હતા.ભાદર 2 ડેમ ૯૦ ટકા ભરાઈ જતા કુતિયાણા ના રોધડા,ચૌટા ,થેપડા ,માંડવા,કટવાણા,કુતિયાણા,પસવારી,સેગરસ,ભોગસર,છત્રાવા,અને પોરબંદર તાલુકા ના ગરેજ,ચીકાસા,નવી બંદર અને મિત્રાળા ગામના લોકો ને નદી ના પટ માં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સુચના અપાઈ છે.તો બીજી તરફ બાંટવા ના ખારો ડેમ માં પણ પાણી ની આવક વધતા ડેમના દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ હોવાથી હેઠવાસ ના કુતિયાણા તાલુકા ના તરખાઈ,ધરશન,ગઢવાણા અને રેવદ્રા ગામના લોકો ને નદી ના પટ માં ન જવા સુચના આપી છે.

ઉપરાંત કલેકટર અશોક શર્મા દ્વારા વીજળી થી બચવા પણ કેટલાક સૂચનો કર્યા છે.ઘેડ પંથક ઉપરવાસ ના વરસાદ ના કારણે દર વર્ષે બેટ માં ફેરવાઈ જાય છે.આથી આ વિસ્તાર ના ગામો ને એલર્ટ કરવા માટે તંત્ર દ્વારા ૧૮ ટીમો બનાવાઈ છે.જે અલગ અલગ ગામો માં ફરી આ અંગે ગ્રામજનો ને સાવચેત કરે છે તથા જરૂર જણાયે તંત્ર દ્વારા તેઓના સ્થળાંતર ની પણ તૈયારીઓ કરી છે.પોરબંદર માં સંભવિત ભારે વરસાદ તથા ઉપરવાસ ના વરસાદ ના કારણે ઘેડ પંથક માં પાણી ભરાઈ જાય તો તે વિસ્તાર ના ૩૫૦૦૦ લોકો ના સ્થળાંતર માટે તંત્ર એ તૈયારીઓ અને જરૂરી વ્યવસ્થા કરી હોવાનું કલેકટર અશોક શર્મા એ જણાવ્યું છે.

વધુ માં તેઓએ જણાવ્યું છે કે ઈમરજન્સી માં આશરો આપવા માટે ચાર શેલ્ટર હોમ પણ તૈયાર છે ઉપરાંત ગ્રામ્ય પંથક ની શાળાઓ સહીત સંસ્થાઓ માં પણ વ્યવસ્થા કરવામાં આવી છે.અત્યાર સુધી માં જીલ્લા માં 8 પશુઓ ના મોત થયા છે તેમાંથી 7 પશુ માલિકો ને સહાય ચૂકવાઈ છે.ઉપરાંત ચાર જેટલા ઝુપડા જેવા કાચા મકાન ને પણ નુકશાન થતા તેને પણ સહાય ચુકવવામાં આવી છે.જીલ્લા ને પાણી પૂરું પાડતા મુખ્ય બે ડેમો ખંભાળા ડેમ ૬૪ ટકા જયારે તથા ફોદાળા ડેમ ૫૮ ટકા ભરાઈ ગયો છે.બચાવ કામગીરી માટે એસ.ડી.આર.એફની એક ટીમ પણ આવી છે.પાલખડા,ગોરસર, ટુકડા ગોસા અને ઊટડા સહિત જિલ્લામાં ૩૨૫ જેટલા સાયકલોન સેન્ટર નક્કી કરાયા છે.જેમાં સ્કૂલ સહિતના સ્થળોનો સમાવેશ થાય છે.આ સાયકલોન સેન્ટરમાં ૩૫ હજાર જેટલા આશ્રિતોને આશ્રય આપવાની ક્ષમતા છે.
આ તકે કલેકટરએ જિલ્લાવાસીઓને નદીના પટમાં ન ઉતારવા તથા જે જગ્યાઓ પર પાણી ભરાયેલ હોય ત્યાં જોખમ ન ખેડવા અપીલ કરી છે તથા દરિયામાં નાહવા ન જવા પણ અપીલ કરી હતી. આ ઉપરાંત આકાશી વિજળીથી બચવા માટે ભારતના હવામાન વિભાગ દ્વારા તૈયાર કરાયેલ DAMINI એપ ડાઉનલોડ કરી આપના વિસ્તારમાં વિજળી પડવા/થવાની શકયતાઓ અંગે અગાઉથી જાણકારી મળે જેથી એપ ડાઉનલોડ કરવા અપીલ કરી હતી.

જુઓ આ વિડીયો

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે