Advertisement

પોરબંદર
પોરબંદર જિલ્લામાં તાજેતર માં ભારે વરસાદ ના કારણે પાકને ભારે નુકશાન થયું છે. જે અંગે સર્વે ફરીથી શરૂ કરવામાં આવ્યો છે કુલ ૧૯ ટીમો દ્વારા દસ થી બાર દિવસ માં આ કામગીરી પૂર્ણ થશે.

પોરબંદર જિલ્લામાં આ વખતે ૨૦૦ ટકા થી પણ વધુ વરસાદ વરસતા જીલ્લા ના મોટા ભાગ ના ખેતરો માં દિવસો સુધી પાણી ભરાયા હતા અને ખેતી ના પાક માં ભારે નુકશાન થયું હતું .જેથી અગાઉ ખેતીવાડી વિભાગ દ્વારા બરડા વિસ્તાર સહિતના 65 ગામોમાં નુકશાન સર્વે કરવામાં આવ્યો હતો. અને કુતિયાણાના 39 ગામો તેમજ સમગ્ર ધેડ પંથક નો સર્વે બાકી હતો ત્યાંજ ફરી થી ભારે વરસાદ થતા અનેક ગામો માં પાક ને ભારે નુકશાન થયું હતું. તાજેતર માં રાજયસરકારે ૩૩ ટકા થી વધુ પાક નુકશાન થયું હશે તેને સહાય ની જાહેરાત કરી હતી. આથી આ અંગે પાક નુકશાન નો સર્વે ફરીથી શરૂ કરવામાં આવ્યો છે. અને 19 ગ્રામ સેવકો ની ટીમ દ્વારા તલાટી મંત્રી, સરપંચ અને આગેવાનોને સાથે રાખી સર્વે શરુ કરાયો છે સમગ્ર જિલ્લામાં 1.08 લાખ હેકટરમાં વાવેતર થયું છે.જેનો સર્વે આગામી દસ થી બાર દિવસ માં પૂર્ણ થશે જે ખેડૂતો ને પાક માં 33 ટકાથી વધુ નુકશાન થયું હશે તે ખેડૂતોને 1 હેકટરે રૂ. 6,800 સહાય મળશે. કુલ 2 હેકટર સુધી આ સહાય મળવા પાત્ર છે.
જુઓ આ વિડીયો

Advertisement