પોરબંદર

પોરબંદર જિલ્લામાં ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ થઈ છે.પ્રથમ દિવસે કુલ સંખ્યા માંથી 33 ટકા જ વિધાર્થીઓ આવ્યા હતા.હાલ વધુ 20 ટકા વિધાર્થીઓ શાળાએ આવતા કુલ 53 ટકા વિધાર્થીઓ શાળાએ અભ્યાસ માટે આવતા થયા છે.

સરકારના પરિપત્ર મુજબ ધોરણ 10 અને 12ની શાળા તા. 11ના રોજ શરૂ કરવા માટે પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા શાળા શરૂ કરવા માટે પૂર્વ કામગીરી હાથ ધરવામાં આવી હતી.જિલ્લામાં ધો. 10 અને 12 માટેની કુલ 121 શાળા છે.શિક્ષણ અધિકારીની કચેરીની ટીમ દ્વારા તમામ આચાર્યોને જાણ કરવામાં આવી હતી અને વિધાર્થીઓના વાલીઓની સંમતિ મંગાવવામાં આવી હતી.જેમાંથી 5200 જેટલા વાલીઓએ સહમતી દર્શાવી હતી.

અત્યાર સુધી ઓનલાઈન શિક્ષણ મેળવી રહેલા બોર્ડના છાત્રો શાળા ખુલતા ઉત્સાહભેર આવ્યા હતા.પરંતુ પ્રથમ દિવસે કુલ સંખ્યાના 33 ટકા વિધાર્થીઓએ શાળાએ હાજરી આપી હતી.કોરોના ગાઈડલાઈનના પાલન સાથે શેક્ષણિક કાર્યનો પ્રારંભ થયો હતો.1 અઠવાડિયા બાદ શાળા ખાતે વધુ 20 ટકા વિધાર્થીઓની હાજરી નોંધાઈ છે.

પોરબંદર જિલ્લામાં ધો. 10 અને 12 ની 121 શાળા ખાતે પ્રથમ દિવસે કુલ 10853 વિધાર્થીઓ માંથી માત્ર 3916 વિધાર્થીઓ હાજર રહ્યા હતા.જ્યારે 7823 વિધાર્થીઓ ગેર હાજર રહ્યા હતા.અઠવાડિયા બાદ 10853 વિધાર્થીઓ માંથી 5841 વિધાર્થીઓ શાળાએ આવતા થયા છે.અને 5012 વિધાર્થીઓ ગેરહાજર રહે છે.એટલે કે 47 ટકા વિધાર્થીઓએ હજુ શાળાએ જવાનું મુલત્વી રાખ્યું છે.જો કે ગેરહાજર રહેતા વિધાર્થીઓ શાળા દ્વારા ધરે ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા હોવાનું શિક્ષણ વિભાગે જણાવ્યું છે.

જુઓ આ વિડીયો 

Advertisement