પોરબંદર
પોરબંદર જીલ્લા પોલીસ દ્વારા ઊંચું વ્યાજ લઇ પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો સામે ખાસ પાંચ દિવસીય ડ્રાઈવ નું આયોજન કરાયું છે.જેમાં આવા વ્યાજખોરો નો ભોગ બનેલા લોકો ને આગળ આવવા પણ અપીલ કરાઈ છે.

પોરબંદર માં વ્યાજખોરોનો દૂષણ સતત વધી રહ્યું છે.અને વ્યાજના ખપ્પરમાં અનેક લોકો બરબાદ થયા છે.ત્યારે આ બદીને નાબુદ કરવા માટે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા એક ખાસ પાંચ દિવસીય ડ્રાઈવ નું આયોજન કરાયું છે.

આ અંગે માહિતી આપતા સીટી ડીવાયએસપી જે.સી.કોઠીયાએ જણાવ્યું હતું કે કોઈ નાણા ધીરનાર પેઢી કે વ્યક્તિ પાસે લાયસન્સ હોઇ પરંતુ શરતો વિરુદ્ધ વધુ ટકા લઈને નાણાં ધીરતા હોય.તેમજ વ્યાજ માટે પઠાણી ઉઘરાણી કરતા હોય અને વ્યાજ માટે કિંમતી માલ મિલકત કબ્જે કર્યા હોઈ તેવું ધ્યાને આવે.અથવા કોઈ ભોગ બન્યું હોય તો પોલીસ નો સંપર્ક કરવા જણાવ્યું છે.

ઉપરાંત જે પેઢી કે વ્યક્તિ પાસે નાણાં ધીરવા લાયસન્સ ન હોવા છતાં નાણાં ધીરતા હોય.અને નાણાંનું વધુ વ્યાજ લઈ પરેશાન કરતા હોય તેવા લોકો નો ભોગ બનનાર વ્યક્તિઓએ કોઈ પણ ડર કે સંકોચ વગર પોલીસ કન્ટ્રોલ રૂમનો સંપર્ક અથવા સીટી ડીવાયએસપી નો સંપર્ક સાધી શકે છે.અને આ અંગે ભોગ બનનાર પોલીસ ને અરજી કરી શકે છે.

અને કોઈ વ્યક્તિ વ્યાજખોરના ત્રાસથી પરેશાન હોય.અને આ અંગે કોઈ જાણતું હોય  તો પણ પોલીસને માહિતી આપે. જેથી ભોગબનનાર વ્યક્તિને યોગ્ય ન્યાય મળશે.તેમજ વ્યાજખોરના ત્રાસ અંગે ભોગ બનેલ વ્યક્તિની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.પોલીસ ની ખાસ ડ્રાઈવ ના પગલે હાલ તો વ્યાજખોરો માં ફફડાટ જોવા મળે છે.

જુઓ આ વિડીયો 

Advertisement