Friday, September 30, 2022

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર ખાતે બાયોડાઇવર્સિટી અને ક્લાઇમેટ ચેન્જ પ્રોજેક્ટનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો

પોરબંદર

પોરબંદર ખાતે આગાખાન એજન્સી ફોર હેબિટાટ દ્વારા બાયોડાઇવર્સિટી અને ક્લાઇમેટ ચેન્જ પ્રોજેક્ટ નો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો.પ્રાથમિક તબક્કે જીલ્લા ના દરિયાકાંઠા ના દસ ગામો ને પસંદ કરી એક વર્ષ સુધી પ્રોજેક્ટ ચાલશે.

આગાખાન એજન્સી ફોર હેબિટેટ ઈન્ડિયા એ આગાખાન ડેવલપમેન્ટ નેટવર્કની નોન-પ્રોફિટ નેટવર્ક એજન્સી છે, જે ખાનગી, બિન-સાંપ્રદાયિક અને આંતરરાષ્ટ્રીય વિકાસ એજન્સીઓનું જૂથ છે. જે વિશ્વના 30 દેશોમાં કાર્યરત છે.મોટાભાગે વિકાસશીલ દેશોમાં સંસ્થા સાથે સંકળાયેલા લગભગ 80,000 લોકો રોજગાર મેળવી રહ્યા છે.આગા ખાન એજન્સી હોર હેબિટેટ ઈન્ડિયા વૈજ્ઞાનિક,તકનીકી અને સમુદાય આધારિત અભિગમોને જોડીને સ્થાનિક સ્તરે ક્ષમતા અને નેતૃત્વ વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી વિકાસ કાર્યક્રમો, કન્સલ્ટન્સી,રિસર્ચ-અભ્યાસ અને એડવોકેસી દ્વારા 10 લાખથી વધુ લાભાથીઓને આવરી લે છે.ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં કાર્યરત છે, જે વિવિધ વિકાસ કાર્યક્રમોમાં મધ્યસ્થ સંસ્થા તરીકે વિવિધ ભૌગોલિક વિસ્તારોન તમામ સ્ટેકહોવ્ડર્સને ટેકનિકલ કન્સલ્ટન્સી પૂરી
પાડે છે.

1970 થી સક્રિય, આગાખાન એજન્સી ફોર હેબિટેટ ઈન્ડિયા ક્લાઈમેટ ચેન્જ તેમજ નિરંતરતાના દ્રષ્ટિકોણ સાથે આવાસ સંબંધિત વિવિધ સ્તરે (વ્યક્તિગત, ડોમેસ્ટિક, સમુદાય અને સંસ્થા) તમામ સ્ટેકહોલ્ડર્સની ક્ષમતાઓનું
નિમણ કરવા માટે શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડે છે.આપત્તિ અને સંકટ જોખમ ઘટાડવાના હેતુથી આપદા પૂવેની તૈયારી તેમજ રાહત કામગીરી અંગે સંસ્થા દ્વારા 1000થી વધુ ઇમરજન્સી મેનેજમેન્ટના કાર્યકમોનું આયોજન કરવામાં આવેલ છે. માનવસર્જિતઉપરાંત કુદરતી આપત્તિઓ વખતે બંનેનો સામનો કરવા સંદર્ભ-વિશિષ્ઠ આપત્તિ પ્રતિભાવો કેળવવવા અને ક્ષમતાઓનું નિર્માણ કરીને આપત્તિ પૂર્વતૈયારીઓને સંસ્થાગત બનાવવા માટે શાળાઓ, હોસ્પિટલો અને કાર્યસ્થળોએ તાલીમોનું આયોજન કરવામાં આવે છે.

સંસ્થા દ્વારા પોરબંદર ખાતે બાયોડાઇવર્સિટી અને ક્લાઇમેટ ચેન્જ પ્રોજેક્ટનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો સંસ્થા દ્વારા જણાવાયું હતું કે આ પ્રોજેક્ટ નો ઉદેશ આબોહવા અનુકૂલન માટે સમુદાય આધારિત અને ઇકોસિસ્ટમ કેન્દ્રિત અભિગમ પ્રાપ્ત કરવો, દરિયાકાંઠે વસતા લોકોને કુદરતી સંસાધન વ્યવસ્થાપન દ્વારા ઇકોસિસ્ટમ સેવાઓના પ્રવાહને સુનિશ્ચિત કરવા અને ઇકોસિસ્ટમનું રક્ષણ અને પુનઃસ્થાપિત કરવી,દરિયાકાંઠે વસતા લોકોની આજીવિકા મજબૂત કરીને તેમની અનુકૂલનશીલ ક્ષમતા વધારવામાં મદદ કરવી વગેરે છે જેમાં પ્રાથમિક તબક્કે જીલ્લા ના દરિયાકાંઠા ના દસ ગામો ને પસંદ કરાશે.

સંસ્થા ના સીઈઓ તમિંઝા અલીભાઈએ જણાવ્યું હતું કે ગ્લોબલ વોમિંગની ભયાવહ અસરથી આખા વિશ્વમાં કોઈ દેશ બાકાત નથી.ચક્રવાત-વાવાઝોડાનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે.જેમાં દરિયાકાંઠે વસતા લોકોનું જીવન જોખમાય છે. આવી પરિસ્થિમાં કુદરતી સંસાધનોનું મજબૂત વ્યવસ્થાપન થાય તો કુદરતી આફતોના જોખમને ચોક્કસપણે ઓછું કરી શકાય છે,તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લાના દરિયાપટ્ટીના ગામોમાં અગાખાન એજન્સી હોર હેબિટાટ આ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ કાર્યકમો યોજી ઇકો-સિસ્ટમ અને બાયોડેવરસિટી અંગે લોકોને જાગૃત કરશે.

નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ના આસી.પ્રોફેસર ડો સુષ્મા ગુલેરિયા વર્ચ્યુલ ઉપસ્થિત રહ્યા હતા.તેઓએ વૈશ્વિક સ્તરે કુદરતી આફતો અને તેના જોખમોને ઘટાડવા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.રાજ્ય સરકાર ના ક્લાઈમેટ ચેન્જ વિભાગ ના ટેકનીકલ એડવાઈઝર શ્વેતલ શાહે જણાવ્યું હતું કુદરતી આફતોથી એવા વર્ગને વધારે નુકસાન થતું હોય છે જેમની પાસે ઓછા સંસાધનો છે.આ પ્રકારના આર્થિક અને સામાજિક રીતે પછાત સમુદાયોને ક્લાઇમેટ ચેન્જ અને કુદરતી આફતોની અસર ઇકો સિસ્ટમ એડપ્ટેશન દ્વારા કઈ રીતે ઘટાડી શકાય તે અંગે જાગૃત કરવાની જરૂર છે.

નાયબ વન સંરક્ષક દીપકભાઈ પંડયાએ જણાવ્યું હતું કે દરિયાઈ વિસ્તારોમાં ગેરકાયદે ખનન ઇકોસિસ્ટમને ભારે નુકસાન પહોંચાડી રહ્યું છે.દરિયા કિનારે જોવા મળતા રેતીના ઢગલા ચક્રવાત સમયે દરિયાના પાણીને કુદરતી રીતે રોકવામાં મદદરૂપ થાય છે.જેને બચાવવા ખૂબ જરૂરી છે.ઉપરાંત તેમણે જણાવ્યું હતું જે બાયોડાઇવર્સિટી કમિટી બનવી જોઈએ અને મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ થાય તે ખૂબ જરૂરી છે.

જુઓ આ વિડીયો

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે