Saturday, September 24, 2022

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર ખાતે આયોજિત વિમેન્સ ડે નિઃશુલ્ક (ફ્રી)ફિટનેસ સેલિબ્રેશનનું સમાપન કરાયું:આઇકોનીક વિમેન્સ ઓફ ધ યર એવોર્ડ્સ પણ એનાયત કરાયા

પોરબંદર

પોરબંદર ડિસ્ટ્રીક્ટ પોલીસ અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર આયોજીત વિશ્વ મહિલા દિન ઉપલક્ષે બે અઠવાડિયા સુધી વિમેન્સ ડે નિઃશુલ્ક (ફ્રી)ફિટનેસ સેલિબ્રેશન નું આયોજન કરેલ

ઉદેશ્ય:-નાની બાળાઓ,યુવતીઓ અને મહિલાઓમાં સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બની શકે અને કોઈ પણ મુશ્કેલી ની ઘડી માં પોતાનું સ્વબચાવ કરી શકે.

વિશ્વ મહિલા દિન ને ઉપલક્ષે પોરબંદર જિલ્લા પોલીસ અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા બાળાઓ,યુવતીઓ અને મહિલાઓમાં ફિટનેસ અવેરનેસ તેમજ નિર્ભય બની હાલની પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ લઈ નિર્ભય બની શકે તેવા ઉમદા હેતુથી પોરબંદર પોલીસ અધ્યક્ષ ડો.રવિમોહન સૈની ની પ્રેરણાથી એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ના ફિટનેસ એક્સપર્ટસ,ન્યુટ્રિસનિસ્ટ,અને વિવિધ માર્શલ આર્ટસ માં નિપુણ કેતન કોટિયાએ ફિટનેસ,ન્યુટ્રીશન અને સેલ્ફ ડિફેન્સ ને ધ્યાન માં રાખી વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન કરેલ.

500 થી પણ વધારે બહેનોએ ભાગ લીધેલ જ્યારે કરાટે સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ અને અવેરનેસ પ્રોગ્રામ દ્વારા 1000 એક હજાર થી પણ વધારે બહેનોએ ભાગ લઈ આયોજક ની મહેનત ને સફળ બનાવેલ કાર્યક્રમ નું સમાપન તેમજ વિજેતાઓને સન્માનીત કરવા નું કાર્યક્રમ પોરબંદર જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈની અને શ્રીમતી વર્ષાબેન રવિ મોહન સૈની ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ
પોરબંદર એસ.પી.દ્વારા સંદેશ આપવામાં આવેલ કે બાળકો ,મહિલાઓ અને વૃદ્ધઓને સુરક્ષા આપવું એ મુખ્ય ઉદ્દેશ્ય છે ત્યારે આ કાર્યક્રમ દ્વારા વધારેને વધારે મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય માટે સજાગ થઈ અને ફિટ રહી દરેક પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ બને તેવા ઉમદા હેતુ થી આયોજન કરેલ જેમાં આટલી મોટી સંખ્યામાં ભાગ લઈ સફળ બનાવેલ તે માટે સૌનો આભાર વ્યક્ત કરેલ સાથે દરેક સ્પર્ધામાં ભાગ લેનાર તમામને પ્રોત્સાહિત કરેલ અને વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા

ફિટનેસ એક્સપર્ટ કેતન કોટિયા દ્વારા કાર્યક્રમ નો ઉદેશ્ય અને રૂપરેખા જણાવતા
મુખ્ય વિષયો (પ્રોગ્રામ થીમ ):-ફિટનેસ અને ન્યુટ્રીશન ,વેઇટ મેનેજમેન્ટ અને સેલ્ફ ડિફેન્સ રહેલ
જે અંતર્ગત ફિટનેસ ને ધ્યાન માં રાખી યોગ નિષ્ણાત દ્વારા યોગ સેમિનાર,વિવિધ એક્સરસાઇઝ ,ફિટનેસ અવેરનેસ માટે વિવિધ સ્પર્ધાઓ જેમકે કારડીઓ વસ્ક્યુલર સિસ્ટમ માટે ટ્રેડમિલ સ્પ્રિન્ટ,મસલ્સ ઇન્ડુરન્સ માટે પ્લેન્ક,અજિલિટી અને ફ્લેકસીબીલીટી માટે ટાયર ફ્લિપ વિથ બરપીસ ચેલેન્જ,સ્ટ્રેન્થ ડેવલોપમેન્ટ માટે ડેડલિફ્ટ જેવી સ્પર્ધાઓનું આયોજન કરેલ સાથે ટીમ સ્પિરિટ નો વિકાસ થાય એવા ઉમદા હેતુથી ટગ ઓફ વોર (રસ્સા ખેંચ) જેવી સ્પર્ધાઓનું આયોજન કરેલ..

રીયલ ફિટનેસ ની શરૂવાત રસોડાથી થાય છે અને અને મોટા ભાગ ની બીમારીઓ માણસની ખરાબ ફૂડ પેટર્ન થી થાય છે જેની સમજણ નું સાચું નોલેજ વધે તે માટે હેલ્થી ડાયેટ ,સલાડ અને ફ્રુટ ડેકોરેશન જેવી સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવેલ.
ડાન્સ ફિટનેસ માટેનું ખૂબજ સારું ઓપ્શન છે આ ઉદ્દેશ્યને ધ્યાન માં રાખી ડાન્સ કોમ્પિટિશન અને નીડરતા અને સફળતા ન ગુનો નું વિકાસ થાય એમના માટે આઇકોનિક વિમેન થીમ પર ફેશન શૉ નું પણ આયોજન કરેલ.

આ કાર્યક્રમને સફળતા અપાવવા માર્શલ આર્ટસ અને ફિટનેસ એકપર્ટ્સ કેતન કોટિયા અને સુરજ મસાણી ના નેતૃત્વમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ના તમામ ઇન્સ્ટ્રાક્ટરો જયેશ ખેતરપાલ,મહેશ મોતીવરસ,યોગીતા લોઢારી,નિશા કોટિયા,અંજલિ ગંધરોકીયા,વિશાલ બલેજા,આદિ વાઢેર,સુનિલ ડાકી,મયુર ગોહેલ,નિશિ ગોહેલ વગેરે નો મહત્વનું યોગદાન રહેલ છે.

પોરબંદર માં વિવિધ ક્ષેત્ર માં વિષેશ યોગદાન માટે પોરબંદર ડિસ્ટ્રીક્ટ પોલીસ અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા ઇકોનીક વુમન ઓફ ધી યાર એવોર્ડ પર્પતા કરનાર તમામને પોરબંદર એસ.પી.ડો.રવિમોહન સૈની દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું
આઇકોનીક વુમન ઓફ ધી યાર બહેનોની યાદી:-
1.ડો.રાજવી રાજશાખા
2.શ્રીમતી ગરિમા જૈન (પ્રિન્સિપાલ જી.એમ.સી. સ્કૂલ)
3.શ્રીમતી શ્વેતાબેન રાવલ (પ્રેઇન્સીપાલ ગોઢાનિયા ગુજરાતી મીડીયમ સ્કૂલ)
4.શ્રીમતી નિર્જાબેન અગ્રવાલ(પ્રિન્સિપાલ યાજ્ઞવલ્ક્ય ઇંગલિશ મીડીયમ સ્કૂલ)
5.શ્રીમતી કુંજલબેન શાહ (પ્રિન્સિપાલ કે.બી.જોશી સ્કુલ)
6.શાંતિબેન ભૂતિયા(ANO ઓફિસર આર્મીબેસ અને સ્પોર્ટ્સ ટીચર ગોઢાનિયા કોલેજ)
7.શ્રીમતી કાજલબેન વાઘેલા (રાઇફલ શૂટિંગ કોચ સરદાર પટેલ રમત ગમત સંકુલ)
8.શ્રી ભાવિષાબેન લખાના (યોગ ટ્રેનર મોકર)
9.કુમારી રાધિકા દવે (વિવિધ માર્શલ આર્ટસ સ્પોર્ટ્સમાં મેડલીસ્ટ)

વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બહેનોની યાદી:-
ડાન્સ ગ્રુપ એ
પ્રથમ – ઈશા રાઈમગિયા
દ્વિતિય – હેટવી દત્તાની
તૃતિય – આનીયા કેશવાલા

ડાન્સ ગ્રુપ બી

પ્રથમ – લક્ષ્યા ભટ્ટ
દ્વિતીયા – હીનલ માસની
તૃતીય – હેત્વી રમદત્તી

ડાન્સ ગ્રુપ શી

પ્રથમ – બંશી હિંડોચા
દ્વિતીયા – ભાવિ જોશી
તૃતીય – મોનિકા જુંગી

ત્રિડીશનલ ફેશન શો ના વિજેતાઓ

ગ્રુપ એ
પ્રથમ – કાહસ્વી કે નાયક
દ્વિતીય – કિંજલ થાનકી
તૃતિય – દેવાંશી પી કતિરા

ગ્રુપ બી
પ્રથમ – જન્કર શિંગરખીયા
દ્વિતિય – મનસ્વી ડાભી
તૃતિય – નિધિ મોતિવરસ

ગ્રુપ શી

પ્રથમ – સાક્ષી પરમાર
દ્વિતિય – વિશ્વા બાદશાહી
તૃતિય – ભૂમિકા મોટીવરસ

હેલ્ધી ડિશ ના વિજેતા બહેનો

પ્રથમ – અલ્પાબેન થાનકી

દ્વિતિય – સોહિની કોટેચા

તૃતિય – બીના છેલાવડા

ફ્રુટ ડિશ ડેકોરેશન

પ્રથમ – હનીશા મોનાની

દ્વિતિય – જાગશ્રી થાનકી

તૃતિય – ભાવિકા તોરણીયા

સલાડ ડેકોરેશન

પ્રથમ – હનિશા મોનાની
દ્વિતિય – એકતા તોરણીયા
તૃતિય – બંદિતા દેકરભા

ટગ ઓફ વાર ટીમ ઇવેન્ટ સ્પર્ધા માં વિજેતા બહેનો

પ્રથમ

શાંતિ પંજરી
ખુશ્બુ લોઢારી
દિયા ઝાંખરિયા
બીના છેલાવડા

દ્વિતિય

રાધિકા દવે
ખુશી જોશી
ખુશી ભુદ્ધદેવ
કૃપા જંગી

તૃતિય

હનિષા મોનાની
ખુશી મોનાની
જાનવી પાણખાનીયા
ગીત તોરણીયા

ડેડ લિફ્ટ સ્પર્ધાના વિજેતાઓ

પ્રથમ – શાંતિ પાંજરી
દ્વિતિય – સોહીની કોટેચા
તૃતીય – ખુશ્બુ ઉનડકટ

ટ્રેડમિલ સ્પ્રીંન્ટર

પ્રથમ – શ્રદ્ધા બાપોદરા
દ્વિતિય – ચેતના શિયાળ
તૃતિય – ઉમાં બેરા

પ્લેન્ક સ્પર્ધાના વિજેતાઓ

પ્રથમ – રાધિકા દવે
દ્વિતિય – નીતા દવે
તૃતિય – મિતા સામાની

ટાયર ફ્લિપિંગ વિથ બર્પીસ ના વિજેતાઓ

પ્રથમ – રાધિકા દવે
દ્વિતિય – જાનવી પાણખાનિયા
તૃતિય – બીના છેલાવડા

તમામ વિજેતાઓને આયોજક એસ.પી ડો.રવિમોહન સૈની અને કેતન કોટિયાએ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવેલ અને તમામ સહયોગીઓ નો આભાર વ્યક્ત કરેલ

જુઓ આ વિડીયો

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે