પોરબંદર
પોરબંદરના સુદામા ચોક ના પાર્કિંગમાં પોલીસે એક કાર માંથી વિદેશીદારૂની 36 બોટલ સાથે પોલીસ પુત્ર ને ઝડપી લીધો હતો.અને કાર સહિત રૂ. 1,63,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.જો કે સામાન્ય આરોપી હોય તો દેશી દારૂ સાથે ઝડપાયેલ આરોપી સાથે પણ હોંશે હોંશે ફોટો શેશન કરાવતી પોલીસ આ આરોપી નો ફોટો મીડિયા માં ન આવે તે માટે પૂરતા પ્રયત્નો કર્યા હતા.

પોરબંદર ના સુદામા ચોક માં આવેલ પાર્કિંગ માં પડેલ કાર માં વિદેશી દારૂ નો જથ્થો હોવાની બાતમી ના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.જ્યાં પોલીસ હેડ ક્વાર્ટર બ્લોક નં.8 ક્વાર્ટર નં.95માં રહેતો પોલીસ પુત્ર હારદીપ લખમણભાઈ ઓડેદરા પોતાની કારમાં બેઠો હતો.અને કાર ની તલાશી લેતા કાર માંથી વિદેશી દારૂની 36 બોટલ મળી આવી હતી.આથી પોલીસે હારદીપને ઝડપી લીધો હતો.અને કાર સહિત કુલ રૂપિયા 1,63,500નો મુદ્દામાલ કબ્જે કરી તેની પૂછપરછ કરતા આ દારૂ વિરલ રાયચુરા પાસેથી વેચાણથી લાવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બંને શખ્સ સામે ગુન્હો નોંધી વધુ તપાસ કીર્તિમંદિર પી એસ આઈ એ એ મકવાણા ને સોપવામાં આવી છે.

પરંતુ વિદેશી દારૂમાં પકડાયેલ આરોપી પોલીસપુત્ર હોવાથી ખુદ તપાશનીશ અધિકારી જ આ આરોપી ના બચાવ માં ઉતર્યા હતા.અને પોલીસ પુત્રના ફોટા મીડિયાકર્મીઓ દ્વારા લેવામાં ન આવે તે માટે પૂરતા પ્રયત્નો કર્યા હતા.એક તબક્કે મીડિયાને મુદામાલ કે આરોપી નું શુટિંગ કરવાની પણ પીએસઆઇ એ.એ.મકવાણાએ સ્પષ્ટ ના પાડી હતી.પરંતુ આ પોલીસ મથક ના નિષ્ઠાવાન અધિકારી પીઆઇ એચ.એલ. આહિરે ને રજૂઆત થતા તેઓએ પીએસઆઇ ને સ્પષ્ટ જણાવ્યું હતું કે આરોપી પોલીસ પુત્ર હોય તો શું થયું તેણે ગુન્હો કર્યો છે માટે ફોટા અને શુટિંગ લેવા દો. જેથી પીઆઇ આહીરની દરમ્યાન ગીરીથી આ ફોટોગ્રાફ્સ લેવા મંજુરી આપવા કમને તૈયાર થયા હતા.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે સામાન્ય પ્રજા માંથી કોઈ આરોપી દારૂ સાથે પકડાય  તો પોલીસ આરોપી સાથે ફોટા પડાવી પોતાની સારી કામગીરી દર્શાવતી હોઈ છે.ત્યારે પોલીસ પુત્ર દારૂ સાથે ઝડપાતા આ બનાવ ના તપાશનીશ પીએસઆઇએ તેના ફોટા શુટિંગ કરવા દેવા તૈયાર થયા ન હતા.જેથી તેઓ આ મામલે તપાસ કેવી ચલાવશે તે અંગે પણ ચર્ચાઓ જાગી છે.

જુઓ આ વિડીયો

Advertisement