પોરબંદર
પોરબંદર ના અસ્માવતી રીવરફ્રન્ટ નજીક થયેલ દબાણો અંગે તંત્ર દ્વારા તમામ દબાણકારો ને ૨૮ ડીસેમ્બર પહેલા દબાણો સ્વૈચ્છિક રીતે દુર કરવા સુચના અપાઈ છે.અને જો દબાણ દુર નહી કરાય તો ૨૮ ડીસેમ્બર ના દિવસે તંત્ર દ્વારા દબાણ દુર કરાશે.

પોરબંદરના અસ્માવતી રીવરફ્રન્ટ પાસે જ વર્ષોથી કાચા પાકા મકાન બનાવી દબાણ કરવામાં આવ્યું છે.રિવરફ્રન્ટ પાસેજ આ સરકારી કિંમતી જમીન પર 170 જેટલા કાચા પાકા મકાનો બનાવવામાં આવ્યા છે.પોરબંદરના પ્રાંત અધિકારી કે.વી. બાટી તથા મામલતદાર અર્જુન ચાવડા એ જણાવ્યું હતું કે આ જગ્યા સરકારની છે.દબાણકારો દ્વારા છાયા પાલિકા ની હદમાં 71 અને સીટી સર્વેની જગ્યા માં 99 કાચા પાકા મકાનો બનાવી ઘણા સમય થી દબાણ કરાયા છે.

મામલતદાર દ્વારા જાન્યુઆરી 2018થી દબાણ દૂર કરવા પ્રયાસ હાથ ધરી દબાણ કર્તાઓને સમજાવી,સમય આપ્યો હતો. તેમ છતાં દબાણકર્તાઓએ સ્વૈચ્છિક રીતે દબાણ દુર કર્યા ન હતા.જાન્યુઆરી 2020 માં કલમ 61 મુજબ દબાણ દૂર કરવા હુકમ કરવામાં આવ્યો હતો.આમ સમય આપવા છતાં દબાણકર્તાઓ એ સ્વેરછાએ દબાણ દૂર કરેલ ન હોવાથી હાલ તંત્ર દ્વારા તેઓને સમજાવવાના પ્રયાસ ચાલુ છે.

અને એક અઠવાડિયામાં સ્વૈરિછક દબાણો દૂર કરવામાં નહિ આવે તો તા. 28/12ના રોજ પોલીસ, પાલિકા, સીટી સર્વે સહિતની ટીમને સાથે રાખી દબાણ હટાવ કામગીરી હાથ ધરાશે. તેવી પણ સ્થાનિકો ને ચેતવણી અપાઈ છે.અહી વસતા લોકો બેઘર ન બની જાય અને તેમને આશરો મળી રહે તે માટે પણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરાઈ છે.તેના ભાગ રૂપે તમામ ને માત્ર પાંચ હજાર જેવી નજીવી રકમ માં બોખીરા ખાતે આવાસ યોજના માં પાકું મકાન આપવાની પણ તંત્ર દ્વારા તૈયારી બતાવવામાં આવી છે.અને અહી થી દબાણ હટે તો ભવિષ્ય માં આ વિશાળ કીમતી અને શહેર થી નજીક આવેલ જમીન સરકાર દ્વારા કોઈ કાર્ય માટે ઉપયોગ માં પણ લઇ શકાય તેમ છે.
જુઓ આ વિડીયો