પોરબંદર

પોરબંદર માં પીજીવીસીએલનાં નબળી ગુણવતાના ટ્રાન્સફોર્મર અને સમયસર ફિડરોના મરામતના અભાવે ખેડૂતોના મુરઝાયેલા પાકને બચાવવા ની માંગ સાથે પોરબંદર કોંગ્રેસ દ્વારા પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કરી અધિકારીને આવેદન પાઠવી ઉગ્ર રજુઆત કરી હતી.

પોરબંદર જીલ્લા માં ખેડૂતો ને પિયત સમયે જ પુરતો વીજ પુરવઠો મળતો ન હોવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા પીજીવીસીએલ કચેરી નો ઘેરાવ કરવામાં આવ્યો હતો.અને અધિકારી ને આવેદન પાઠવવામાં આવ્યું હતું.જેમાં જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસુ નબળું છે.અને વાવેતર કર્યા પછી સમયસર વરસાદ થયો નથી.જેના કારણે પાક મુરજાઈ રહ્યો છે.

બગવદર સબ ડિવિઝન હેઠળના તમામ ખેતીવાડી ફીડરો માં નબળી ક્વોલિટીના કંડકટર નાખેલ છે.જે એલટી ફીડર ને 11 કેવી લાઈનમાં કન્વર્ટ કરવામાં આવ્યા છે.તેમાં પણ કંડકટર ખુબજ નબળી ગુણવતા વાળા છે.અને ઘણી જગ્યાએ કંડકટર માત્ર કાગળ પર બદલાયેલ છે.હજુ કેટલીક જગ્યાએ એજી ફીડરો માં એલ ટી ફીડરો અને 11 કેવી ફીડરો જર્જરિત હાલતમાં છે.જેના કારણે વિજલોસ થઈ રહ્યો છે.લાઈનો વારંવાર ટ્રીપ થાય છે.જેથી ખેડૂતોને 8 કલાકની જગ્યાએ એવરેજ માંડ 2 થી 3 કલાક વીજ પુરવઠો મળે છે.

ફોલ્ટ એટેન્ડ થતા દિવસો નીકળી જાય છે. નબળી ગુણવતાના ટ્રાન્સફોર્મર ને કારણે વારંવાર સળગી જાય છે. જરૂરી મટિરિયલના અભાવે પણ મરામત સમયસર થઈ શકતી નથી.જેથી ખેડૂતો તેના પાકમાં સિંચાઈ કરી શકતા નથી.અને પાણી પણ ખલાસ થવાના આરે છે.પીજીવીસીએલ સમયસર મરામત ન કરી શકતા ખેડૂતોને મસમોટું નુકશાન થઈ રહ્યું છે.આથી મરામત સમયસર કરવા માટે માસ્ટર પ્લાન બનાવીને યોગ્ય પગલાં નહિ લેવામાં આવે તો જલદ આંદોલન ની ચીમકી પણ આપી છે.

જુઓ આ વિડીયો 

Advertisement