Advertisement

પોરબંદર
કોરોનાની મહામારી વચ્ચે હવે ખેડૂતોએ રાજ્ય સરકાર સામે રણશિંગુ ફુક્યું છે.પાકવિમા ઉપરાંત દેવા માફીને લઇને ખેડૂતોએ સરકાર સામે લડતનું એલાન કર્યુ છે.અને રાજ્યભર માં ખેડૂતો દ્વારા ડીજીટલ આંદોલન કરાઈ રહ્યું છે ત્યારે આજે પોરબંદર જીલ્લા ના ખેડૂતો એ સોશિયલ મિડિયાના માધ્યમથી આંદોલન કરીને પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાની કોશિષ કરી હતી.

 

ગુજરાતમાં કોરોનાની મહામારીએ માઝા મૂકી છે ત્યારે ખેડૂતોએ સરકાર સામે લડતનું એલાન કર્યું છે.લોકડાઉનને લઇને વધુ લોકો એકઠાં થાય નહીં તે માટે ખેડૂતોએ અનોખી રીતે આંદોલન કરી રહ્યા છે. ત્યારે આજે પોરબંદર જીલ્લા ના ખેડૂતો એ પણ ડીજીટલ આંદોલન કર્યું હતું રાષ્ટ્રીય કિસાન મજદૂર મહાસંઘ ના પોરબંદર તાલુકા પ્રમુખ હિતેશ મોઢવાડિયા એ જણાવ્યું હતું આજે પોરબંદર ખાતે યોજાયેલ ડીજીટલ આંદોલન માં પોરબંદર વિસ્તાર ના ગ્રામ્ય પંથક ના સાડા ત્રણસો ખેડૂતો એ અનશન કર્યું હતું ખેડૂતો ની મુખ્ય ત્રણ માંગ છે જેમાં પાક વીમાનું સંપૂર્ણ વળતર,દેવા માફી અને ખેડૂત અગ્રણી પાલભાઇ આંબલિયાને ન્યાય મળે હિતેશભાઈ એ વધુ માં જણાવ્યું હતું કે પોરબંદર જીલ્લા માં પાક માં ભારે નુકશાન થયું છે તેમ છતાં કોઈ સર્વે કરવા પણ આવ્યું નથી આજે આંદોલન માં ખાસ મહેમાન તરીકે રાષ્ટ્રીય કિસાન મજદૂર મહાસંઘ ગુજરાતના પ્રમુખ જે કે પટેલ, નાથાભાઈ મોઢવાડિયા, નાગાભાઈ કેશવાલા, કેશુભાઈ પરમાર સહીત મોટી સંખ્યા માં ખેડૂતો જોડાયા હતા.
હિતેશભાઈ એ જણાવ્યું હતું કે હાલમાં ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.પાકના પોષણક્ષમ ભાવ મળતા નથી.ખાતર,પાણી,વિજળીનો પ્રશ્ન સતાવી રહ્યો છે. ખેડૂતોની મુખ્ય માંગણી એ છેકે,ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને ખેડૂતોને સો ટકા પાક વિમો આપવામાં આવે. અને ખેડૂત અગ્રણી પાલભાઈ આંબલીયા ને ન્યાય મળે આ માંગ સાથે ખેડૂતોએ ડિજીટલ આંદોલન કર્યું હતું.

જુઓ આ વિડીયો

 

Advertisement