Friday, September 30, 2022

|| तुम रक्षक काहू को डरना ||

video:નેશનલ ફેમીલી હેલ્થ સર્વે-5 માં પોરબંદર જીલ્લો રાજ્ય માં અવ્વલ:જુદા જુદા 9 ઈન્ડીકેટરમાં ૫૫૦.૩૯ સ્કોર સાથે પ્રથમ સ્થાન

પ્રતીકાત્મક તસ્વીરપોરબંદર

 

કેન્દ્ર સરકારના હેલ્થ અને ફેમિલી વેલફેર મંત્રાલય હેઠળ આંતરરાષ્ટ્રીય જનસંખ્યા વિજ્ઞાન સંસ્થા દ્રારા વર્ષ 2019-20માં કરાયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5મા રાજ્યના તમામ જિલ્લામાં પોરબંદર 550.39 સ્કોર સાથે પ્રથમ ક્રમાંકે આવ્યો છે.

કેન્દ્ર સરકારના હેલ્થ અને ફેમિલી વેલફેર મંત્રાલય હેઠળ આંતરરાષ્ટ્રીય જનસંખ્યા વિજ્ઞાન સંસ્થા દ્રારા વર્ષ ૨૦૧૯-૨૦ મા કરાયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-૫મા ગુજરાતના તમામ જિલ્લામાં સર્વે હાથ ધરાયો હતો.જેમા કુલ જુદા-જુદા ૯ ઇન્ડિકેટરમાં ૫૫૦.૩૯ પોઇન્ટ સાથે પોરબંદર જિલ્લો પ્રથમ ક્રમાંકે આવ્યો છે.
જેમાં હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ- ફાઇનાન્સીંગ સ્કીમ,રીપ્રોડકટીવ હેલ્થ,મેટરનલ હેલ્થ, બાળકોને લગતી પોષણ આહારિત સેવાઓ,સામાન્ય લોકોને લગતી પોષણ આહારિત સેવાઓ,બીનચેપી રોગોના પરિબળો અને અલગ અલગ બિનચેપી રોગો ડાયાબિટીસ,બ્લડપ્રેસર,હદયરોગ,લકવો,કેન્સર જેવી બિમારીઓ અંતર્ગત આપવામા આવતી સેવાઓ માટે આખા ગુજરાતમાં આ સંસ્થા દ્રારા સર્વે કરાયો હતો.જેમા પોરબંદર જિલ્લાએ સમગ્ર ગુજરાતમાં ઓવર ઓલ રેન્કીંગમા 550.39 પોઇન્ટ સાથે પ્રથમ ક્રમાંક હાસલ કર્યો છે.

આ સર્વેમાં 104 પેટા પોઇન્ટમાં મુખ્ય 16 ઇન્ડિકેટર માંથી 9 ઇન્ડિકેટરમાં પોરબંદર જીલ્લા નો પ્રથમ ક્રમાંક આવ્યો છે. જિલ્લા આરોગ્ય અધિકારી બી.બી. કરમટાએ જણાવ્યું હતું કે,બાળકોની પોષણ સ્થિતિમાં 94 સ્કોર સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન,મેટરનલ હેલ્થ માપદંડમાં 88 સ્કોર સાથે બીજો નંબર,ચાઈલ્ડ હેલ્થમાં 84 સ્કોર સાથે પ્રથમ,રીપ્રોડકટિવ હેલ્થમાં 77 સ્કોર સાથે ત્રીજો નંબર સહિતની ઓવર ઓલ કમ્પોઝીટ ઇન્ડેક્સમાં 550 સ્કોર સાથે જિલ્લાનો રાજ્યમાં પ્રથમ ક્રમાંક આવ્યો છે.આ સર્વે દર ત્રણ વર્ષે કરવામાં આવે છે.સર્વે માં રાજ્યના અન્ય શહેરો ની સરખામણી એ એનીમિયા પ્રિવેન્શન,બાળકો માં પોષણ ,સહીત અનેક બાબતો માં પોરબંદર આરોગ્ય વિભાગ ની કામગીરી અવ્વલ આવી છે.

જુઓ આ વિડીયો

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે