પોરબંદર
દશેરા નો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે પોરબંદર પાલિકા ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ અને ફરસાણ ની દુકાનો માં ચેકિંગ હાથ ધર્યું હતું.અને ત્રણ દુકાનો એ થી મીઠાઈ અને ફરસાણ ના સેમ્પલ લઇ અને ચકાસણી અર્થે રાજકોટ મોકલવામાં આવ્યા છે.જો કે તેનો રીપોર્ટ આવતા એક માસ જેટલો સમય વીતી જશે.ત્યારે હાલ તહેવાર ના પર્વ માં લોકો બિન આરોગ્યપ્રદ મીઠાઈ આરોગશે તો જવાબદારી કોની તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.

દશેરા પર્વને અનુલક્ષીને પોરબંદર પાલિકા ના ફૂડ ઇન્સ્પેકટર વિજયભાઈ ઠકરાર તથા તેની ટીમ દ્વારા શહેર ના વિવિધ વિસ્તારો માં આવેલ મીઠાઈ અને ફરસાણ ની ૧૬ દુકાનોમાં ચેકિંગ કર્યું હતું.જેમાં ત્રણ દુકાનો એ થી જ્યાંથી ફાફડા, જલેબી,બરફી અને હલવાના સેમ્પલ લીધા છે.ઉપરાંત ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડની નવી ગાઇડલાઇન મુજબ દરેક મીઠાઈઓ પર બેસ્ટ બીફોરની તારીખ નોંધવામાં આવી છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવી હતી.

અને દરેક દુકાનદાર ને વાસી અને ઉઘાડા ખાદ્યપદાર્થ ન વેચવા,વાસણો સ્વચ્છ રાખવા,દાઝીયા તેલ નો ઉપયોગ ન કરવો વગેરે સુચના આપી હતી.દશેરા સુધી શહેરની દુકાનોમાં ચેકિંગ ચાલુ રાખવામાં આવશે.તેમ ફૂડ વિભાગ ના અધિકારી એ જણાવ્યું છે.

દુકાનો માં થી એકત્ર કરેલ મીઠાઈ અને ફરસાણ ના સેમ્પલ રાજકોટ ખાતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ની લેબોરેટરીમાં મોકલ્યા છે.જેનો રીપોર્ટ એક માસ બાદ આવશે.ત્યાં સુધીમાં તહેવારો પતી જશે.અનેક લોકો બિનઆરોગ્યપ્રદ મીઠાઇ કે ફરસાણ આરોગીને બિમાર પડીને ગયા હશે તે માટે જવાબદાર કોણ તેવો પ્રશ્ન ઉઠયો છે.સેમ્પલના પરિણામો આવે તે પહેલા મીઠાઈ ફરસાણનું વેચાણ થઇ જાય છે.જેથી તંત્ર એ રિપીટ ટેસ્ટ કીટ ઉપલબ્ધ કરાવવી જોઈએ.તેવું જાણકારો નું માનવું છે.

જુઓ આ વિડીયો

Advertisement