પોરબંદર

પોરબંદરની ચોપાટી ખાતે થી દરિયામાં રહેતો બંગડીયો સાપ મળી આવ્યો હતો.જેથી વનવિભાગ ટીમ દ્વારા રેસ્ક્યુ કરી તેને દરિયામાં મુક્ત કર્યો હતો.
પોરબંદરની ચોપાટી ખાતે એક વિચિત્ર ડીઝાઇન ધરાવતો સાપ દેખા દેતા સ્થાનિકો એ આ અંગે વન વિભાગ ની ટીમ ને જાણ કરી હતી.આથી વન વિભાગ ની ટીમ તુરંત ત્યાં દોડી ગઈ હતી.અને સ્થળ પર જઈ ને જોતા આ એન્યુલેટેડ સી સ્નેક એટલેકે બંગડીયો સમુદ્રી સાપ હોવાનું સામે આવ્યું હતું.આથી વન વિભાગ ની ટીમે તેનું રેસ્ક્યુ કરી ફરીથી ઊંડા દરિયા માં મુક્ત કર્યો હતો.વન વિભાગે જણાવ્યું હતું કે આ સાપ મધદરિયે રહેતો હોવાથી કિનારે જવલ્લે જ જોવા મળે છે.અને બંગડી જેવી ડિઝાઇન ધરાવતો હોવાથી તેને બંગડીયો સાપ કહેવામાં આવે છે.હાલ ચોમાસા ના કારણે દરિયામાં કરંટ હોવાથી સાપ ફંગોળાઈને આ કિનારે આવી ચડ્યો હતો.આ સાપ ખુબ જ ઝેરી હોય છે અને હજુ સુધી તેના એન્ટી ડોઝ ઉપલબ્ધ નથી.

જુઓ આ વિડીયો 

Advertisement
Advertisement