પોરબંદર
જેતપુર નું કેમિકલ યુક્ત પાણી પોરબંદર ના સમુદ્ર માં ઠાલવવાના બદલે રેડીયેશન ટેકનોલોજી થી ટ્રીટ કરી પુનઃ વપરાશ કરવા સેવ પોરબંદર સી કમિટી ના સભ્યોએ મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત લઇ રજૂઆત કરી હતી.અને ડીપ સી પાઇપ લાઈન પ્રોજેક્ટ રદ કરવા માંગ કરી હતી.મુખ્યમંત્રી દ્વારા સકારાત્મક જવાબ આપવામાં આવ્યો હતો.
સેવ પોરબંદર સી કમિટી ના ૭ સભ્યો એ ગાંધીનગર ખાતે જઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ ને આવેદન આપ્યું હતું.
છેલ્લા એક વર્ષ થી આ ટીમ સતત ડીપ સી એફલુએન્ટ પાઇપ લાઇન યોજના નો વિરોધ કરે છે.જેતપુર પ્રિન્ટિંગ મિલો નું કેમિકલયુક્ત ઝેરી પાણી પાઇપ લાઈન દ્વારા પોરબંદર નજીક ના દરિયા માં ૧૨ કિમી અંદર આ પાણી શુદ્ધ કરી નાખશે તેમ કહેવામાં આવતું,ટીમ ના સભ્યોની માંગણી હતી કે કોઈક સામાન્ય બેદરકારી થી આ પાણી જો દરિયા માં શુદ્ધ થયા વિના જાય તો અમુક વરસો બાદ દરિયાઇ જીવ સંપતિ,માછીમારી ઉદ્યોગ,કૃષિ ઉદ્યોગ સંપૂર્ણ પણે નાશ પામે,સાથે સાથે અનેક રોગો ના ભોગ સાથે ગાંધી જન્મ ભૂમિ નો વિનાશ થાય.
સેવ પોરબંદર સી ના એક સભ્ય ડો.નૂતનબેન ગોકાણી નું કહેવું હતું કે અમારો વિરોધ કોઈ ગુજરાત સરકાર સામે નહિ પણ રોજ નું ૮૦૦૦૦ લીટર પાણી દરિયા માં નકામું વહી જાય,તે ખોટું.આ પાણી એટલું શુદ્ધ થાય કે ફરી તે ઉદ્યોગો અને ખેતી માં વાપરવા દેવા માં આવે.સૌરાષ્ટ્ર માં અમસ્તું વરસાદ ઓછો પડતો હોય..
આ અભિયાન અંતર્ગત આ ટીમ એ ખૂબ કાર્યક્રમો કરેલા અને સમગ્ર પોરબંદર માં જન જાગૃતિ ફેલાવી.પોરબંદર ના નગરજનો એ આ સમસ્યા ની ભયંકરતા સમજી આખી ટીમ ને ખૂબ સહકાર આપ્યો.
આ અંતર્ગત ૫૦૦૦૦ થી વધુ સહીઓ,રાખડીઓ,પોસ્ટ કાર્ડ વગેરે ના મોટા બોક્ષ પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદી ને મોકલેલા.તેમની સૂચના અનુસાર વન પર્યાવરણ ખાતું (કેન્દ્ર) અને ci ( કેંદ્ર) ને સૂચનાઓ પણ આપેલી.
તાજેતર માં એવું જાણવા મળ્યું છે કે જેતપુર સાડી ઉદ્યોગ દ્વારા ભાભા એટોમિક એનર્જી- બોમ્બે ના ભારત ના સર્વ પ્રથમ પ્લાન્ટ નું પરીક્ષણ કરવા માં આવ્યું.જેમાં રોજ ના ૪૦૦૦૦ લીટર પાણી શુદ્ધ થશે,જે ૭ ટી. ડી.એસ.જેટલું હશે અને તે પાણી ઉદ્યોગો અને ખેતી માં વપરાશે.
પોરબંદર ને રાહતનો શ્વાસ જરૂર મળે.પણ જ્યાં સુધી ડીપ સી એફલુએન્ટ્સ યોજના બંધ ના થાય ત્યાં સુધી અમો રાહત નહિ રાખીએ.
આ સાથે મુખ્ય મંત્રી ને આવેદન આપ્યું કે વહેલા માં વહેલી તકે જેતપુર ખાતે આવા બે પ્લાન્ટ આપી,ખામી દૂર કરી તુરંત શરૂ કરવા માં આવે અને આગલી યોજના ને સંપૂર્ણ બંધ ઘોષિત કરવા માં આવે.
ગુજરાત માં અન્ય પ્રદુષણ ફેલાવતી ફેક્ટરી માં પણ આવા પ્લાન્ટ શરૂ કરી દેવાય તો ગુજરાત પર્યાવરણ ક્ષેત્રે નવી ઊંચાઈ એ પહોંચશે.આ તમામ શ્રેય તત્કાલીન પર્યાવરણ પ્રેમી એવા મુખ્યમંત્રી પોતે લે.
તે રજૂઆત માં મુખ્યમંત્રી નો અભિગમ ખૂબ જ હકારાત્મક રહ્યો.ટીમ ને આશા છે કે મુખ્ય મંત્રી જલ્દી થી આ યોજના બંધ કરી ગાંધી જન્મ ભૂમિ ની ગરિમા વધારશે.
જુઓ આ વિડીયો