પોરબંદર
ગુજરાત સહિત દેશના અનેક રાજયમાં નકલી પોલીસ બની દાગીના પડાવતી ”ઈરાની ગેંગ” પોરબંદર ક્રાઈમ બ્રાંચ ની ગિરફત માં આવી છે. પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે પોરબંદર–જામનગર રોડ ઉપર ઝારેરા નેશ પાસેથી કાર સહીત સવા પાંચ લાખથી વધુના મુદ્દામાલ સાથે ચારને દબોચ્યા છે અને તેઓ વૃદ્ધા–મહિલાઓને પોલીસ હોવાની ઓળખ આપી દાગીના પર્સમાં મૂકવાનું કહી છેતરપીંડી કરતા હોવાનું બહાર આવ્યું હતું.

અનડીટેકટ ગુન્હા શોધવાની કાર્યવાહી
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીએ પોરબંદર જિલ્લામાં બનેલ મિલ્કત સબંધી વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા સારૂ એલ.સી.બી. પોલીસ ઈન્સ્પેકટર એમ.એન. દવેનાઓને સૂચના કરેલ હોય જે અનુસંધાને પોરબંદર શહેર નાયબ પોલીસ અધિક્ષક જે.સી. કોઠીયા તથા પોલીસ ઈન્સ્પેકટર એલ.સી.બી. નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦ અને ૧૧૪ મુજબનો વણશોધાયેલ ગુન્હો શોધી કાઢવા સારૂ એલ.સી.બી. પો.સ.ઈ. એન.એમ. ગઢવી તથા એલ.સી.બી. સ્ટાફની બે અલગ–અલગ ટીમો બનાવી સદર ગુન્હાની તપાસ કરતા હતા. તે દરમિયાન ગુન્હો ડીટેકટ થતા તે અંગેની માહિતી આપતા એસ.પી. ઓફિસ ખાતે ડી.વાય.એસ.પી. જુલી કોટીયા એ પ્રેસ કોન્ફરન્સ યોજીને ગુન્હાના ડીટેકશન અંગેની પોલીસની કામગીરીને બિરદાવી હતી.

જુઓ આ વિડીયો 

એક જ દિવસમાં ૪ શહેરોમાં સરખા ગુન્હા !
તે દરમિયાન જાણવા મળેલ કે, કમલાબાગ પો.સ્ટે. ની હદમાં ખોજાખાના નજીક તા. ૫ નવેમ્બરના રોજ વૃદ્ધાને પોલીસ હોવાની ઓળખ આપી સોનાના ૬ તોલા દાગીના છેતરપીંડી કરીને, લઈને બે શખ્સો નાસી છૂટાનો બનાવ બન્યો હતો. આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીના ગુન્હા તે જ દિવસે ડભોઈ, રાજકોટ સીટી, ગોંડલ સીટીમાં પણ બનાવ બન્યા હતા.

સીસી ટીવી ફૂટેજ ના આધારે તપાસ
જેથી દરેક બનાવના સીસી ટીવી ફૂટેજ મેળવી તેમજ પોરબંદર નેત્રમ પ્રોજેકટના સીસી ટીવી ફૂટેજ મેળવી તથા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલીજન્સની મદદથી સઘન અને જીણવટભરી રીતે તપાસ કરતા આ પ્રકારની એમ.ઓ. ઈરાની ગેંગનું હોવાનું માલુમ પડતા તે દિશામાં તપાસ કરવામાં આવી હતી.

ઝારેરા નેશ નજીક શંકાસ્પદ કારમાંથી દબોચાયા
ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ગઈ તા. ૫-૧૧-૨૦૨૦ ના રોજ જે ગેંગ અગાઉ પોરબંદર વિસ્તારમાં આવેલ હતી અને ગુન્હાને અંજામ આપેલ હતો તે જ ગેંગ ફરી પાછા જામનગરથી પોરબંદર તરફ આવી રહેલ છે. તેવી સચોટ હકીકત મળતા ઉપરોકત સ્ટાફ સાથે રાણાવાવ થી આગળ બિલેશ્ર્‌વર ટેલીફોન એકસચેન્જ પાસે વોચમાં હતા. દરમિયાન જામનગર તરફથી એક એમ.એચ. પાસીંગની જાયલો કાર આવતા તે કારને રોકાવાની કોશિષ કરતાં રોકેલ નહીં અને સદર કારનો પીછો કરી ઝારેરા નેશના પાટીયા પાસે સદર કારને જેમની તેમ રોકી ચેક કરતા કારમાંથી ચાર શંકાસ્પદ ઈસમો મધ્યપ્રદેશના ત્રણ શખ્સો સુલ્તાનખાન ઉર્ફે ગબ્બરઅલી ઉર્ફે અમજદખાન ઉર્ફે ભુરૂ સઓ એહમદખાન મનસુરખાન ઈરાની, મોહમદ બાકર ઉર્ફે બીની મીટુઈ યાસનઅલી ઉર્ફે કાજી જાફરી, ઈરાની, ઉ. વર્ષ ૨૦ અને રજાઅલી કુરબાનઅલી ઈરાની, જાતે–શિયા મુસ્લીમ, ઉ. વર્ષ ૨૨ તથા મહારાષ્ર્ટ્રનો ઈસાઅલી નબીઅલી ઉર્ફે નોસીર કાદરી ઈરાની જાતે સિયા મુસ્લીમ ઉ. વર્ષ ૩૦ ને પોલીસે પકડી પાડા હતા. આ તમામને એલ.સી.બી. ઓફિસે લાવી સઘન પૂછપરછ કરતા આરોપીઓએ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે બનેલ ગુન્હાની કબુલાત આપેલ અને આ સિવાય પણ રાજયમાં અનેક જગ્યાએ આવા પ્રકારના ગુન્હા કર્યાની કબુલાત આપેલ છે તેમજ અન્ય રાયમાં પણ આવા પ્રકારના ગુન્હા કરેલ હોવાનું જાણવા મળે છે.

નેત્રમ પ્રોજેકટની ઉપયોગીતા
સરકાર દ્રારા પોરબંદર જીલ્લામાં નેત્રમ પ્રોજેકટ દ્રારા મહત્વની એવી તમામ જગ્યાએ રોડ રસ્તાઓ આવરી લેતા સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવેલ છે અને શહેર વિસ્તારના તમામ એન્ટ્રી, એકઝીટ પોઇન્ટ પર લગાવવામાં આવેલ. એએનપીઆર કેમેરાની શહેરની અંદર આવતા અને જતા વાહનો પર નજર રાખવી શકય હોવાથી ઉપરોકત બનેલ બનાવની નજીકમાં આવેલ નેત્રમ પ્રોજકેટના કેમેરાઓના ફૂટેજ જોતા ઘણા મહત્વ ના ફૂટેજ મળવા પામેલ હતા. જેના કારણે ગુનેગારોએ લીધેલ રૂટ તેમજ તેમની પેટર્ન અંગેની મહત્વની ઘણી માીહતીઓ મળેલ હતી અને આગળ જતાં તે માીહતીઓ ખુબ જ ઉ૫યોગી સાબિત થયેલ હતી.

ટીમને બિરદાવાઈ
આ કામગીરીમાં પોરબંદર એલસીબીના પીઆઇ એમ.એન.દવે, પીએસઆઇ એન.એમ.ગઢવી, એએસઆઇ રામભાઇ ડાકી, જગમાલભાઇ વરૂ, રમેશભાઇ જાદવ, બટુકભાઇ વિંઝુડા, સુરેશભાઇ નકુમ, હેડ કોન્સ. રવિભાઇ ચાઉ, દિલીપભાઇ મોઢવાડિયા, કરશનભાઇ મોડેદરા, લીલાભાઇ દાસા વિગેરે રોકાયેલા હતા. ટેકનીકલ સેલના એએસઆઇ રાજેન્દ્રભાઇ જોશી તથા પો.કોન્સ. ઉપેન્દ્રસિંહ જાડેજાનાઓએ ટેકનીકલ સર્વેલન્સ દ્રારા સરસ કામગીરી કરેલ હોવાથી તેઓને એસ.પી. ડો. રવિ મોહન સૈનીએ બિરદાવ્યા હતા.

કાર અને દાગીના સહિત લાખોનો મુદામાલ મળ્યો
પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે પકડેલી ઈરાની ગેંગના સભ્યો પાસેથી કાર અને દાગીના સહીત લાખોનો મુદ્દામાલ મળ્યો હતો. જેમાં સોનાની બંગડીઓ નંગ–૪ વજન આશરે ૪પ ગ્રા. ૯૦૦ મી.ગ્રા. કિં. રૂપીયા ૨,૦૪,૨૫૫, એક મહિન્દ્રા કંપનીની જાયલો કાર જેના રજી. ન.ં એમ.એચ. ૧૯ બી.યુ. ૧૨૯૭ જેની કિંમત રૂપીયા ૩ લાખ, રોકડ રૂપીયા ૨૨ હજાર, મોબાઈલ ફોન નંગ–૨, જેની કિંમત રૂપીયા ૨૫૦૦, નાના ઈલેકટ્રોનિક વજન કાંટા કિં. રૂા. ૧૦૦૦ આ કુલ ટોટલ કિંમત રૂપીયા ૫,૨૯,૭૫૫ નો મુદ્દામાલ આરોપી પાસેથી કબ્જે કરાયો હતો. આ ઉપરાંત પીળી ધાતુના નકલી દાગીના સહીત હાથની વીંટીમાં પહેરવાના પથ્થરના નંગના નાની ડબ્બીઓ નંગ–૩૦ સહિતનો માલ કબ્જે થયો હતો.

પંદર દિવસમાં રાજયમાં કરેલા ૯ માંથી ૭ ગુન્હા નોંધાયા, બે બાકી
પોરબંદર પોલીસે પકડેલી ઈરાની ગેંગના સભ્યોએ એવી કબુલાત આપી હતી કે છેલ્લા પંદર દિવસમાં જ તેઓએ રાજયમાં કુલ ૯ જગ્યાએ આ પ્રકારે છેતરપીંડી કરી હતી. જેમાં તા. ૨૧૧૦ થી તા. ૫૧૧ દરમિયાન તેઓએ પોરબંદરના ખોજાખાના નજીક ઉપરાંત એ જ દિવસે ગોંડલ ટાઉન, ગાંધીગ્રામ પોલીસ વિસ્તાર, ડભોઈ, ભચાઉ, ભુજ, માણસા, હિમ્મતનગર અને બોડેલીમાં ગુન્હાઓ કર્યા હતા. આ ૯ ગુન્હાઓમાંથી હિંમ્મતનગર અને રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુન્હાઓ નોંધાયા ન હતા.

દેશના અનેક રાજયોમાં છેતરપીંડી કર્યાની કબુલાત
પોરબંદર પોલીસે પકડેલ ઈરાની ગેંગની આકરી પૂછપરછ કરવામાં આવતા તેઓએ મહારાષ્ર્ટ્રના મલકાપુર, જામનેર અને નાંદોરામાં ગુન્હાની કબુલાત આપી છે. તે ઉપરાંત મહારાષ્ર્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, હરીયાણા અને ગુજરાત વગેરે રાયોમાં આ પ્રકારે છેતરપીંડી કરી હોવાની કબુલાત આપી હતી. જેમાંથી સુલ્તાનખાન ઉર્ફે ગબ્બરઅલી અને ઈશા અલી આ બે શખ્સોને મહારાષ્ર્ટ્રના નંદુરબાર પોલીસ સ્ટેશનના ૩ ગુન્હાઓમાં પકડવાના બાકી હતા.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઉપર કર્યો હતો ઘાતક હુમલો
રાયભરમાં તરખાટ મચાવનારી ઈરાની ગેંગ મધ્યપ્રદેશના બડવાની જિલ્લામાં હોવાની માહિતીના આધારે તા. ૧૩૩૨૦૧૮ ના અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ માટે ગઈ ત્યારે સુલ્તાન ઉર્ફે અમજદ પરવેઝ અને તેમની સાથે પંદરથી વીસ શખ્સોએ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઉપર ઘાતક હુમલો કર્યો હતો. તેની ફરિયાદ પણ સેંધવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

તમામ ગુન્હાઓમાં એકસરખી મોડસ ઓપરેન્ડી
પોરબંદર પોલીસે પકડેલી ઈરાની ગેંગની તમામ ગુન્હામાં એકસરખી મોડસ ઓપરેન્ડી રહી હતી.જેમાં એકલવાયી જતી મહિલા કે વૃદ્ધાને ”આગળ પોલીસનું ચેકીંગ ચાલુ છે તમે પહેરેલા દાગીના આ પડીકામાં મૂકી તમારા પર્સ કે રૂમાલમાં રાખી દો” તેમ કહી શિકારની નજર ચૂકવીને ડુપ્લીકેટ પડીકું આપી અસલી દાગીના ઉઠાવી જવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હતા.

કોઈપણ પોલીસની ખોટી ઓળખ આપે તો અમને જાણ કરોઃ ડી.વાય.એસ.પી. જુલી કોઠીયા
પોરબંદરના ડી.વાય.એસ.પી. જુલી કોઠીયાએ જણાવ્યું છે કે કોઈપણ વ્યકિત પોલીસની ખોટી ઓળખ આપીને કે પોલીસનું ખોટું આઈ કાર્ડ બતાવીને મદદ કરવાના બહાને છેતરવાની કોશિષ કરે તો છેતરાવું નહીં અથવા આવા લોકોથી સાવધાન રહેવું. તથા આવા શખ્સો અંગે કોઇને જાણ થાય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશન કે ૧૦૦ નંબર ઉપર પોલીસને જાણ કરવી.

દેશની ૬ કોર્ટ દ્રારા ઈસ્યુ થયા હતા વોરંટ
પકડાયેલા શખ્સો વિરૂદ્ધ દેશની જુદી–જુદી કોર્ટમાંથી છ વોરટં ઈસ્યુ થયા હતા. જેમાં રાજસ્થાનના નાથદ્રારાના રાજસમદ, જોધપુર, ઝાહલાવાર, પાલી અને ઉતરપ્રદેશના મુરાદાબાદ વગેરે પોલીસ સ્ટેશનના ગુન્હાઓ સબબ આરોપીઓ વિરૂદ્ધ કોર્ટે વોરટં પણ ઈસ્યુ કર્યા હતા.
ગુન્હા ડિટેકટ કરનાર તમામ કર્મીઓ ને પાંચ –પાંચ હજાર નું ઇનામ
ઈરાની ગેંગ ને ઝડપી લેવામાં સફળતા મળતા આ સારી કામગીરી કરનાર તમામ અધિકારી,કર્મચારીઓને પોલીસ અધિક્ષક દ્વારા દ્રારા રૂ.૫,૦૦૦/- નું ઇનામ જાહેર કરાયું છે પોરબંદર માં પ્રથમ વખત જ એવું બન્યું છે કે પોલીસ અધિકારી દ્વારા ગુન્હો ડિટેકટ કરનાર ને રોકડ પુરષ્કાર અપાયો હોય

 

Advertisement