Wednesday, September 28, 2022

|| तुम रक्षक काहू को डरना ||

video:કેન્દ્રીય મંત્રી પુરૂસોત્તમ રૂપાલા એ પોરબંદર ખાતે સત્તાર મૌલાના ની મુલાકાત લીધી

પોરબંદર

પોરબંદર ખાતે ભારત સરકારના મત્સ્ય,પશુપાલન અને ડેરી વિભાગ ના કેબિનેટ મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા કોસ્ટ ગાર્ડ ખાતે યોગના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ત્યારે પોરબંદરના સુન્ની મુસ્લિમ બરૈલવી પંથના વિખ્યાત સાહિત્યકાર, લેખક,પ્રખર વક્તા,મૌલાના હાજી અબ્દુલ સતાર હામદાનીની મુલાકાત તેમની વિશાળ લાઇબ્રેરી”મરકઝ એ એહલે સુન્નત બરકાતે રઝા” ખાતે લીધેલ.
પુરુષોત્તમભાઈ રૂપાલા સાહિત્ય અને જ્ઞાનસભર માહિતીઓના પુસ્તકોના વાંચન નો ઊંડો શોખ ધરાવે છે વિવિધ વિષયો નું જ્ઞાન મેળવવું અને તેના પુસ્તકોના વાંચન થકી મેળવેલ માહિતીનું એક શ્રેષ્ઠ વક્તા તરીકે યોગ્ય સમયે પ્રદાન કરવું તેમની એક વિશિષ્ટ કળા છે આ શોખ અંતર્ગત આજથી વર્ષો પહેલા તેઓ પોરબંદરના સાહિત્યકાર લેખક મૌલાના હામદાનીના પરિચયમાં આવ્યા.અને આ પરિચય નો સેતુ વખતો વખતની મુલાકાતો સાથે ગાઢ મિત્રતા માં ફેરવાયો.

એક સાહિત્યકાર,ઊંડુ જ્ઞાન ધરાવતા લેખક અને એક રાજકીય ક્ષેત્રે કેન્દ્રીય કેબિનેટ મંત્રી જેવું વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરનાર ની મિત્રતા અતૂટ બની. મૌલાના હામદાનીના મરકઝ કે જે એક વિશાળ જ્ઞાન સભર પુસ્તકોની લાઈબ્રેરી છે.તેની મુલાકાત લેવા માટે પુરુષોત્તમભાઈ રૂપાલા હૃદયથી ઇચ્છા ધરાવતા હતા.જે ઇચ્છા આજે પરિપૂર્ણ થઇ હતી.કેન્દ્રીય કેબિનેટ મંત્રી હોવાથી અને અનેક કાર્યક્રમમાં સતત વ્યસ્તતા હોવા છતાં આજે પુરૂષોત્તમભાઈ રૂપાલાએ પોતાના સાહિત્યકાર અને લેખક મૌલાના હામદાનીને મળવા તેમની વિશાળ લાઇબ્રેરી મરકઝ ખાતે પહોંચ્યા હતા.

ત્યારે આતુર નયને મિત્રની પ્રતીક્ષા ભરી પાપણો થી રાહ જોનાર મૌલાના હામદાની પોતાની કર્મભૂમિ પર મિત્ર ને નિહાળી હર્ષ સભર ભીંજાયેલી આંખો થી આનંદ વિભોર બની પ્રેમ ભર્યા પુષ્પોથી પુરૂષોત્તમભાઈ રૂપાલા ને આવકાર આપેલ તેઓની સાથે અગ્રણી હાજી યુસુફભાઈ નુરી,અને મૌલાના હામદાનીના પુત્ર તથા ગુજરાત રાજ્ય હજ કમિટીના પૂર્વ ડાયરેક્ટર હાજી શબીરભાઈ હામદાની,સૈયદ અબ્દુલ્લામીયા બાપુ એ પણ પુષ્પથી આવકાર આપેલ.ત્યારબાદ કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા એ મૌલાના અબ્દુલ સતાર હામદાની ની વિશાળ લાઇબ્રેરી મરકઝ ની અંદર વિવિધ જ્ઞાનસભર અનેક વિષયોના અમૂલ્ય પુસ્તકો નિહાળી તે પુસ્તકો વિશે માહિતી મેળવી એક અનેરો આનંદ પ્રાપ્ત કરેલ.

મૌલાના હમદાની સાહેબ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા ની સંપૂર્ણ મુલાકાત બિનરાજકીય, નિસ્વાર્થ ભાવના સાથેની,તેમજ ના કંઈ પ્રાપ્ત કરવાની મનોકામના,ના કંઈક મેળવવાની અપેક્ષા,ના કઈ પ્રાપ્ત કરવા ની ખેવના વિનાની હતી.ફક્ત બંને વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓની આંખોમાં એક મિત્ર બીજા મિત્રને મળીને આનંદ વિભોર બને તેવી એક માત્ર ભાવના હતી.જે નિહાળી ઉપસ્થિત રાજકીય ક્ષેત્રના આગેવાનો પણ આશ્ચર્યચકિત થઈ ગયેલ.તેઓની સાથે આ તકે પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા,મુસ્લિમ અગ્રણી આરીફભાઈ ડી.સુર્યા ઉપસ્થિત રહેલ.

જુઓ આ વિડીયો

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે