પોરબંદર

પોરબંદરના બંદર પર અવારનવાર આગ લાગવાના બનાવો બની રહ્યા છે.ત્યારે બંદર પર જ ફાયર સેફટી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ બોટ એસોસીએશનના પ્રમુખે કરી છે.

Advertisement

પોરબંદરના બંદર પર બોટ પાર્કિંગ ની સમસ્યા છે.નાનીમોટી 5 હજાર જેટલી બોટો છે તેની સામે આ બોટ પાર્ક કરવા માટેની જગ્યા ઓછી છે. 1500 જેટલી બોટ પાર્કિંગની જગ્યા સામે નાનીમોટી 5 હજાર બોટને પાર્ક કરવામાં આવી છે. બંદર પર અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવે છે.અગાઉ પણ સુભાસનગર વિસ્તારમાં એક પડતર બોટમાં આગ લાગી હતી.સદનસીબે બાજુમાં રહેલ બોટને નુકશાન થતા ટળ્યું હતું.એકતરફ લાકડાની બોટ હોય છે અને અંદર ડીઝલ પણ હોય છે.કોઈ કારણોસર આગ લાગે અને આગ વધુ પ્રસરે તો કરોડો અબજો રૂપિયાનું નુકશાન થઈ શકે છે.

બંદર પર ફાયર સેફટીની સુવિધા ન હોય અને પોરબંદરથી ફાયર બ્રિગેડ ની ટીમ પહોંચે તો વાર લાગે તેમ હોય અને આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો કરોડો નું નુકશાન થઇ સકે. આવી સ્થિતિમાં અનેક બોટ સુધી આગ પ્રસરી શકે છે.માછીમાર બોટ એસોસીએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરીએ જણાવ્યું હતું કે બંદર પર ફાયર સેફટી ની સુવિધા હોવી અત્યંત જરૂરી છે.પોરબંદર શહેરનો મુખ્ય માછીમાર વ્યવસાય હોય અને આ વ્યવસાય સાથે અસંખ્ય લોકો જોડાયેલા છે.વર્ષોથી સરકારને અવારનવાર ફાયર સેફટીની સુવિધા બંદર પર કરવા રજુઆત કરવામાં આવે છે. આમ છતાં અહીં હજુ સુધી કોઈ સુવિધા ઉપલબ્ધ કરેલ નથી.જેથી ફાયર સેફટીની સુવિધા બંદર પર ઉભી કરવા માંગ કરવામાં આવી છે.

જુઓ આ વિડીયો 

Advertisement