Saturday, April 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમ યોજાશે

પોરબંદરમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવ નિમિત્તે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મેગા સુપર સ્પેશ્યાલીટી કેમ્પ સહીત વિવિધ કાર્યક્રમ યોજાશે.

પોરબંદરમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવ નિમિત્તે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મેગા સુપર સ્પેશ્યાલીટી કેમ્પ દ્વારા માનવતાનો સેવાયજ્ઞ પણ યોજાશે, યુવા વૈષ્ણવાચાર્ય પૂ.ગો. ૧૦૮ શ્રી વસંતરાયજી મહારાજશ્રીની પ્રેરણાથી યોજાનારા દિવ્ય કાર્યક્રમોમાં હજારો વૈષ્ણવો ઉમટશે. ઉત્સવ પ્રેરક પૂ.ગો. ૧૦૮ શ્રી વસંતકુમાર મહોદચશ્રીની નિશ્રામાં અને શ્રી વ્રજનિધિ પરિવાર અને શ્રી મહાપ્રભુજી ઉત્સવ આયોજનના ૨૪માં વર્ષના ઉપલક્ષ્યમાં શ્રી વલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવ- ૨૦૨૩ (શ્રી વલ્લભાબ્દ ૫૪૬) શ્રીમદ્ ભાગવત જ્ઞાન મહોત્સવનું તા. ૯-૪-૨૦૨૩ થી તા. ૧૫-૪- ૨૦૨૩ સુધી ‘શ્રી વલ્લભધામ, ફિજી છાત્રાલય, ડો. જાડેજાના દવાખાના પાસે બપોરે ૩:૩૦ થી સાંજે ૭ સુધી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદના વકતા સુમિતકુમારજી શર્મા વ્યાસપીઠ પર બિરાજી કથાનું રસપાન કરાવશે.

શ્રીમદ્ વલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવ શ્રીમદ્ વલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો જેવા કે શોભાયાત્રા અને ધર્મસભા સહિત સન્માન સમારોહ યોજાશે. શ્રી આચાર્ય ચરણ પ્રાદુર્ભાવ મહોત્સવ તા. ૧૬-૪-૨૦૨૩ના યોજાશે જેમાં શ્રી સર્વોતમ સ્તોત્રના પાઠ સવારે ૯:૩૦ કલાકે, શ્રીના ફૂલના પલના સવારે ૧૦:૩૦ કલાકે, શ્રીના તિલક આરતી-ફૂલમંડલી દર્શન ૧૨:૩૦ કલાકે વલ્લભાચાર્યજીની હવેલી ખાતે યોજાશે.

શોભાયાત્રાનું આયોજન

આચાર્યચરણ શ્રી મહાપ્રભુજી પ્રત્યેની આપણી નિષ્ઠાને પ્રગટ કરવાનો અવસર એટલે ભવ્ય શોભાયાત્રા સાંજે ૫ કલાકે શ્રીનાથજી હવેલીથી પ્રારંભ થઇ અને ‘શ્રી વલ્લભધામ’ ફીજી છાત્રાલયે ધર્મસભાના રૂપમાં પરીણમશે

ધર્મસભા નું આયોજન

આ સમગ્ર આયોજન દરમિયાન પોરબંદરના સમસ્ત વલ્લભકુલ પરિવાર-પૂજ્ય આચાર્યચરણો કૃપા વિચારી પધારી વચનામૃત દ્વારા અનુગૃહિત કરશે. સાથોસાથ પૂ.ગો. શ્રી વસંતરાયજી મહારાજની પ્રેરણાથી પ્રતિ વર્ષે ઉત્સવની સભામાં પોરબંદરની સેવાભાવી વિશિષ્ટ સંસ્થા અને વિશિષ્ટ વ્યક્તિને સન્માનવાની યાત્રામાં આ વર્ષ-૨૦૨૩માં વિશિષ્ટ સંસ્થામાં વર્ષોથી થંલેસેમિક બાળકોને નિઃશુલ્ક લોહી આપતી સંસ્થા આશા ચિલ્ડ્રન હોસ્પિટલ અને આશા બ્લડ બેન્ક તેમજ વિશિષ્ટ વ્યક્તિ તરીકે જાણીતા મહિલા અગ્રણી, અનેકવિધ સમાજસેવાની પ્રવૃત્તિઓ હાથ ધરી છે તેવા સુરેખાબેન શાહનું અભિવાદન કરવામાં આવશે તથા ધર્મસભાના વિરામ બાદ વૈષ્ણવો માટે મહાપ્રસાદનું આયોજન પટેલ સમાજ, પોર્ટ કોલોની સામે, વાઘેશ્વરી પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે.

મેગા સુપર સ્પેશ્યાલિટી કેમ્પ યોજાશે

મંગલમય આયોજનોમાં શ્રી વ્રજનિધિ પરિવાર તથા લાયન્સ કલબના સંયુકત ઉપક્રમે સ્ટર્લીંગ હોસ્પિટલ અમદાવાદના ડોકટરોના મેગા સુપર સ્પેશિયાલીટી કેમ્પનું તા. ૯-૪-૨૩ સવારે ૯:૩૦ કલાકે ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળ, વાઘેશ્વરી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ્ વલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવ-૨૦૨૩ શ્રી વ્રજનિધિ પરિવાર અને મહાપ્રભુજી ઉત્સવના આયોજનના ૨૪માં વર્ષના ઉપલક્ષ્યમાં પૂ.ગો. ૧૦૮શ્રી વસંતકુમાર મહારાજશ્રીની કરૂણામય પ્રેરણાથી પોરબંદરમાં શ્રી વ્રજનિધિ પરિવાર, લાયન્સ કલબ પોરબંદર અને સ્ટર્લીંગ હોસ્પિટલ અમદાવાદના સુપર સ્પેશ્યાલિસ્ટ નિષ્ણાંત ડોકટરો દ્વારા વિનામૂલ્યે મેગા સુપર સ્પેશ્યાલીટી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અતિથિ વિશેષ તરીકે પોરબંદરના સંસદસભ્ય રમેશભાઇ ધડુક, પૂર્વ ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, પોરબંદરના સીટી ડી.વાય.એસ.પી. નિલમબેન ગૌસ્વામી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પંકજભાઈ મજીઠીયા ઉપસ્થિત રહેશે. આ કેમ્પમાં વધુ વિગત માટે લાયન્સ પ્રમુખ આશિષ પંડયા, મેડિકલ કેમ્પ કો-ઓર્ડિનેટર ડો. સુરેશ ગાંધી અને ડો. ભરત ગઢવીના મો. ૯૭૧૨૨ ૨૨૦૦૦ ઉપર તથા વ્રજનિધિ પરિવારના પ્રકાશભાઇ મોરઝરીયાના મો.૯૪૨૯૦ ૪૯૮૫૧, ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળના કમલેશભાઇ ખોખરીના મો. ૯૮૨૫૬ ૭૪૧૫૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

વિવિધ મનોરથ યોજાશે

પોરબંદરમાં યોજાનારા આ ધર્મોત્સવ અને માનવતાના સેવાયજ્ઞની સાથોસાથ વિવિધ મનોરથ યોજાશે જેમાં શ્રીનો કુંડવારા મનોરથ તા. ૧૩-૪-૨૩, ગુરુવારે બપોરે ૧૨:૩૦ કલાકે શ્રી વલ્લભાચાર્યજી હવેલી ખાતે યોજાશે. શ્રી ગિરિરાજજીનો મનોરથ તા. ૧૩-૪ ગુરુવારના રોજ સાંજે ૭ કલાકે વલ્લભાચાર્યજીની હવેલી, પોરબંદર ખાતે યોજાશે, બગીચા-ફૂલના બંગલા તા. ૧૪-૪ શુક્રવારના રોજ સાંજે ૭ કલાકે વલ્લભાચાર્યજીની હવેલી ખાતે તથા સઘનકુંજ-કમલ તલાઇ તા. ૧૫-૪-૨૩ શનિવારે સાંજે ૭ કલાકે વલ્લભાચાર્યજી હવેલી ખાતે યોજાશે.

ઉત્સવદિને થનારી કરૂણામય પ્રવૃત્તિઓ પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલ, લેડીઝ હોસ્પિટલ, શિશુકુંજ, અંધગુરુકુળમાં ફ્રૂટ તથા બિસ્કીટ વિતરણ, રસીકબાપા રોટલાવાળા ટ્રસ્ટમાં અનાજ અને તેલ અર્પણ, ભીમનાથ મંદિર રેલ્વે સ્ટેશનમાં અનાજ અને તેલ અર્પણ, પ્રાગજીબાપા આશ્રમમાં અનાજ અને તેલ અર્પણ કરવા સહિત સેવાકાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન

શ્રીમદ્ ભાગવત સપ્તાહ અવસરે દિવ્ય પ્રસંગો તા. ૯-૪-૨૦૨૩ ચૈત્ર વદ ત્રીજ રવિવારે પોથીયાત્રા વલ્લભાચાર્યજીની હવેલીથી બપોરે ૩ વાગ્યે નીકળશે. કથાનો પ્રારંભ તા. ૯-૪-૨૩ રવિવારે થશે. શ્રી વામન પ્રાકટય- શ્રીરામ પ્રાકટય, શ્રીકૃષ્ણ જન્મ નંદ મહોત્સવ તા. ૧૨-૪-૨૦૨૩, બુધવારે યોજાશે. શ્રી રૂકમણી વિવાહ તા. ૧૪-૪-૨૩ શુક્રવારે યોજાશે, શ્રી વલ્લભધામ ફીજી છાત્રાલય ખાતે આયોજિત કથાનો નિત્ય સમય બપોરે ૩:૩૦ થી ૭ વાગ્યા સુધી રહેશે. દરરોજ કથા વિરામ બાદ વૈષ્ણવોએ અલ્પાહાર (કલેવા)નો અવશ્ય લાભ લેવા પણ નિમંત્રણ પાઠવાયું છે તથા કથા વિરામ, પૂર્ણાહુતિ દિવસે તા. ૧૫-૪-૨૦૨૩, શનિવારે સવારે ૯ થી ૧૨ શ્રી વલ્લભ સત્સંગ મંડળ દ્વારા શ્રીનાથજી સત્સંગ તથા માળા મહેરામણી તથા લોટીજી ઉત્સવનું આયોજન થયું છે. હવેલીએ શ્રી ઠાકોરજીના લઘર, પાનઘર અને ભંડારમાં આજીવન સેવા પરાયણ વૈષ્ણવ ગૌ.વા. મીનાબેન અનિલકુમાર મોદીની માળા પહેરામણી મનોસ્થ તથા લોટીજી ઉત્સવમાં પૂજય મહારાજશ્રીના સહપરિવારના સાન્નિધ્યમાં શનિવારે સાંજે ૫ વાગ્યા પછી શ્રી વલ્લભધામ, ફિજી છાત્રાલય, ડો. જાડેજાના દવખાના સામે થશે.

શ્રી મહાપ્રભુજી ઉત્સવ કોર સમિતિ દ્વારા આયોજન ઉત્સવ પ્રેરક પૂ.ગો. ૧૦૮ શ્રી વસંતકુમાર મહારાજશ્રીની નિશ્રામાં શ્રી મહાપ્રભુજી ઉત્સવ કોર સમિતિના સભ્યો લક્ષ્મીદાસ હિન્ડોચા, પંકજભાઇ મજીઠીચા, પ્રકાશભાઈ મોરઝરીયા, જગદીશભાઇ કોટેચા, પરેશભાઇ મદલાણી, શાંતિભાઇ પોપટ, કિશોરભાઈ રાણીંગા, રાજુભાઇ જોષી, પરિમલભાઈ ઠકરાર, વેલજીભાઇ પુરોહત, જગદીશભાઇ પુરોહિત, ભરતભાઇ રાજાણી, આશોકભાઇ દેવાણી, રતિભાઇ કારીયા, આનંદભાઇ દેવાણી, પ્રતાપભાઇ રાણીંગા, જેન્તીભાઇ રાણીંગા, અલ્પેશભાઇ સામાણી, રસિકભાઇ પોપટભાઇ તન્ના, ધર્મેન્દ્રભાઇ જોષી, ચંદુભાઇ જોષી આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.મંડાણ સેવામાં અરશીભાઇ માંડા, બળવંતભાઇ માકડીયા, કેશુભાઇ ગોજીયાનો સહકાર મળ્યો છે.

વધુ માહિતી માટે તથા પૂજ્ય મહારાજશ્રીના સંપર્ક માટે ઇલેશભાઇ સામાણી મો. ૯૪૨૭૯ ૩૨૫૩૭, શ્રી વલ્લભાચાર્યજીની હવેલીઃ કપિલભાઇ ત્રિવેદી મો. ૯૮૨૫૬ ૨૧૬૦૭, જીમી જોષી મો. ૯૯૧૩૦ ૧૧૦૨૦ ઉપર સંપર્ક કરવા યાદી પાઠવવામાં આવી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે