પોરબંદર ના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે શારદીય નવરાત્રી અનુષ્ઠાન નિમિતે વિવિધ મેડીકલ કેમ્પ નું આયોજન કરાયું છે.
પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં સાંદીપનિ વિદ્યાનિકેતન છાયા- પોરબંદર ખાતે આયોજિત ૪૩મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ – ૨૦૨૪ના પ્રસંગે પ્રતિવર્ષ અનુસાર આ વર્ષે પણ વિનામૂલ્યે વિવિધ મેડીકલ કેમ્પ સેવાયજ્ઞનું આયોજન થનાર છે. જેની વિગત નીચે મુજબ છે
૧. મુંબઈની વિશ્વવિખ્યાત બોમ્બે સીટી આઈ ઇન્સ્ટીટયુટ એન્ડ રીસર્ચ સેન્ટરના ઉત્કૃષ્ટ સેવા ભાવનાને વરેલા આંખના નિષ્ણાંત સર્જન ડૉ.કુલીનભાઇ કોઠારી અને તેમની ટીમ દ્વારા, ધામેચા આઈ હોસ્પિટલ ખાતે તારીખ ૦૫ અને ૦૬ ઓક્ટોબરના રોજ આ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ડાયાબીટીસને લીધે આંખના પડદામાં થતો ડાયાબીટીસ રેટાઇનોપેથી તથા જામર (ગ્લુકોમા) ની લેઝર સર્જરી તેમજ ટોસિસ (આંખની પાપણ ઢળી જવી) ની સારવાર અને ઓપરેશન સાથે વિશિષ્ટ સુપર સ્પેશીયાલીટી આઈ કેમ્પનું વિનામૂલ્યે આયોજન ધામેચા આઈ હોસ્પિટલ પેરેડાઈઝ ફુવારા પાસે, પોરબંદર ખાતે કરવામાં આવેલ છે.
આ કેમ્પમાં સારવાર લેવા ઈચ્છતા દર્દીઓએ પોરબંદરના આંખના નિષ્ણાંત તબીબોની હોસ્પીટલમાં કેમ્પની તારીખ પહેલાના કોઈપણ શુક્રવારે સાંજે ૫ થી ૬ દરમિયાન પોતાની આંખની તપાસ કરાવી ડોક્ટર પાસે નોંધાવી તે અંગેનું કાર્ડ મેળવી લેવાનું રહેશે. પોરબંદરના તમામ આંખના નિષ્ણાંત ડોક્ટરશ્રીઓ આ માટે પોતાની માનદ સેવા પૂરી પાડી વિનામૂલ્યે તપાસ કરી સહયોગ પૂરો પાડશે. જેમાં.
૧, ડૉ.પુષ્પાબહેન દયલાણી, ૨, ડૉ. મનોજભાઈ જોશી, 3, ડૉ નિમીષાબહેન મહેતા, ૪. ડૉ.કાનાભાઈ ગરેજા, ૫,ડૉ પરબતભાઈ ઓડેદરા, ૬. ડૉ. નયનભાઈ જેઠવા, ૭. ડૉ. નિખીલભાઈ રૂપારેલીયા, ૮. ડૉ.યશસ્વિનીબહેન બદીયાણી, તથા ભાવસિંહજી સિવિલ હોસ્પિટલ ખાતે ૯. ડૉ.વિભૂતિબહેન કોરિયા, સોમ, બુધ, શુક્ર સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ નો સમાવેશ થાય છે. ૧૦. ડૉ જીગરભાઈ જોશી (ધામેચા હોસ્પિટલ) આ કેમ્પના સ્પોન્સર એટલે મનોરથી શ્રી રમણ વિશ્રામ જોગીયા અને શ્રીમતી અનસુયાબહેન વિશ્રામ જોગીયા (યુ.કે.) છે.
૨. તારીખ ૦૫/૧૦/૨૪ ના રોજ લાયન્સ હોસ્પિટલ, પોરબંદર ખાતે પલ્મોનોલોજી કેમ્પ (ફેફસા અને શ્વાસના દર્દોનો કેમ્પ)નું આયોજન કરવામાં આવેલ છે. પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ સ્વર્ગસ્થ રતનમૈયા તાપડિયાના સ્મરણાર્થે યોજાઈ રહેલા આ કેમ્પમાં સૌરાષ્ટ્રના સુવિખ્યાત અને સીનીયર મોસ્ટ પલ્મોનોલોજીસ્ટ ડૉ.જયેશભાઈ ડોબરિયા પોતાની માનદ સેવા પૂરી પાડશે. આ કેમ્પમાં પી.એફ.ટી. (પલ્મોનરી ફંક્શન ટેસ્ટ) અને સી.ટી.સ્કેન પણ વિનામૂલ્યે કરી આપવામાં આવશે.
- તારીખ ૦૬/૧૦/૨૪ ના રોજ સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે એક ‘મેગા સુપર સ્પેશિયાલીટી કેમ્પ’ નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજકોટની લબ્ધ પ્રતિષ્ઠિત ગોકુલ હોસ્પિટલના ડૉ.પ્રકાશભાઈ મોઢા અને તેઓની ટીમના સુપર સ્પેશીયાલીસ્ટ ડોકટરો પોતાની માનદ સેવાઓ પૂરી પાડશે. આ કેમ્પમાં ન્યુરોલોજી, કાર્ડીઓલોજી, યુરોસર્જરી, જોઈન્ટ રીપ્લેસમેન્ટ,, સ્પાઈન સર્જરી, ફીજીશ્યન, જનરલ સર્જન, ડેન્ટલ સર્જન અને ફિજીયોથેરાપી બ્રાંચના નિષ્ણાંત તબીબોની સેવાનો લાભ પ્રાપ્ત થશે.
૪. દિવ્યાંગ સાધન સહાય કેમ્પ : તારીખ ૦૬/૧૦/૨૪ ના રોજ સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે ભાવનગરની ખૂબ જાણીતી પી.એન.આર.સોસાયટીના નિષ્ણાંતો દ્વારા દિવ્યાંગોને તપાસવામાં આવશે અને તેમને જરૂર પ્રમાણેના સાધનો. અબાવની પ્રોસથ્રેસીસ, અબાઉ એલ્બો પ્રોસથ્રેસીસ, બિલો એલબો પ્રોસથ્રેસીસ, કેલીપર, ની બ્રેસ વગેરે સાધનો સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે વર્કશોપ ઊભો કરી ત્યાં જ તૈયાર કરી તારીખ ૦૯/૧૦/૨૪ ના રોજ લાભાર્થીઓને વિનામૂલ્યે આપવામાં આવશે.
૫. તારીખ ૦૮/૧૦/૨૪ ના રોજ સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે નેત્રમણી સાથેના નેત્રમણી સાથેના નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શિવાનંદ મિશન આઈ હોસ્પિટલ વીરનગરના નિષ્ણાંત ડોકટરો પોતાની માનદ સેવા પૂરી પાડશે. મોતિયાના એટલે કે કેટ્રેકના પસંદ થયેલ દર્દીઓને ખાસ મારફત વીરનગર લઇ જઈ નેત્રમણી સાથે ઓપરેશન કરી બે દિવસ પછી પોરબંદર પરત મૂકી જવામાં આવશે.
૬. દંતયજ્ઞ (ડેન્ટલ કેમ્પ) : પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ દંતવૈદ્ય લાભુભાઈ શુક્લ મેમોરીયલ કલીનીક ગૌરીડદ રાજકોટના જાલંધર બંધ યોગ પદ્ધતિના સુવિખ્યાત દંતવૈદ્ય હર્ષદભાઈ જોશી, દંતવૈદ્ય સરોજબહેન જોશી અને તેમની ટીમ દ્વારા સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે તારીખ ૦૩/૧૦/૨૪થી તારીખ ૧૧/૧૦/૨૪ સુધી સવારે દાંત અંગેના દર્દોની સઘન સારવાર પૂરી પાડવામાં આવશે.
સુપર સ્પેશિયાલીટી આઈ કેમ્પ સિવાયના તમામ કેમ્પના મનોરથી તરીકે સાંદીપનિના ટ્રસ્ટીશ્રી દાદાજી બજરંગલાલ તાપડિયા સેવા આપશે.
ઉપરોક્ત તમામ મેડીકલ કેમ્પસમાં લાભાર્થી દર્દીઓને શારીરિક તપાસ ઉપરાંત તમામ લેબોરેટરી તપાસ (બ્લડ-યુરીન), ઈ.સી.જી.(કાર્ડિયોગ્રામ), સોનોગ્રાફી, એક્સ-રે, પી.એફ.ટી., સી.ટી.સ્કેન વગેરે તમામ તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. ઉપરાંત પાંચ દિવસની standard દવાઓનો કોર્સ પણ જરૂરી દર્દીઓને વિનામૂલ્યે પૂરો પાડવામાં આવશે. દિવ્યાંગ લોકોને જરૂરી તમામ સાધન સહાય વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.
શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ – ૨૦૨૪ દરમ્યાન યોજાનાર ઉપરોક્ત તમામ કેમ્પના કૉ.ઓર્ડીનેટર ડૉ. સુરેશભાઈ ગાંધી અને પૂર્વ સી.એમ.ઓ. તથા સાંદીપનિના ટ્રસ્ટી ડૉ.ભરતભાઈ ગઢવી સેવા આપશે. જેમના કોન્ટેક્ટ નંબર ૯૭૧૨૨૨૨૦૦૦ છે.