પોરબંદરની નિરમા ફેકટરી પાછળ આવેલ સૌરાષ્ટ્રની પ્રખ્યાત હઝરત વલીયનશાહ પીરની દરગાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્ષની શાનદાર ઉજવણી થઈ હતી.
ઉર્ષની આગલી રાત્રે સંદલ શરીફ કોડીનારથી ખાસ પધારેલ મહેમાને ખુશુસી પીરેતરીકત સૈયદ હાજી રફીકબાપુ કાદરીના હસ્તે ચડાવવામાં આવ્યું હતું. ત્યારે જેતપુરથી સૈયદ અસલમબાપુ, વેરાવળથી સૈયદ ફરીદબાપુ કાદરી, જામનગરથી સૈયદ અબ્બાસબાપુ સહિતના સૌરાષ્ટ્રના સૈયદ સાદાતે કીરામ, ઓલમા -એ-કીરામ પણ ખાસ ઉપસ્થિત હતા.
ઉર્ષ શરીફ નિમિતે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા તથા નિરમા ફેકટરીના હોદેદારોના હસ્તે દાયકાઓ જુની પરંપરા મુજબ ઉર્ષની પહેલી ચાદર દરગાહમાં ચડાવવામાં આવી હતી. આ ચાદરપોશીના પ્રોગ્રામમાં ખાસ પધારેલ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, કોંગ્રેસ સીનીયર અગ્રણી સામતભાઈ ઓડેદરા તથા નિરમા કંપનીના પટોડીયા, પ્રકાશ પટેલ, સવાણી અને પોરબંદરના અનેક સામાજીક, સેવાકીય, રાજકીય, જમાતોના આગેવાનો, પ્રમુખો, અગ્રણીઓ ઉપસ્થિત હતા.
પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાનું કોડીનારથી ખાસ પધારેલા સૈયદ હાજી રફીકબાપુ કાદરી તથા હઝરત વલીયનશાહપીરના ખાદીમ સૈયદ સાદીકર્મીયાબાપુ બુખારી તથા બસ તેરા કરમ ગ્રુપના અકબર સેલોત (એડવોકેટ), સમસ્ત સિપાઈ જમાતના પ્રમુખ ફેઝલખાન પઠાણ, પંજેતન ગ્રુપના અઝીમબાપુ કાદરી, યુસુફભાઈ શેરવાની ના હસ્તે શાલ ઓઢાડી સન્માનિત કરેલ હતા. અને સામતભાઈ ઓડેદરા તેમજ નિરમા કંપનીના પદાધિકારીઓનું દરગાહના ખાદીમ દ્વારા શાલ ઓઢાડી સન્માનિત કરેલ હતા.
ત્યારબાદ સાંજે આમ ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો હિન્દુ-મુસ્લિમ ભાઈ-બહેનોએ ન્યાઝનો લાભ લીધો હતો. ઉર્ષશરીફ નિમિતે દરગાહમાં આકર્ષક રોશનીનો ઝળહળાટ પણ કરવામાં આવ્યો હતો. આ ઉર્ષના કાર્યક્રમોને સફળ બનાવવા માટે સૈયદ સાદીકર્મીયા હાસીમીંયા બુખારી ના સાહબજાદા મોહમ્મદમુસ્તુફાબાપુ બુખારીના નેજા હેઠળ મયુરસિંહ ગોહીલ, રાકેશભાઈ ગોહેલ, સલીમભાઈ મંધરા, જાવેદભાઈ જોખીયા, મહેબુબખાન, અમુભાઈ નૌવ્હી, એડવોકેટ અકબર સેલોત, અમુભાઈ સામતાણી (કસ્ટમવાળા), રહીમભાઈ કુરેશી, સહિતના બસ તેરા કરમ ગ્રુપ, પોરબંદર અને બસ તેરા કરમ ગ્રુપ જામનગર ના સભ્યોએ ખાસ જહેમત ઉઠાવી હતી. આમ બસ તેરા કરમ ગ્રુપ અને હઝરત વલીયનશાહ વકફ ટ્રસ્ટ દ્વારા ઉર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.




