પોરબંદર સહીત સૌરાષ્ટ્રની પ્રખ્યાત હઝરત વલીયનશાહ પીરની દરગાહે ઉર્ષનું આયોજન કરાયું છે.
પોરબંદરની નિરમા ફેકટરી પાછળ આવેલ સૌરાષ્ટ્રની પ્રખ્યાત હઝરત વલીયનશાહ પીરની દરગાહે ઉર્ષની શાનદાર ઉજવણી થશે. પોરબંદરના છાંયા નિરમા ફેકટરીની પાછળ આવેલ હઝરત વલીયનશાહ પીરની દરગાહ ખાતે મુ.તા. ૧૫ શાબાન અં.તા. ૮-૩-૨૦૨૩ બુધવારે રાત્રે ઈશાની નમાઝ બાદ ગુસલ શરીફનો રૂહાની કાર્યક્રમ યોજાશે તેમજ મુ.તા. ૧૬ શાબાન અં.તા. ૯-૩-૨૦૨૩ ગુરૂવાર સાંજે ૬:૦૦ કલાકે ચાદર પોશી તેમજ સાંજે અસરની નમાઝ બાદ ન્યાઝ અને રાત્રે ઈશાની નમાઝ બાદ મિલાદશરીફ યોજાશે . આ કાર્યક્રમોમાં પીરેતરીકત સૈયદ હાજી રફીકબાપુ કાદરી મહેમાને ખુશુસી તરીકે ઉપસ્થિત રહેશે.આ નૂરાની કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા ખલીફા – એ – શૈખુલ ઈસ્લામ , ખલીફા – એ – રફીકબાપુ કાદરી સૈયદ મોહંમદ સાદીકીંયા હાસીમીંયા બુખારી ( પંજેતની –કાદરી – ચિશ્તી ) દ્વારા સૌને ઉપસ્થિત રહી નૂરાની કાર્યક્રમોનો લાભ લેવા યાદી પાઠવવામાં આવી છે.



