કુતિયાણા ના ચૌટા નજીક ટ્રક માંથી ૪૮૦ પાઉચ દારૂ સાથે બે શખ્સો ને એલસીબી ટીમે ઝડપી લીધા છે.
પોરબંદર એલસીબી ટીમ પેટ્રોલિંગ માં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે રાજકોટ થી પોરબંદર તરફ એક ટ્રક નં. જીજે -5-એક્સ -8729 આવે છે. જેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. જેથી કુતીયાણા ચૌટા ગામ નજીક રાજકોટ થી પોરબંદર આવતા હાઇવે રોડ ઉપર ઓવરબ્રીજ ચડતા ટ્રક પસાર થતા પોલીસે ટ્રક ને અટકાવી તલાશી લેતા તેમાંથી રૂ ૩૩,૬૦૦ ની કીમત ના ૧૮૦ એમ એલ દારૂ ભરેલ ૪૮૦ પાઉચ મળી આવ્યા હતા. આથી પોલીસે ટ્રક માં રહેલ લખમણ કારાભાઇ કારાવદરા (ઉ.વ.૪૮ રહે. છાંયા ડો.હાથીના દવાખાના પાસે ખોડીયાર સોસાયટી) તથા મોહન માંડણભાઇ પરમાર (ઉ.વ.૫૩ રહે. પંચવટી સોસાયટી મીરા પ્રોવીઝન સ્ટોર પાસે)ની ધરપકડ કરી દારૂ અને ટ્રક મળી કુલ રૂ. ૧૦,૩૩,૬૦૦ નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
