Tuesday, December 6, 2022

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં ટ્રાફિક પોલીસે વાહનચાલકો ને પાવતી ના બદલે ફૂલ આપ્યા

પોરબંદરમાં ટ્રાફિક નીયમનો ભંગ કરનાર વાહન ચાલકોને પોલીસે ફૂલ આપી દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

પોરબંદર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીની સૂચના મુજબ ટ્રાફિક શાખાના પીએસઆઇ કે.બી.ચૌહાણ તથા ટ્રાફીક પોલીસ અને ટ્રાફિક બ્રીગેડના જવાનોને સાથે રાખી શહેરના અલગ-અલગ વિસ્તારોમા ટ્રાફિકની કામગીરી કરવામાં આવી હતી. અને ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેરમાં દિવાળીના તહેવારમા લોકો મોટી સંખ્યામા ખરીદી માટે થઇને બજારોમા નીકળતા હતા. ત્યારે ખરીદી માટે આવતા લોકો ટ્રાફિક નિયમોનો ભંગ કરતા પણ જોવા મળ્યાં હતા. ટ્રાફિક નિયમનના ભંગ કરતા વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા અનોખી રીતે શુભેચ્છા પાઠવી હતી.

જેમા શહેરના હનુમાન ગુફા, રાણીબાગ,ડ્રીમલેન્ડ, બંગડી બજાર જેવા વિસ્તારોમાં ટ્રાફિકના નિયમોનું ભંગ કરનારા વાહન ચાલકોને ફૂલ આપી દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. ભવિષ્યમાં ટ્રાફિક નિયમોનો ઉલ્લંઘન નહીં કરવા અંગેની સમજણ આપવામાં આવી હતી.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે