Saturday, April 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના સહજાનદ સ્વામી જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

પોરબંદર ના સહજાનદ સ્વામી જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

પોરબંદર ના સત્સંગ શિક્ષા પરિષદ્‌, છાયા સંચાલિત અને ગુજકોષ્ટ ગાધીનગર માન્ય શ્રીસહજાનદસ્વામી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા નિયામક શાસ્ત્રી સ્વામી ભાનુ પ્રકાશદાસજીના સંપૂણ માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંતર્ગત તા ૨૮ ના રોજ ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં ડુ ઈટ યોર સેલ્ફ કાર્યશાળા, મોડેલ મેકીંગ કાર્યશાળા અને વિદ્યાર્થીઓ સાથે સવાદ જેવા ત્રિવિધ કાર્યક્રમોમાં પે. સેન્ટર કન્યા શાળાના મિતેશભાઈ ગૌસ્વામી અને કન્યા શાળાના કેયુરભાઈ જોષી તજજ્ઞો તરીકે ખાસ હાજર રહયા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં કો-ઓર્ડિનેટર વિવેકભાઈ ભટ્ટ દ્રારા તજજ્ઞો અને મહાનુભાવોના શાબ્દિક સ્વાગત અને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી શા માટે થાય છે તેના પર ચર્ચા કરી હતી. આ કાર્યશાળામાં દ્વારા વિદ્યાર્થીઓ પાસે રોકેટનું મોડેલ બનાવડાવી એરો ડાયનેમીકસ અને રોકેટ કયા સિઘ્ઘાતો ઉપર કાર્ય કરે છે તેની તલ સ્પર્શી માહિતી આપી હતી. ઉપરાંત વિક્રમ સારાભાઈ તથા એ.પી.જે. અબ્દુલ કલામના જીવન અને તેમના દ્વારા અવકાશ વિજ્ઞાનમાં આપેલ સિઘ્ધીઓ પર ચર્ચા કરી હતી. યુ.એન. દ્વારા ૨૦૨૩ના વર્ષને શા માટે આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ જાહેર કરવામાં આવ્યુ તેના પર માહિતી આપી તથા બાજરી દ્રાવ્ય અને અદ્રાવ્ય બને પ્રકારના આહારદ્રવ્ય થી સમૃધ્ધ છે અને બાજરીમાં અદ્રાવ્ય ફાયબરને પ્રિબાયોટીક તરીકે ઓળખવામાં આવે છે, ઉપરાત બાજરી મનૃષ્યના પાચનતંત્રમાં ખોરાકના પાચન કરતા બેકટેરીયાને ટેકો આપે છે અને ખોરાકના પાચનમાં મદદરૂપ થાય છે તથા બાજરીના વિવિઘ ફાયદાઓ જણાવી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.

ડુઈટ યોર સેલ્ફ વર્કશોપ આ વર્કશોપમાં તજજ્ઞો દ્વારા વિધાર્થીઓને વિવિધ ઈલેકટ્રોનીકસના વિવિધ સેન્સરો જેવાકે આઈ.આર.સેન્સર,મેટલ ડિટેકટર સેન્સર, ટેમ્પરેચર સેન્સર અને સ્મોક સેન્સર જેવા સેન્સરોની પ્રયોગિક માહિતી આપી વિદ્યાર્થીઓને પોતાની જાતે વિચારીને વિવિઘ પ્રોજેકટ કરાવ્યા હતા. આ કાર્યક્રમમાં ૭૫ જેટલા વિધાર્થીઓ લાભાન્વિત થયા હતા.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે