Saturday, April 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

ભારત તિબ્બત સંઘ માં પોરબંદર ના યુવાનો ની નિમણુક કરાઈ

ભારત તિબ્બત સંઘ ના યુવા પ્રમુખ તરીકે પોરબંદર ના મયુર જોશી અને મહામંત્રી તરીકે કુણાલ કુછડીયા (રજવાડી) ની નિમણુંક કરવામાં આવી છે.

ભારત તિબ્બત સંઘ યુવા વિભાગ ના પ્રદેશ મંત્રી કર્મ ઢેબર અને પ્રદેશ ના મંત્રી હરીશભાઈ મચ્છર ના અનુરોધ થી પ્રદેશ અધ્યક્ષ ભાવેશ ભાઈ (બાપજી ) દ્વારા પોરબંદર જીલ્લા ના યુવા અધ્યક્ષ તરીકે મયુર જોશી અને મહામંત્રી તરીકે કુણાલ કુછડીયા ની નિમણુક કરવામાં આવી છે. જયારે સમગ્ર ટીમ ની વાત કરવામાં આવે તો ઉપ પ્રમુખ તરીકે કેવલ બોખીરીયા ,રાજકુમાર ચક, પાર્થ રાજપૂત,આનંદ શુક્લા જયારે મંત્રી તરીકે ઉત્સવ ભટ્ટ, રોહિત જોશી, હરિશ બોર્સિયા, મયુર કુહાડા, કોષાધ્યક્ષ તરીકે મિત પૈડા, લેખન કાર્ય સંયોજક માં વૈભવ થાનકી, જીલ્લા વિભાગ સંયોજક તરીકે મનસુખ વ્યાસ, કાર્યાલય મંત્રી જીરાગ પરમાર ,પ્રવક્તા તરીકે દીપ પરમાર, વિશેષ આમંત્રિત સભ્યો તરીકે કુલદીપ ગોસ્વામી, ઓડેદરા નિખિલ, આનંદ નાન્ધા, રાઘવ મહેતા, હરિત થાનકી ની નિમણુક કરવામાં આવી છે.

જયારે જીલ્લા ના કારોબારી સભ્યો તરીકે રુચિત ગોડિયા વિષ્ણુ ,થાનકી રીતેશ ,જીગ્નેશ ગોહેલ ,મહેશ જેઠવા,પારસ પોસ્તરીયા,જયેશ ભુતિયા,સ્મિત મહેતા,હિત જોશી,સાગર મોઢા,ચાર્લ્સ સિંધવ ની નિમણુક કરવામાં આવી છે.
પૂર્વ માં વિદ્યાર્થી પરિષદ માં નગરમંત્રી રહી ચુકેલા અને અધ્યક્ષ મયુર ભાઈ એ જણાવ્યું હતું કે ભારત-તીબ્બત સંઘ એ ભારત અને તિબ્બતના સંબંધોને મજબૂત બનાવવા માટે સંકલન અને સમન્વય કરનારું સંગઠન છે . પોરબંદર ની યુવા ટીમ ખુબ ઉત્સાહી છે અને લોકો વચ્ચે જવા માટે ઉત્સુક છે અને તેની ઉત્સુકતા નો અને ટીમ વર્ક નો ગર્વ છે. સંગઠન નો ઉદ્દેશ તીબ્બતની આઝાદી અને કૈલાસ માનસરોવરની મુક્તિનો છે.

20 ઓક્ટોબર 1962 પોતાની આદતથી મજબૂર સામ્રાજ્યવાદી , કટ્ટરપંથી વિસ્તારવાદી ચીને ભારતની મિત્રતાનો દૂર ઉપયોગ કરી તિબ્બત તથા માનસરોવર ને હડફી લીધા.ત્યારબાદ ચીન સતત અન્ય વિસ્તારો પર પણ પોતાનો અધિકારીકતા દર્શાવતો રહ્યો. આ થઇ રહેલા દમન મુદ્દે લડાઈ કરનારા લોકો ને સાથ મળે અને લોકો માં આ મુદ્દે જાગૃતિ આવે તે માટે ના પ્રયાસો , રાષ્ટ્રીય સુરક્ષા અને સરહદી બાબતો ની સંવદેના લોકો માં જાગૃત કરવાનું કાર્ય, રાષ્ટ્રવાદ ની વળગી ને રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ ના આદર્શો ને અનુલક્ષી ને ભારત તિબ્બત સંઘ લોકો વચ્ચે કાર્ય કરતું આવ્યું છે અને કરતું આવશે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે