Friday, April 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

તાજાવાલા ઈન્ટર ડિસ્ટ્રીકટ ટુર્નામેન્ટમાં પોરબંદરની ટીમ રનર્સ અપ રહી

તાજાવાલા ઇન્ટર ડિસ્ટ્રીકટ ટુર્નામેન્ટમાં પોરબંદરની ટીમનો દસ રને પરાજય થયો છે. હાર અને જીત રમતનો ભાગ છે ત્યારે ટીમ વધુ સારું પ્રદર્શન કરે તે માટે જિલ્લા ક્રિકેટ એસો.ના હોદ્દેદારોએ આશા રાખી હતી.

પોરબંદર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશનના સેક્રેટરી મોહનભાઇ કિશોરની યાદી જણાવે છે કે રાજકોટ ખાતે તાજાવાલા ટુર્નામેન્ટનો ફાઇનલ મેચ રમાયેલો જેમાં પોરબંદરની ડિસ્ટ્રીકટ ક્રિકેટ ટીમ ભારે સંઘર્ષ બાદ ૧૧ રને પરાજિત થયેલ. રાજકોટ રુલરની ટીમે ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૨૭૦ રન બનાવ્યા હતા. જેની સામે પોરબંદર જિલ્લાની ટીમ ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૨૬૦ રન બનાવી શકી હતી.

પોરબંદર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ રણછોડભાઇ શિયાળ, એકઝીકયુટીવ વાઇસ પ્રેસીડન્ટ રાજેશ જાડેજા, સુરેશભાઇ કોટેચા, પરેશભાઈ સીમરીયા, વિજયભાઇ થાનકી તથા સર્વે કારોબારી સભ્યો, એસોસીએશનના મેમ્બર્સ તથા સર્વે જિલ્લા ક્રિકેટ એસોસીએશનના ખેલાડીઓએ ટીમને ફાઇનલ મેચ સુધી પહોંચી અને ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. ટીમે બેટીંગ, બોલીંગ અને ફિલ્ડીંગ એમ ત્રણેય પાસાઓમાં ધ્યાને દોરે તેવું પ્રદર્શન કરી સૌરાષ્ટ્રની અન્ય ટીમોને પરાજીત કરેલ અને તેજ પ્રદર્શન ફાઇનલમાં કરેલ પરંતુ હરીફ ટીમને બરાબરની ટક્કર આપી અંતિમ પલ સુધી મેચને જીવંત રાખેલ. હાર અને જીત રમતનો ભાગ છે. અને સારી ટીમ સામે સારું પ્રદર્શન કર્યુ તેની ટીમ અને પોરબંદર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશનને ગૌરવ છે. ભવિષ્યમાં વધુ સારૂ ટીમ પ્રદર્શન કરશે તે માટે ટીમ ઉત્સાહિત હોવાનું પણ જણાવ્યું હતું.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે