પોરબંદરને 5,000 જેટલા વૃક્ષો દ્વારા હરિયાળું બનાવવાનો આગેવાનો દ્વારા સંકલ્પ લેવાયો છે. ત્યારે જી ટી પી એલ ના સૌરાષ્ટ્રના કચ્છના ડાયરેક્ટર અને પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખે પોતાના જન્મદિવસ નિમિત્તે 2000 જેટલા વૃક્ષોનું આરોપણ કરવાનો સંકલ્પ લીધો છે. જેને શહેરીજનોએ બિરદાવ્યો છે.
તાજેતરમાં જ પોરબંદરના સામાજિક આગેવાનો રામદેવભાઈ મોઢવાડિયા, પ્રવીણભાઈ ખોરાવા અને ધર્મેશભાઈ પરમાર સહિત પર્યાવરણપ્રેમીઓએ દ્રઢ સંકલ્પ કરીને પોરબંદર શહેરમાં પાંચ હજાર જેટલા વૃક્ષો ના ઉછેર કરવાનો સંકલ્પ કર્યો હતો અને તેમના આ મહા અભિયાનમાં શહેરીજનો સાથ આપે તેવી અપીલ કરી હતી. દરમિયાનમાં જી ટી પી એલ ના સૌરાષ્ટ્ર કચ્છના ડાયરેક્ટર અને પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવાનો ગઈકાલે જન્મ દિવસ હોવાથી તેમણે એવો સંકલ્પ જાહેર કર્યો હતો કે પોરબંદર શહેરમાં તેમના દ્વારા ટીમવર્ક થી 2000 જેટલા વૃક્ષો વાવવામાં આવશે અને તેમાં પોરબંદરમાં પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, અને ડિજિટલ મીડિયા ના પત્રકારો અને કર્મચારીઓનો પણ સાથ સહયોગ રહેશે.
તેમણે એવું જણાવ્યું હતું કે પોરબંદર શહેરને લીલુંછમ બનાવવાના ભાગરૂપે હજારો વૃક્ષોના વાવેતર કરવાની આગેવાનોએ જે જહેમત ઉઠાવીને અભિયાન શરૂ કર્યું છે તેને વેગવંતુ બનાવવા માટે નું બીડું અમે ઝડપી લીધું છે. કારણ કે પત્રકારોનું કામ માત્ર સમાચાર પહોંચાડવાનું જ નથી પરંતુ પોરબંદરના પત્રકારો હર હંમેશ સમાજ માટે જીવતા આવ્યા છે અને શહેર અને જિલ્લા માટે બનતું કરી છુટતા હોય છે ત્યારે આપણે કોરોના વખતે ઓક્સિજનની જે અછત જોઈ હતી તેના ઉપરથી સ્પષ્ટ પણે સાબિત થાય છે કે ઓક્સિજનની શું મહત્વતા છે તેથી હવે જીટીપીએલ સમાચાર પહોંચાડવાની સાથોસાથ પોરબંદર વાસીઓને ઘરે ઘરે ઓક્સિજન પહોંચે તે માટે 2000 જેટલા વૃક્ષો વાવીને તેનો ઉછેર કરવા માટેનું આયોજન સદભાવના ટ્રસ્ટ ને સોંપીને મહા અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે તેમ જણાવીને રાજભા જેઠવા એ વૃક્ષારોપણની મહત્વતા પણ ઊંડાણથી સમજાવી હતી.
ગઈકાલે રાજભા જેઠવાના જન્મદિવસ નિમિત્તે તેમણે એવું જણાવ્યું હતું કેવૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોનાં પર્ણો પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો જાતજાતનાં ફળો આપે છે. વૃક્ષોનાં મૂળિયાં જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. કેટલાંક વૃક્ષોના મૂળિયાં અને પર્ણો ઔષધિ તરીકે વપરાય છે. કેટલાંક વૃક્ષોના પાન પડિયા-પતરાળા બનાવવાના કામમાં આવે છે. વૃક્ષો વાદળાંને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે Θ. વળી વૃક્ષો ધરતીની શોભા છે. વૃક્ષો વિનાની ઘરતી કેશ વિશ્રેણા શીશ જેવી ઉજજડ લાગે છે. આપણા દેશમાં થોડા વર્ષો પૂર્વે ગાઢ જંગલો આવેલાં હતાં. એ જંગલોમાં અનેક હિંસક પશુઓ વસવાટ કરતા. જંગલોથી પશુઓનું અને પશુઓથી જંગલોનું રક્ષણ થાતું વાતાવરણમાં ઠંડક રહેતી. હવા શુદ્ધ રહેતી.
પુષ્કળ વરસાદને કારણે વૃક્ષોમાં વધારો થતો. પરંતુ વસ્તીનો સતત વધારો થતાં રહેઠાણ માટેનાં મકાનો, નિશાળો, કારખાના, સડકદે રેજમાર્ગ વગેરે બનાવવા માટે જમીનની જરૂરિયાત ઊભી થઈ. વળી બળતણ માટે અને ઘરનું રાચરચીણું બનાવવા માટે પણ લાકડાની જરૂર પડી. આથી આડેઘડ જંગલો કપાતાં ગયાં. પરિણામે જંગલીનો વિસ્તાર ઘટતો ગયો. માનવીએ પોતાની વધતી જરૂરિયાતને કારણે આડેઘડ માનવવસાહતો સ્થાપી. આને કારણે ખેતીલાયક જમીન પણ ઓછી થવા લાગી. બીજી બાજુ જેટલાં વૃક્ષો કપાયો, તેટલા પ્રમાણમાં નવાં વૃક્ષો ઉગાડવામાં આવ્યો નહિ. પરિણામે વસ્પતિ ઘટતાં વરસાદનું પ્રમાણ સતત ઘટતું રહ્યું અને ભૂગર્ભજળનું સાર સતત નીચું ઊતરતું ગયું. રહી રહીને હવે આપણને વૃક્ષોનું મહત્વ સમજાવા લાગ્યું છે અને વસ્તીવિસ્ફોટ પર અંકુશ રાખવાનો પણ ખ્યાલ આવ્યો છે. આથી આપણે કેટલાંક સૂત્રો પ્રચલિત કર્યા છે : “પૃક્ષો વાવો, જીવન બચાવો’, ‘વૃક્ષ જતન, આબાદ વતન, એક બાળ, એક ઝાડ, વગેરે. આ બધા સૂત્રોમાં વૃક્ષોનો મહિમા સૂચવાયો છે. 5મી જૂન “વિભા પર્યાવરણદિન” તરીકે ઊજવાય છે તે દિવસે વૃક્ષો અને પર્યાવરણના રક્ષણ માટેના ઉપાયોની ચર્ચા-વિચારણા થાય છે. તેમાં વૃક્ષારોપણને ખૂબ મહત્વ આપવામાં આવે
વૃક્ષો કુદરતી હવા ફિલ્ટર્સ તરીકે કામ કરીને હવાની ગુણવત્તા માં વધારો કરે છે જે પાંદડા, ડાળી અને થડમાં ફસાઈને વાતાવરણમાંથી ધૂળ, અને ધુમાડો કાઢે છે. ફક્ત 1 હેક્ટર જંગલ વાતાવરણમાંથી દર વર્ષે 4 ટન ધૂળ કાઢી શકાય છે. ઝાડ હવા અને રેચક રાસાયણિક તત્વોથી ગ્રીનહાઉસ ગેસ ને દૂર કરીને ‘ગ્રીનહાઉસ’ ના પરિણામ ને ફરીથી કાપી નાખે છે. દર વર્ષે, એક પરિપકવ વૃક્ષ 10 લોકો માટે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ઉત્પન્ન કરે છે.
આપણા જીવનમાં વૃક્ષો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને પર્યાવરણ માટે એક આદર્શ સેવા પ્રદાન કરે છે. આપણે તેમને કોઈપણ રીતે સુરક્ષિત રાખ્યા નથી અને તેથી જ આજે આપણે ગ્લોબલ વોર્મિંગ, તીવ્ર પ્રદૂષણ અને વન નાબૂદીના અન્ય નુકસાનકારક અસરો થી પ્રભાવિત થઈ રહ્યા છીએ. આ ગ્રહ પર ટકી રહેવા માટે વૃક્ષોની સારવાર કરવી અને તેની ખૂબ સારી દેખરેખ રાખવી જ જોઈએ. આપણે બીજાઓને વધુને વધુ વૃક્ષો વાવવા પ્રોત્સાહિત કરવા જોઈએ. આ આપણા પોતાના સુધારણા માટે છે અને જેટલી વહેલી તકે આપણે તેને સમજીશું, તે આપણા માટે વધુ સારું રહેશે. તેમ જણાવીને રાજભા જેઠવા એ પોરબંદર શહેરને હરિયાળું બનાવવા માટેના અભિયાનમાં 2000 વૃક્ષોનું વાવેતર કરવા માટે ની તૈયારી બતાવી હતી અને તેમના આ સંકલ્પને પોરબંદર ના નગરજનોએ વધાવ્યો હતો તથા જન્મદિવસની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ આપી હતી.
વર્ષોથી સામાજિક જવાબદારી નિભાવતું આવ્યું છે પોરબંદરનું પત્રકારત્વ જગત
પોરબંદરના પત્રકારો માત્ર સમાચાર આપીને જ પોતાની જવાબદારી પૂર્ણ નથી કરતા પરંતુ તેની સાથોસાથ સમાજ માટે હર હંમેશ નવું નવું આપવાના પ્રયત્નો કરે છે અને સમાજને મદદરૂપ બને છે. પોરબંદરનું પત્રકારત્વ જગત વર્ષોથી સામાજિક જવાબદારી નિભાવતું આવ્યું છે અને તેના ભાગરૂપે જ પોરબંદર શહેરને હરિયાળું બનાવવા માટેના અભિયાનમાં પોરબંદરના તમામ પત્રકારો જોડાયા છે અને રાજભા જેઠવા ના જન્મદિવસ નિમિત્તે લેવાયેલા સંકલ્પના સહભાગી બનવા માટે જોડાયા છે
જન્મદિવસ નિમિત્તે ખાણીપીણીની પાર્ટીને બદલે વૃક્ષારોપણની પાર્ટી પણ મિત્રો સાથે કરી શકાય: રાજભા જેઠવા
લોકો પોતાના જન્મદિવસ નિમિત્તે પાર્ટીનું આયોજન કરીને લખલૂટ ખર્ચ કરતા હોય છે ત્યારે પોરબંદરમાં રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા એ તેમના જન્મદિવસ નિમિત્તે પાર્ટીનું આયોજન કરવાને બદલે શહેરને હરિયાળું બનાવવા માટેનો સંકલ્પ લીધો છે ત્યારે તેમણે એવું જણાવ્યું હતું કે મિત્ર વર્તુળ સાથે ખાણીપીણીની પાર્ટી તો બધા જ કરતા હોય છે પરંતુ દોસ્તો સાથે વૃક્ષારોપણની પાર્ટી કરી શકાય છે, અને એ જ પાર્ટી સાચી પાર્ટી છે તેમ ઉમેર્યું હતું.