Thursday, April 25, 2024

|| तुम रक्षक काहू को डरना ||

છાયા લોહાણા મહાજનના પ્રમુખે ૨૪ વર્ષ પહેલા પોતાના ૧૯ વર્ષના પુત્રના લગ્ન કરાવી નાખ્યાની પોલીસ માં અરજી

છાયા લોહાણા મહાજનના પ્રમુખે ૨૪ વર્ષ પહેલા પોતાના ૧૯ વર્ષના પુત્રના લગ્ન કરાવી નાખ્યાની ફરીયાદ અરજી ખુદ તેની પુત્રવધુએ જ એડવોકેટ મારફતે કરતા અને પતિ, સાસુ-સસરા સામે ફોજદારી ગુન્હો નોંધવાની માંગ કરતા ભારે ચકચાર જાગી છે.

પોરબંદરના એડવોકેટ ભરતભાઇ લાખાણીએ જણાવ્યું છે કે છાયા લોહાણા મહાજનના પ્રમુખ લલીતભાઇ રામજીભાઇ કોટેચાના પુત્રવધુ નિમિષાબેન કેતનભાઇ કોટેચા દ્વારા જિલ્લા પોલીસ વડાને તમામ આધાર પુરાવા સાથે એવી ફરીયાદ અરજી આપેલ છે. કે તેના પતિ કેતનભાઇ કોટેચા સાથે તા. ૧૧/૭/૧૯૯૯ ના રોજ પોરબંદરની લોહાણા જ્ઞાતિની ભદ્રકાલી મંદિર રોડ ઉપર આવેલી મહાજન વંડીમાં લગ્ન થયેલા હતા. અને તે સંબંધે પોરબંદર લોહાણા મહાજન વંડી દ્વારા દાખલો પણ આપવામાં આવેલ છે. પરંતુ તેના સસરા કે જે છાંયા-લોહાણા મહાજનના પ્રમુખ હોય અને તેથી છાંચા લોહાણા મહાજનમાંથી ખોટો દાખલો કઢાવી તા. ૧૧/૭/૨૦૦૧ ના રોજ લગ્ન થયેલા હોવાનું જણાવી ખોટો દાખલો કઢાવી તે મુજબની ખોટી નોંધણી પણ કરાવી લીધેલ છે.

તે પાછળનું કારણ પોતાના પતિની લગ્ન વખતે ઉંમર ૧૯ વર્ષની હોય અને કાયદામાં કોઈપણ પુરૂષની લગ્નની ઉંમર ૨૧ વર્ષની હોય અને તેથી તેઓની સામે બાળ લગ્ન ધારાની ફરીચાદ ન થાય તેવા હેતુથી હોદાનો ગેરઉપયોગ કરી છાંચા લોહાણા મહાજનમાંથી તા. ૧૧/૭/૨૦૦૧ ના રોજ લગ્ન થયેલા હોવાનું જણાવી ખોટો દાખલો કઢાવેલ હોવાનું જણાવેલ છે. એટલું જ નહીં તેમને ત્યાં પ્રથમ દિકરીનો જન્મ તારીખ. ૨/૩/૨૦૦૨ ના રોજ થયેલો હોય અને ખોટા નોંઘણીના દાખલાને કારણે લગ્ન પછી ૭ માં મહિને દિકરી આવી ગયેલ હોય તેવું ઓનપેપર બોલે છે.

વકીલ ભરતભાઇ લાખાણીએ જણાવ્યું હતું કે નિમિષાબેને તેના પતિ કેતન તથા સસરા લલીતભાઈ કોટેચા તથા સાસુ મંગળાબેન કોટેચા દ્વારા કાવત્રુ રચી લગ્નની ઉંમર નહીં હોવા છતા ખોટી ઉંમર જણાવી લગ્ન કરી પાછળથી ખોટા ડોક્યુમેન્ટ બનાવી કરી ખોટી રીતે લગ્નની નોંઘણી કરાવી લીધેલી છે. અને તે રીતે ગંભીર પ્રકારનો ગુન્હો કરેલો છે. અને તેથી આઇ.પી.સી.ની અલગ અલગ કલમો નીચે ગુન્હો નોંધવા તેમના એડવોકેટ ભરતભાઇ લાખાણી મારફતે જિલ્લા પોલીસ વડાને ફરીયાદ અરજી કરેલી છે. તેમજ કમલાબાગ પોલીસને પણ ફરીયાદ અરજી આપેલ છે. અને તે રીતે આ ફરીયાદને કારણે લોહાણા સમાજમાં ચકચાર મચી ગયેલ છે.

છાંચા લોહાણા મહાજનના પ્રમુખે જ પોતાના હોદાનો ગેરઉપયોગ કરી પોરબંદરની લોહાણા મહાજન વંડીમાં લગ્ન થયેલ હોવા છતાં છાંયા લોહાણા મહાજન વંડીમાં લગ્ન થયેલા હોવાનો ખોટો દાખલો કાઢી અને લગ્ન તા. ૧૧/૭/૧૯૯૯ નો બદલે તા. ૧૧/૭/૨૦૦૧ ની ખોટી તારીખ જણાવી ખોટી કાર્યવાહી કરેલી હોય અને તેથી નિમિષાબેન કેતનભાઇ કોટેચા દ્વારા ગંભીર આક્ષેપો કરી ફરીચાદ અરજી અપાયેલ છે અને તટસ્થ તપાસ કરી ગુન્હો નોંધવા માંગ કરી છે ત્યારે આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે