Saturday, September 24, 2022

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા સંરક્ષણદળોમા જોડાવા ઇચ્છતા યુવાનો માટે નિ:શુલ્ક તાલીમ વર્ગોનું આયોજન કરાશે

ગુજરાત સરકાર દ્વારા આર્મી/એરફોર્સ/નેવી/અર્ધલશ્કરી દળો તથા પેરા મીલીટરી ફોર્સસિની ભરતી પૂર્વ શારીરિક તથા માનસિક ક્ષમતા માટેની પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના મુકવામાં આવી છે, જે અંતર્ગત ચાલુ વર્ષે જિલ્લા રોજગાર કચેરી પોરબંદર દ્વારા યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણમાં થાય તે માટે ૩૦ દિવસની એક નિવાસી તાલીમ વર્ગનું આયોજન તા.૧સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન કરવામાં આવશે.

પોરબંદર જિલ્લાના ઈચ્છુક પુરૂષ ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો જેવા કે તમામ શૈક્ષણિક લાયકાતમાં સર્ટિફિકેટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિની દાખલો, બેંક પાસબુક, આધારકાર્ડ તેમજ ૨ પાસપોર્ટ સાઇઝના ફોટો જિલ્લા રોજગાર કચેરી ખાતે ૫ દિવસમા પહોચાડવા જણાવાયુ છે.
તાલીમમાં જોડાવવા ઉમેદવાર ધો.૧૦માં ૪૫ ટકા તથા ધો.૧૨ માં ૫૦ ટકા સાથે પાસ હોવા જોઈએ. ઉંમર: ૧૭.૫ વર્ષથી ૨૩ વર્ષ. તાલીમ વર્ગનો સમયગાળો ૩૦ દિવસ રહેશે. શારીરિક યોગ્યતા: ઊંચાઈ- ૧૬૨ સેમી, વજન-૫૦ કેજી, છાતી – ફૂલાવ્યા વગર ૭૭ સેમી અને ફૂલાવેલ ૮૨ સેમી રહેશે તેમજ તાલીમનાં અભ્યાસક્રમમાં દોડ, લાંબો કૂદકો, પુલ અપ્સ વગેરે અનુરૂપ ફિઝિકલ તાલીમ આપવામાં આવશે તથા તાલીમ વ્યાખ્યાતાઓ દ્વારા અંગ્રેજી, ગણિત, સામાન્યજ્ઞાન અને કોમ્પ્યુટર તાલીમ અપાશે.

અત્રે જણાવવાનું કે, અગાઉની નિવાસી તાલીમમાં જોડાયેલ ઉમેદવારો આ નિવાસી તાલીમમાં જોડાઈ શકશે નહિ. તેમજ ઉમેદવારનું તાલીમ માટેનું ફાઈનલ સેલેકશન સંરક્ષણ ક્ષેત્રનાં નક્કી કરેલ શારીરિક માપદંડ મુજબ રહેશે તેમ જણાવાયું છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે