પોરબંદર ના ઓડદર ગામે સાડા ત્રણ વર્ષ પહેલા પ્રેમ સબંધ તોડી નાખતા મહિલા ની ગામના જ શખ્શ દ્વારા કરપીણ હત્યા કરાઈ હતી. જે મામલે કોર્ટે આરોપી ને આજીવન કેદ ની સજા ફટકારી છે.
પોરબંદર ના ઓડદર ગામે રહેતા ભૂરા ઉર્ફે પરબત લાખા ઓડેદરા નામના શખ્શ ને તે જ ગામમાં રહેતા લાભુબેન દેવશીભાઈ આત્રોલીયા સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો. જે સબંધ લાભુબેને તોડી નાખતા પરબત ને પસંદ ન પડતા ગત તા ૧૨-૨-૨૦૧૯ ના રોજ લાભુબેન સાથે બોલાચાલી કરી ઉશ્કેરાઈ જઈ આવેશમાં આવી તલવાર વડે હુમલો કરી તેઓની હત્યા નીપજાવી હતી.
ત્યાર બાદ તેને પોતાને પણ મનમાં લાગી આવતા વાછરાડાડાના મંદીરે જઈ ગળો ફાંસો ખાઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે હાર્બર પોલીસ સ્ટેશનમાં મૃતક ના પુત્ર રાજુભાઈ એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ સુધિરસિંહ.બી.જેઠવા દવારા રજુ કરવામાં આવેલ ૨૬ જેટલા સાહેદોના મૌખિક પુરાવાઓ તથા ૪૦ જેટલા દસ્તાવેજી પુરાવાઓ તેમજ બન્ને પક્ષોની દલીલો સાંભળી જજ આર.ટી.પંચાલ દ્વારા ભુરાભાઈ ઉર્ફે પરબત લાખાભાઈ ઓડેદરાને આજીવન કેદ ની સજા તથા ૫૦૦૦ નો દંડ ફટકાર્યો છે.