પોરબંદર માં ચાર વર્ષ પહેલા ના હત્યા ની કૌશીસ ના બનાવ માં કોર્ટે ચાર આરોપીઓ ને દસ વર્ષ ની સજા ફટકારી રૂ 3000 નો દંડ ફટકાર્યો છે.
પોરબંદર ના હોળી ચકલા વિસ્તાર માં ગત તા૨૧/૦૬/૨૦૧૮ ના રોજ તે વિસ્તાર માં જ રહેતા પ્રેમીલાબેન પ્રેમજી નામની મહિલા નો ભાણેજ પોલીસને ગોપાલ રતનશી પોસ્તરીયા ના સંબંધી મનીષનું ઘર બતાવતો હોવાની શંકાના આધારે ગોપાલ ઉપરાંત , હેમંત ગોપાલ પોસ્તરીયા, પાર્થ ગોપાલ પોસ્તરીયા અને જીજ્ઞેશ સુરેશ પોસ્તરીયા નામના શખ્શો એ તેને ગાળો કાઢી હતી.
આથી પ્રેમીલાબેને તેને ઠપકો આપતા તે મનદુખના કારણે ચારેય શખ્સો એ બેઝબોલ નો ધોકો ,લોખંડનો પાઈપ,છરી વગેરે ધારણ કરી પ્રેમીલાબેન ઉપરાંત તેના પરિવાર પર હુમલો કરી ધોકા તથા તથા પાઈપ વડે મુંઢમાર માર્યો હતો. જે અંગે પ્રેમીલાબેને કિર્તીમંદિર પોલીસ મથક માં પોલીસ ફરિયાદ કરી હતી. આ કેસ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.ટી.પંચાલ ની કૉર્ટમાં ચાલી જતાં પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ જેઠવા દવારા ધારદાર દલીલ તથા કુલ -૪૧ જેટલા દસ્તાવેજી પુરાવાઓ તેમજ ૨૧ જેટલા સાહેદો ને તપાસી મહત્વની ઓથોરીટીઓ રજુ કરી હતી. જેને ધ્યાને રાખી કોર્ટે ચારેય આરોપીઓ ને દસ વર્ષ ની સખ્ત કેદ ની સજા તથા રૂ ૩૦૦૦ નો દંડ ફટકાર્યો છે.