Thursday, April 25, 2024

|| तुम रक्षक काहू को डरना ||

કુતિયાણા વિધાનસભા બેઠક ના હારેલા કોંગી ઉમેદવાર પક્ષ માંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ

પોરબંદર જીલ્લા કોંગ્રેસ સમિતિ ના પૂર્વ પ્રમુખ અને ગત વિધાનસભા ની ચૂંટણી માં કુતિયાણા બેઠક ના ઉમેદવાર ને કોંગ્રેસ પક્ષ ની શિસ્ત સમિતિ એ છ વર્ષ માટે પક્ષ માંથી સસ્પેન્ડ કર્યા છે.

પોરબંદર જીલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ તથા ગત વિધાનસભા ચૂંટણી માં કુતિયાણા બેઠક ના કોંગી ઉમેદવાર નાથાભાઈ ઓડેદરા એ તાજેતર માં પક્ષ ના આગેવાનો સામે આક્ષેપ કરતા વિડીયો સોશ્યલ મીડિયા માં મુક્યા હતા. અને વર્તમાન જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ ઓડેદરા,રામદેવ મોઢવાડીયા વગેરે એ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી પોતાને હરાવવામાં મહત્વ ની ભૂમિકા ભજવી હોવાના આક્ષેપ કર્યા હતા. જેથી કોંગ્રેસ ની શિસ્ત સમિતિ ના કન્વીનર બાલુભાઈ પટેલે તેઓને પક્ષ માંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.

અને સસ્પેન્શન નોટીસ માં એવું જણાવ્યું છે કે ગઈ ડીસેમ્બર ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણી વખતે કુતિયાણા વિધાનસભામાં નાથાભાઈ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હતા. અને એક કોંગ્રેસ આગેવાન તરીકે કોંગ્રેસને નુકસાન થાય તેવું કામ કરવું યોગ્ય ન હોવા છતાં તેઓએ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનના નામ સાથે સોશીયલ મીડીયામાં એક વિડીયો મૂક્યો હતો. જે બરાબર નથી. આથી જાહેરમાં પક્ષની છાપ બગડી છે. નાથાભાઈ આ વાત શિસ્ત સમિતિના ધ્યાન પર લાવી શક્યા હોત પરંતુ તેમ કરવાને બદલે તેઓએ સીધી સોશીયલ મીડીયામાં મૂકી હતી. જેથી તેઓનો આ વ્યવહાર અશિસ્ત ગણાય આથી આવા અશિસ્ત બનાવ અંગે તેઓને પક્ષમાંથી તાત્કાલીક છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. તેવું પણ જણાવાયું છે. જેના પગલે રાજકીય આલમ માં ચકચાર મચી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે