Saturday, September 24, 2022

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં પોલીસ દ્વારા તહેવારો ને લઇ ને કડક ચેકિંગ હાથ ધરાયું

પોરબંદરમાં તહેવાર સમયે પોલીસ દ્વારા કડક વાહન ચેકીંગ હાથ ધરાયું હતું. પોલીસે કુલ સ્પીડે બાઈક ચલાવનારા શખ્સોને કાયદાનું ભાન કરાવવા ઉપરાંત અનેક ફોર વ્હીલના કાચમાંથી બ્લેક ફીલ્મ દુર કરાઈ હતી.

પોરબંદર શહેર અને જીલ્લામાં જન્માષ્ટમીના તહેવાર નિમીતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ દ્વારા કડક વાહન ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં અનેક વાહન ચાલક સામે કાર્યવાહી થઇ હતી. પોરબંદર જીલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈનીની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર શહેર-ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ જન્માષ્ટમીના પર્વ અનુસંધાને ચોપાટી મેદાન ખાતે યોજાયેલ લોકમેળામાં તેમજ પોરબંદર જીલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનો દ્વારા ટ્રાફીકની કામગીરી કરવામાં આવેલ

પોરબંદર જીલ્લામાં વાહન ચેકીંગ દરમ્યાન બ્લેક ફીલ્મ ધરાવતી ફોર વ્હીલોમાંથી બ્લેક ફીલ્મ દુર કરવામાં આવેલ તેમજ મેળા ગ્રાઉન્ડની આજુબાજુ ગેરકાયદેસર થયેલ પાર્કીંગ વાહનોને દુર કરવા માટે કેનનો ઉપયોગ કરવામાં આવેલ. તેમજ ટ્રાફીક પોલીસ દ્વારા યોગ્ય જગ્યાએ પાર્કીંગ થાય તે મુજબના સાઈન બોર્ડ અને દીશા નિર્દેશનનો ઉપયોગ કરવામાં આવેલ છે. વાહન ચેર્કીંગ દરમ્યાન ધૂમ સ્ટાઈલમાં બાઈક ચલાવતા યુવાનોને જાહેરમાં યોગ્ય શીખ આપી તેઓને કાયદાનું ભાન કરાવવામાં આવેલ છે.

પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે લોકમેળા દરમ્યાન તમારા વાહનો પાર્કીંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તેવી જગ્યાએ જ પાર્ક થાય તેની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે. તેમજ સમગ્ર લોકમેળા દરમ્યાન પોરબંદર જીલ્લામાં શાંતિ અને સલામતી જળવાય રહે તે બાબતે જાહેર નાગરીકો પોલીસને સંપૂર્ણ સાથે અને સહકાર આપે તે અપેક્ષીત છે. પોરબંદર પોલીસ દ્વારા કરવામાં આવેલ વાહન ચેકીંગ દરમ્યાન સ્થળ દંડ તેમજ વાહન ડીટેઈન કરવામાં આવેલ છે.

જાહેર જનતાને અનુરોધ પણ કરવામાં આવ્યો છે કે લોકમેળા દરમ્યાન જે કોઈને પોલીસ મદદની જરૂરીચાત ઉદભવે તેઓએ લોકમેળા ખાતે ઉભુ કરવામાં આવેલ પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો તત્કાલ સંપર્ક કરવો અથવા તમે જે જગ્યાએ ફરતાં હોય ત્યાં નજીકમાં બંદોબસ્તમાં રહેલ પોલીસ અધિકારી કર્મચારીનો સંપર્ક કરવો અથવા ૧૦૦ નંબર ડાયલ કરશો. તેવી પણ અપીલ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે