Thursday, March 28, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર સરકારી પોલિટેકનિક ખાતે સ્ટાર્ટઅપ રીસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટીવલ સેમીનાર યોજાયો

સરકારી પોલિટેકનિક પોરબંદર ખાતે “આઝાદીકા અમૃત મહોત્સવ- સ્ટાર્ટ અપ રીસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટીવલ “ અંતર્ગત Awareness Program of SSIP એક દિવસીય સેમીનાર યોજાયો હતો.

શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2022 મા “Student Startup and Innovation Policy (SSIP) 2.0 ” ની શરૂઆત કરાઇ છે. આ યોજના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ માટે SSIP 1.0 માં હતી. પરતું Idea Generation, Startup, Innovation અને Creativity ના બીજ પાયાના ધોરણોથી જ રોપી શકાય તે હેતુથી આ યોજના ઉચ્ચ અભ્યાસ સાથે ધોરણ ૯ થી ૧૨ સુધી વિસ્તારવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતું બેરોજગારીની સમસ્યાનો હલ વિધાર્થીઓમાં રહેલી સર્જનાત્મકતા અને નવીનતાને પ્રોત્સાહિત કરી તેમને “નોકરી ઉત્સુક યુવાન” માથી “નોકરી દાતા યુવાન” બનાવવા અને દેશમાં સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહિત કરવાનો હતો.

આ સેમીનારનો હેતુ વિધાર્થીઓમાં છુપાયેલ આંતરીક સર્જનાત્મકત અને નવીનતમ વિચારોને પ્રોત્સાહિત કરી શકાય અને યોજના અંતર્ગત તેમને મદદ કરી શકાય તેવો હતો. ઉપરોક્ત હેતુને સિદ્ધ કરવા માટે અને યોજના વિશે જાગૃતતા ફેલાવવાના હેતુથી સરકારી પોલિટેકનિક પોરબંદર ખાતે એક દિવસીય સેમીનાર યોજાયો હતો.

કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે પોરબંદર-છાયા નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શૈલેષભાઈ જોશી તથા વી.આર.ગોઢાનિયા એંજિનયરિંગ કોલેજના આચાર્ય ડો.સંજય અગલ અને GMC ઇન્ટરનેશનલ સ્કૂલના ડિરેક્ટર પુર્નેશ જૈન સહિત હાજર રહેલા હતા.

કાર્યક્રમમાં સરકારી પોલિટેકનિક, ગોઢાનિયા એંજિનયરિંગ કોલેજ અને GMC ઇન્ટરનેશનલ સ્કૂલના વિધાર્થીઓ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સરકારી પોલિટેકનિક કોલેજના આચાર્ય એ.કે ઝાલા, SSIP સેલના કોર્ડિનેટર પી.બી.વ્યાસ અને તેમની ટિમ દ્વારા કરવામાં આવ્યુ હતું.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે