Friday, April 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

શ્રી પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ આયોજીત ચતુર્થ શિવકથાના સાર સાથે શ્રી રામકથાનો વિરામ

શ્રી પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા તા. ૦૫-૦૧-૨૦૨૩ થી ૧૩-૦૧-૨૦૨૩ ૯ (નવ) દિવસ સુધી પાલાના ચોક ખાતે સર્વધર્મ પ્રેમી લોકો માટે શ્રીરામ કથા નુ દિવ્ય આયોજન કરવામા આવેલ હતુ. જેમા મર્મજ્ઞ કથાકાર પરમ આદરણીય શ્રી માધુરીબેન ગોસ્વામી દ્વારા ભાવાત્મક વાણીથી કથા નુ રસપાન કરાવવામા આવેલુ. આ પોરબંદર ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ, અધ્યક્ષ રણછોડભાઈ શિયાળ તેમજ પંચપટેલ/ટ્રસ્ટીઓ ના યજમાન પદે આ શ્રીરામ કથા મા પોરબંદર ના મહાનુભાવો તેમજ દરેક સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જેમા પોરબંદર નગરપાલીકા ના પૂર્વ પ્રમુખ હિરાલાલભાઈ શિયાળ, પોરબંદર ના ડી.વાય.એસ.પી. નિલમબેન ગોસ્વામી, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, નગરપાલીકા પ્રમુખ સરજુભાઈ કારીયા, સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક ના સુપુત્ર ડો. નૈમીષભાઈ ધડુક, કોંગ્રેસ અગ્રણી રામદેભાઈ મોઢવાડીયા, જીલ્લા પ્રમુખ કોંગ્રેસ સામતભાઈ ઓડેદરા, માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન લક્ષ્મણભાઈ ઓડેદરા, લાયન્સ કલ્બ ઓફ પોરબંદર ના હિરલબા જાડેજા, તેમજ સભ્યઓ, પોરબંદર શહેર પ્રમુખ ભાજપ પંકજભાઈ મજીઠીયા, પોરબંદર જીલ્લા પ્રમુખ ભાજપ કીરીટભાઈ મોઢવાડીયા, ચેમ્બર ઓફ કોર્મસ ના પ્રમુખ જીગ્નેશભાઈ કારીયા, છાંયા નગરપાલીકા ના પૂર્વ પ્રમુખ જીવાભાઈ ભુતિયા, રાષ્ટીય સંતશ્રી રમેશભાઈ ઓઝા ના સાંદીપની આશ્રમથી ભરતભાઈ દવે, રત્નાંકર શિક્ષણ શાળાસમિતી ના પ્રમુખ કાનજીભાઈ મુકાદમ તેમજ શાળાના શિક્ષકગણ, પ્રદેશ કન્વીનર માછીમાર સેલ ભાજપ ના મહેન્દભાઈ જુંગી, લીયો પાયોનીયર અને સાગરપુત્ર સમન્વય ના પ્રમુખ પ્રવિણભાઈ ખોરાવા, સી. ફુડ એકસપોર્ટસ એસો. ના પ્રમુખશ્રી કરશનભાઈ સલેટ, સિલ્વર સી ફુડના વિરેન્દ્રભાઈ જુંગી, આર. બી. પાંજરી પરિવાર અમર ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ, વિજય સી ફુડ ના નિલેષભાઈ ખોખરી, સલીમભાઈ દાંડીયા, તથા એકસપોર્ટરો, ડો. સુરેશભાઈ ગાંધી, ડો. કેવલભાઈ પાંજરી, ડો. રાહુલભાઈ કોટીયા, ડો. ગઢવી , ડો. રજનીબેન ગોહેલ, પ્રોફેસર પી.વી.ગોહેલ, જીલ્લા આરોગ્ય અધિકારી,

માજી વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ, હરજીવનભાઈ કોટીયા, દિલીપભાઈ લોઢારી, સુનિલભાઈ ગોહેલ, બોટ એસો. ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી તેમજ કમીટી મેમ્બરઓ અને પૂર્વપ્રમુખઓ, પિલાણા એસો. ના પ્રમુખ કાન્તીભાઈ લોઢારી તેમજ કમીટી મેમ્બરઓ અને પૂર્વપ્રમુખઓ, નવીબંદર ખારવા સમાજના પ્રમુખ નરેન્દ્રભાઈ કાણકીયા તેમજ આગેવાનઓ, સપ્લાયર એસો. ના પ્રમુખ હર્ષિતભાઈ શિયાળ, ડ્રીસ્ટ્રીક્ટ ચેમ્બરઓફ કોમર્સ ના અનિલભાઈ કારીયા, ટી. કે. કારીયા, પદુભાઈ રાયચુરા, દિલીપભાઈ ગાજરા, રાજુભાઈ બુધ્ધદેવ, સમગ્ર પત્રકારઓ, વેરાવળ સમાજ, માંગરોળ સમાજ, ઓખા સમાજ, તેમજ કચ્છ થી દિવ સુધીની દરીયાઈ પટ્ટી ના ગામોના પ્રમુખઓ તેમજ આગેવાનઓ, વેરાવળ સાગરપુત્ર ફાઉન્ડેશન ના પ્રમુખ કીરીટભાઈ ફોફંડી તેમજ આગેવાનઓ પોરબંદર જીલ્લાના અનેક ગામોના સરપંચઓ, અન્ય સમાજ્ના પ્રમુખઓ, સામાજીક સંસ્થાઓના પ્રમુખઓ, સાધુસંતો – મહંતઓ, અને બહોળી સંખ્યામા ભકતજનો ઉપસ્થિત રહ્યા હતા.

સંપૂર્ણ કથા GTPL મા લાઈવ આપવા માટે રાજભા જેઠવા નો સમગ્ર ખારવા સમાજ ખરા હદય થી ખુબ-ખુબ આભાર વ્યકત કરે છે.
કથા મા દરરોજ દાતાઓ ના સહયોગ થી ભોજનરૂપી પ્રસાદી નુ આયોજન પણ કરવામા આવેલુ હતુ. અને છેલ્લા દિવસની મહાપ્રસાદી હિરાલાલભાઈ શિયાળ, રણછોડભાઈ શિયાળ તથા શિયાળ પરિવાર તરફથી રાખવામા આવેલી હતી.
વાણોટ પવનભાઈ શિયાળ, અધ્યક્ષ રણછોડભાઈ શિયાળ ના સુંદર માર્ગદર્શન હેઠળ અશ્વિનભાઈ જુંગી ની સાથે આગેવાનો એ ખુબ જ જહેમત ઉઠાવી આ આ ભવ્ય અને દિવ્ય શ્રીરામ કથાના આયોજન ને શ્રેષ્ઠ બનાવેલ હતુ.

શ્રીરામ કથાનો મુખ્ય હેતુ :
 સર્વ ધર્મપ્રેમી લોકો હિન્દુ વિચારધારા ની પવિત્ર પ્રેરણા સાથે જોડાયેલો રહે.
 દરેક બાળકો અને યુવાઓ એ વડીલો નો આદર સન્માન કરવો.
 ડીપ્રેશન મુકત જીવન અને સહનશકિત નો સંચાર કરવો.
 વ્યસનમુકત બની ઈશ્વર આપેલ પવિત્ર શરીર ને વંદન કરવુ.
 નિષ્ફળતા થી ડરવુ નહી અને સતત પ્રયત્નશીલ રહેવુ.
 નાની ઉંમરે વિધવા બનેલ બહેનો ના પુન:વિવાહ માટેનો શુભવિચાર.
 મનુષ્યને બદલવા માટે તેમના વિચાર બદલવા જરૂરી છે.
 શ્રેષ્ઠ પુત્ર, શ્રેષ્ઠ ભાઈ, શ્રેષ્ઠ પતિ, શ્રેષ્ઠ પિતા અને શ્રેષ્ઠ રાજાનુ ઉત્તમ ઉદાહરણ એટલે મર્યાદા પુરષોત્તમ સુર્યવંશી રાજા શ્રીરામચંદ્ર ભગવાન.
જયશ્રીરામ

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે