પોરબંદર
પોરબંદર ના બંદર પર જીએમબી ની જેટી નજીક ડ્રેઝીન્ગ ની કામગીરી કરી રહેલા મુંબઈ ની એક ખાનગી કંપની ના ડ્રેઝર શીપ ને ડીટેઈન કરવામાં આવ્યું છે અને જ્યાં સુધી શીપ માટે યોગ્ય ધારાધોરણ ન જાળવવામાં આવે ત્યાં સુધી બંદર છોડવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે
પોરબંદર ના બંદર ની જીએમબી ની જેટી આસપાસ ના ડ્રેઝીન્ગ ની કામગીરી મુંબઈ ની મર્કેટર લીમીટેડ કંપની ને કોન્ટ્રાક્ટ અપાયો હતો અને કંપની ના કેટલાક ડ્રેઝર શીપ દ્વારા ગત ૨૪ જાન્યુઆરી થી બંદર ની આસપાસ ના વિસ્તાર માં ડ્રેઝીન્ગ ની કામગીરી કરવામાં આવી રહી હતી અને આ કામગીરી પૂર્ણતા ના આરે છે ત્યારે જ જામનગર સ્થિત મર્કન્ટાઈલ મરીન ડીપાર્ટમેન્ટ દ્વારા “એમ વી ઓમકારા પ્રેમ “ (આઈ એમ ઓ નં ૯૫૨૧૫૭૬ ) નામના ડ્રેઝર શીપ નું ચેકિંગ કરી અને અહી કેટલાક ધારા ધોરણ ન જાળવવામાં આવતા શીપ ને નોટીસ આપી અને જ્યાં સુધી યોગ્ય ધારા ધોરણ જાળવવામાં ન આવે ત્યાં સુધી બંદર ન છોડવા સુચના આપી છે જે ધારાધોરણ જાળવવાની સુચના આપી છે તેમાં શીપ માં લાઈફ સેવિંગ ઇક્વિપમેન્ટ પૂરતા ન હોવા,જરૂરી સિગ્નલીંગ લેમ્પ ન હોવા ,લાઈફ રાફટ નો એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રકટ પૂર્ણ થઇ જવો ,પૂરતા પાણી અને ફયુલ નો જથ્થો ન હોવો,નેવિગેશન ના સાધનો યોગ્ય રીતે કામ ન કરવા, સહીત ના કારણો ના લીધે હાલ આ શીપ ડીટેઈન કરાયું છે આ શીપ માં કેપ્ટન સહીત કુલ ૩૨ જેટલા ક્રુમેમ્બર છે જેમાં કેપ્ટન આંધ્રપદેશ ના શ્રીકકુલમ ના વતની કરુણાશંકર કુંડલા,ઉપરાંત અન્ય ૩૧ ક્રુમેમ્બર માં ગુજરાત, યુપી, કર્નાટક, રાજસ્થાન, તમિલનાડુ,દીવ વગેરે ના વતની છે. જો કે શીપ ના પ્રોજેક્ટ મેનેજર દ્વારા એવું જણાવ્યું હતું કે વહેલા માં વહેલી તકે જરૂરી ધારા ધોરણો પૂર્ણ કરવામાં આવશે જેથી આ શીપ પરત ફરી શકે અને હાલ માં શીપ માં ૩૦૦ ટન પાણી અને ૧૦૦ ટન ફયુલ નો જથ્થો રાખવામાં આવ્યો છે અને અન્ય જરૂરી સૂચનાઓ પર પણ તુરંત અમલ કરવામાં આવશે
શીપ ના કેપ્ટને શીપ છોડી જવા કંપની ને ઈમેઈલ કર્યો
ડ્રેઝર શીપ ને ડીટેઈન કરવાના પગલે શીપ ના કેપ્ટન કરુણાશંકર દ્વારા પોતાની મર્કેટર કંપની ન ઈમેઈલ મારફત નોટીસ પાઠવી ને એવું જણાવ્યું છે કે ૨૯ એપ્રિલ થી શીપ માં પાણી અને ફયુલ નો જથ્થો પુરતો નથી ,પાવર સપ્લાય ની પણ સમસ્યા છે કોસ્ટગાર્ડ દ્વારા પણ આ મામલે તપાસ કરાઈ છે . પોતે તથા તમામ ક્રુમેમ્બર શીપ છોડી જવા માંગે છે આથી કંપની દ્વારા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે કારણ કે ચોમાસંમ નજીક હોવાથી શીપ ને ક્રુમેમ્બર વગર અહી રાખવું સુરક્ષિત નથી અને વ્યવહારુ પણ નથી .જો કે જીએમબી ના સુત્રો માંથી મળતી માહિતી અનુસાર પ્રથમ વખત એવું બન્યું છે કે કોઈ કેપ્ટને પોતાના માલિકો ને નોટીસ પાઠવી અને શીપ છોડી જવા જણાવ્યું હોઈ ,કારણ કે મોટા ભાગે એવું બનતું હોય છે કે ગમે તેવી વિષમ પરિસ્થિતિ માં પણ કેપ્ટન શીપ છોડતા ન હોય છે
૨૦૦૮ માં નિર્માણ પામેલું આ ડ્રેઝર શીપ ૧૦૦ મીટર લંબાઈ અને ૨૦ મીટર પહોળાઈ ધરાવે છે
આ અંગે મર્કેટર કંપની ના પ્રતિનિધિ ને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે કેપ્ટન નો ઈમેઈલ મળ્યો છે પરંતુ મર્કન્ટાઈલ લો મુજબ રિલીવર વગર કેપ્ટન શીપ છોડી અને જઈ ન શકે આથી રિલીવર મોકલવામાં આવશે ત્યાર બાદ કેપ્ટન શીપ છોડી અને જઈ શકશે