Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરના સીનીયર સિટીઝનોએ ગુજરાત માસ્ટર એથ્લેટીકસ ચેમ્પીયનશીપમાં દસ મેડલ મેળવી સુદામાપુરી નું ગૌરવ વધાર્યું

ગુજરાત માસ્ટર એથ્લેટીકસ ચેમ્પીયનશીપમાં પોરબંદરને દશ મેડલ મળ્યા છે. જેમાં ચાર ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેળવીને સિનીયર સીટીઝનોએ સુદામાપુરીનું ગૌરવ વધાર્યુ છે.

ગુજરાત માસ્ટર એથ્લેટીકસ ચેમ્પીયનશીપ-૨૦૨૨નું આયોજન ક્રિભકો નગર સુરતમાં થયેલું, તેમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી ૩૦૦થી પણ વધુ ૩૫ વર્ષથી ૧૦૦ વર્ષ સુધીના ભાઈઓ તથા બહેનોએ ઉત્સાહથી સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ કેટેગરી તથા ઇવેન્ટમાં દમદાર દેખાવ કરી મેડલ તથા સર્ટીફિકેટ મેળવ્યા હતા.

ખાસ કરીને પોરબંદર જિલ્લામાંથી સિનીયર સીટીઝન ૬૦ વર્ષથી ઉપરના છ વ્યક્તિઓએ પોતાના કાંડાનું જોર બતાવી દમદાર દેખાવ કરી બાર મેડલો તથા સર્ટિફિકેટ મેળવ્યા. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના તમામ ખેલાડીઓમાંથી ૯૩ વર્ષના રમેશભાઇ ઝાલાનું વિશેષ સન્માન ક્રીભકો કંપનીના ડાયરેક્ટરે કર્યુ હતું. રમેશભાઇ ઝાલા, સ્ટેટ લેવલ તથા નેશનલ લેવલમાં માસ્ટર એથ્લેટીકસ સ્પર્ધામાં ભાગ લઇ અસંખ્ય ઇનામો મેળવ્યા છે. પોરબંદર જિલ્લાના માસ્ટર એથ્લેટીકસ ચેમ્પીયનશીપના પ્રેસીડેન્ટ વજુભાઇ પરમારે પોરબંદર જિલ્લાના વિજેતાઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા અને વધુને વધુ ભાઇઓ અને બહેનો માસ્ટર એથ્લેટીકસ સ્પર્ધામાં ભાગ લઇ પોરબંદર જિલ્લાનું નામ રોશન કરે તેવી આશા વ્યકત કરી હતી.

આ સ્પર્ધામાં રમેશભાઇ ઝાલા ઉ.વ. ૯૩ એ ૧૦૦ મીટર લાંબી દોડમાં અને ૨૦૦ મીટર દોડમાં પ્રથમ ક્રમે વિજેતા બની બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા. મહેન્દ્રભાઇ સુરેલીયા ઉ.વ. ૭૭ એ ૪૦૦ મીટરની દોડમાં દ્વિતીય સ્થાન મેળવી સીલ્વર મેડલ તથા ૮૦૦ મીટરની દોડમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા. તો રસિકભાઇ પી. પઢીયાર ઉ.વ. ૬૮ એ ૧૫૦૦ મીટરની દોડમાં તૃતીય ક્રમ મેળવી બ્રોન્ઝ મેડલ તથા ૫૦૦૦ મીટરની દોડમાં તૃતીય ક્રમ મેળવી કુલ બે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા.

તો જે.પી. મોઢવાડીયા ઉ.વ ૬૯ એ હાઇજમ્પમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી સીલ્વર મેડલ અને હેમરથોમાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યા, વિનોદભાઇ માંકડીયાએ ત્રિપલ જમ્પમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ તથા હાઇજમ્પમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવ્યા. કેશુભાઇ વાઘે બરછીબેંકમાં પ્રથમ ક્રમાંકે વિજેતા બની ગોલ્ડ મેડલ અને હાઇજમ્પમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી સીલ્વર મેડલ પ્રાપ્ત કર્યા હતા. આમ ચાર ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેળવીને સિનીયર સીટીઝનોએ ગાંધીભૂમિનું ગૌરવ વધાર્યુ છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે