પોરબંદરની કોવીડ હોસ્પિટલ માં સારવાર માં રહેલ રાણાવાવ ની કોરોના પોઝીટીવ સગીરા નાસી જતા હોસ્પિટલ માં દોડધામ મચી હતી. અને આ અંગે પોલીસ ને પણ જાણ કરાઈ છે.
રાણાવાવ ના ગોપાલપરા વિસ્તાર માં રહેતી ૧૭ વર્ષીય સગીરા ને તાવ અને શરદી હોવાથી ગત તા ૩ ના રોજ સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે ખસેડી તેનો કોરોના ટેસ્ટ કરાયો હતો. જે પોઝીટીવ આવતા હોસ્પિટલ ના આઈસોલેશન વોર્ડ માં ખસેડવામાં આવી હતી. જ્યાંથી તે નાસી છુટતા હોસ્પિટલ ના સ્ટાફ માં દોડધામ મચી હતી. અને આ અંગે પોલીસ ને પણ જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પણ એક કોરોના પોઝીટીવ વૃદ્ધ હોસ્પિટલ માંથી નાસી છુટ્યા હતા. ત્યાં વધુ એક કોરોના સંક્રમિત દર્દી નાસી જતા હોસ્પિટલની સુરક્ષા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.