Tuesday, February 11, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જીલ્લા માં બગવદર અને નવી બંદર બે નવા તાલુકા બનાવવા રજૂઆત

પોરબંદર જિલ્લામાં બે નવા તાલુકા નવી બંદર અને બગવદર બનાવવા સીપીઆઈ એમ ના જનરલ સેક્રેટરી દ્વારા મુખ્યમંત્રી ને રજૂઆત કરાઈ છે.

પોરબંદર જીલ્લા માં બે નવા તાલુકા બનાવવા સીપીઆઈ એમ ના જનરલ સેક્રેટરી રાજુ ઓડેદરા એ મુખ્યમંત્રી ને રજૂઆત કરી જણાવ્યું છે કે પોરબંદર જિલ્લો બન્યાને પચીસ વર્ષ ઉપર જેટલો લાંબો સમય ગાળો ઉપર થઈ ચુક્યો અને પોરબંદર જિલ્લામાં માત્ર ત્રણ તાલુકા છે. તો જિલ્લામાં અને આસપાસ નજીકના જિલ્લાના ગામડાઓનું ડિલિમિટેશન કરી અને બગવદર તથા નવીબંદર તાલુકાનું નિર્માણ કરવું જરૂરી બન્યું છે જેથી વહીવટી ખર્ચ બચે લોકોને પડતી હાલાકી દુર થાય અને સમયનો બચાવ થશે નવા રોજગાર પણ ઉભા થશે.

બરડા વિસ્તારમાં આવેલ બગવદર ગામ બરડા વિસ્તારની ખરીદીનું કેન્દ્રબિંદુ સમાન છે. તો બગવદર તાલુકો બનાવી તેમાં ભાણવડ તાલુકાનાં હાથલા, રોજડા ગામો સમાવિષ્ટ કરવાં જોઈએ. જે બગવદરથી માત્ર પાંચ દશ કિલોમીટર છે. જ્યારે ભાણવડ વિસ કિલોમીટર દુર થાય છે. સાથે સાથે પોરબંદર તાલુકાનાં રોજીવાડા અને ઇશ્વરીયાને ભાણવડ તાલુકામાં સમાવિષ્ટ કરી દેવા જોઈએ કારણકે આ ગામને પોરબંદર તાલુકા મથક ચાલીસ કિલોમીટર દુર છે જ્યારે ભાણવડ માત્ર પંદર કિલોમીટર દુર થાય છે.

આ ઉપરાંત ખંભાળિયા તાલુકાનું ખીરસરા ગામ નવા બગવદર તાલુકા મથકમાં જોડવું જોઈએ. અને કલ્યાણપુર તાલુકાનાં ગોરાણા, ડાંગરવડ, નગડીયા જેવા ગામડાં નવા બનેલ બગવદરમાં જોડવા જોઈએ જેમને કલ્યાણપુર દુર પડે છે વળી આ ગામડાં સામાજિક અને જ્ઞાતિની રીતે પોરબંદર સાથે જોડાયેલ છે. કારણકે ગોરણા ગામ પોરબંદરના રાજરત્ન શેઠ નાનજી કાલિદાસ મહેતાની જન્મભુમિ છે.

આમ પોરબંદર તાલુકાનાં જુનાં ગામડાં સિમર, મોરાણા, કુણવદર, મજીવાણા, ભેટકડી,અડવાણા, સોઢાણા, ફટાણા, શીંગડા, શીશલી, આંબારાંબા, વડાળા, મિયાણી, ભાવપરા, ટુકડા, વિસાવાડા, પાલખડા, રાતડી બરડીયા, કાંટેલા, શ્રીનગર, રિણાવાળા, કુછડી, દેગામ, પાંડાવદર, બોરીચા, બખરલા, કાટવાણા, વિઝરણા, ખીસ્ત્રી, બાવળવાવ, નાગકા, નટવરનગર, ખાંભોદર, કિંદરખેડા, મોઢવાળા, કેશવ, હથિયાણી, વછોડા ભારવાળા, બેરણ, સીમાણી, દેગામને બગવદર તાલુકામાં જોડવા જોઈએ.

આ ઉપરાંત નવીબંદર તાલુકામાં હાલના પોરબંદર તાલુકાનાં ટુકડા ગોસા, ગોસા, નવાગામ, લુશાળા, ભળ, મિત્રળા, દેરોદર, એરડા, ગરેજ, નવીબંદર, રાતીયા, ઉંટડા, બળેજ, કડછ, મોચા, ગોરસર, ચિંગરિયા, મંડેર, પાતા, માધવપુર, મુળ માધવપુર જોડવા જોઈએ અને સાથે રાણાવાવ તાલુકાનું નેરાણા સમાવિષ્ટ કરવાં જોઈએ.

આ ઉપરાંત  જમરા, છત્રવા, ભોગસર, કાંસાબળ, મહિયારી, જુણેજ, ફરેર, કડેઘી, તરખાઈ, રેવદ્રા, મહીયારી, અમીપુર જોડાવા જોઈએ .ઉપરાંત નવીબંદરમાં માંગરોળ તાલુકાનાં ઘોડાદર, બગસરા, શરમા, મેખડી અને આંત્રોલી ગામ સમાવિષ્ટ કરી અને નવીબંદર ઘેડ નામનો નવો તાલુકો બનાવવો જોઇએ,જેથી ઘેડ પ્રોપર તાલુકાનો દરજ્જો મળતાં આર્થિક શૈક્ષણિક પછાત ગણાતા ઘેડ વિસ્તારનો વિકાસ પણ થશે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે