પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બર ના હોદેદારો એ નવા બની રહેલા રેલ્વે સ્ટેશન ની મુલાકાત લઇ વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી.
ધી પોરબંદર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ને પોરબંદર રેલ્વે સ્ટેશન ના મેનેજર મુકેશભાઈ સહાઈ, મહેન્દ્રભાઈ બોરીસાગર તથા જોષીભાઈ તરફથી નવા બની રહેલ પોરબંદર મોડેલ રેલ્વે સ્ટેશનની શુભેચ્છા મુલાકાત લેવા આમંત્રણ આપવામાં આવ્યુ હતું. જેના અનુસંધાને પોરબંદર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના રેલ્વે કમીટીના ચેરમેન વિજયભાઈ ઉનડકટ, પ્રમુખ જતીનભાઈ હાથી, પૂર્વપ્રમુખ પદુભાઈ રાયચુરા, અનીલભાઈ કારીયા, દિલીપભાઈ ગાજરા તથા ભરતભાઈ રાજાણી દવારા અંદાજે ૧૦ કરોડ ના ખર્ચે નવા બની રહેલ આ મોડેલ રેલ્વે સ્ટેશનની શુભેચ્છા મુલાકાત લીધેલ હતી.
આ મુલાકાત દરમ્યાન પોરબંદરના રેલ્વે મેનેજર મુકેશભાઈ સહાઈનુ પુષ્પગુચ્છથી ડીસ્ટ્રીકટ ચેમ્બર દવારા સન્માન કરેલ હતુ ત્યારબાદ રેલ્વેને લગતા વિવિધ પ્રશ્નોની ચર્ચા પણ કરવામા આવેલ. જેમા મુખ્યત્વે રેલ્વેના ફાટક દવારા પોરબંદર શહેરમાં ટ્રાફીક સમસ્યા ઉભી થાય છે તેના નીવારણ માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી. સાથો સાથ પોરબંદરથી “વંન્દે ભારત” ટ્રેન ચાલુ થાય તેવી રજૂઆતો કરી હતી. રેલ્વે મેનેજર મુકેશભાઈ સહાઈ તથ રેલ્વે બુકીંગ હેડ મહેન્દ્રભાઈ બોરીસાગર અને જોષીભાઈ એ દરેક પ્રશ્નો ધીરજ પૂર્વક સાંભળી ખૂબજ હકારાત્મક અભીગમ સાથે પ્રત્યુત્તરો આપ્યા હતા.
રેલ્વે સ્ટેશનના અધિકારીઓ દવારા હાલમાં રેલ્વે સ્ટેશનમાં ચાલતી કામગીરીની વિગતો જણાવી અને તેની રૂબરૂ સ્થળ મુલાકાત કરાવેલ. ઘી પોરબંદર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ જતીનભાઈ હાથી દવારા રેલ્વે મેનેજર મુકેશભાઈ સહાઈ તથા તેઓના સહકર્મી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.