Friday, September 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

ભાવનગર ખાતે યોજાયેલ વેસ્ટર્ન રેલ્વે ની બેઠક માં પોરબંદર ના મહત્વ ના રેલ પ્રશ્નો અંગે રજૂઆત

પોરબંદર રેલ્વે બોર્ડ ની ભાવનગર ડીવીઝન માં ડી.આર.યુ.સી.સી. ની મીટીંગ મળેલ આ મીટીગ માં પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના પ્રમુખ જીજ્ઞેશભાઈ કારિયા બોર્ડ મેમ્બર  તરીકે આ મીટીગ માં હાજરી આપેલ હોય ત્યારે જીજ્ઞેશભાઈ કારિયા તરફથી  પોરબંદર ના મહત્વ ના રેલ પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી.

જેમાં પોરબંદર રેલ્વે સ્ટેશન માં એ.સી. વેટીંગ રૂમ એવેલેબ નથી ત્યારે આ પોરબંદર સ્ટેશન ઉપર એ.સી. વેટીંગ રૂમ હોવો ખુબ જ જરૂરી છે. આ એ.સી. વેટીંગ રૂમ થી પેસેન્જરો ને આ રૂમ ની સુવિધા થી દિવસ ભરમાં જ બે કલાક આરામ કરી અને બીજી કોઈ ટ્રેન માં જવું હોય અથવા તો સાંજ ની ટ્રેનમાં પણ જવું હોય તો તેમને હોટલ નું કોઈ ભાડું ચૂકવું ન પડે અને તેમને આ એ.સી. વેટીંગ રૂમ નો લાભ મળે એવું થવું જોઈએ કારણ કે અન્ય શહેરના સ્ટેશનો માં પણ આ બાબતની સુવિધા પ્રાપ્ત થયેલ હોય તો પોરબંદર માં કેમ નથી તો આ બાબતે તાત્કાલિક યોગ્ય કરી સુવિધા આપવી જોઈએ.

પોરબંદર રેલ્વે સ્ટેશન ઉપર ૧ નંબર ના પ્લેટ ફોર્મ માં પાણી ની કોઈ સુવિધા ન હોય જે કોઇપણ નળ તેમની પાણી ની ટાકી લગાડેલ હોય તેમાં પાણી આવતું ન હોય અને પેસેન્જરો પીવા નાં પાણી માટે ખુબ જ હેરાન થતા હોય ત્યારે આમ સરકાર મોડલ સ્ટેશન ની વાતો કરે અને પોરબંદર સ્ટેશન માં પાણીના નળ ની સગવડતા હોય પણ પાણી આવતું ન હોય તેવી ખરાબ સ્થિતિ હોય તો આ બાબતે તાત્કાલિક નિવારણ કરી અને આ સુવિધા આપવી જોઈએ .

પોરબંદર રેલ્વે સ્ટેશન ઉપર થી પોરબંદર-મુંબઇ-પોરબંદર ગાડી નંબર ૧૯૦૧૬/૧૫ દરરોજ ચાલતી મુંબઇ ની આ ટ્રેન માં જુનવાણી જ્માનના ટુ ટાયર એ.સી. નાં ડબ્બા લાગાડવામાં આવેલ હોય આ ટુ ટાયર એ.સી. નાં ડબ્બામાં અડધો ડબ્બો ટુ ટાયર એ.સી. ની સુવિધા ધરાવતો હોય અને અડધો થ્રી ટાયર  એ.સી. ની  સુવિધા ધરાવતો હોય ત્યારે પેસેન્જર પાસેથી પુરતું ટુ ટાયર એ.સી. નું ભાડું લેવામાં આવતું હોય અને આજ અડધા ડબ્બા માં થ્રી ટાયર એ.સી. નાં પેસેન્જરો પણ મુસાફરી કરતા હોય ત્યારે આ ટુ ટાયર એ.સી. નાં પેસેન્જરો ને ખુબ જ અગવડતા ભર્યું અનુભવ થતો હોય ત્યારે આ ગાડી માં આવા ટુ ટાયર અને થ્રી ટાયર સાથે વાળા બે કોચ લગાડવામાં આવે છે ત્યારે આ બે કોચ ને કાઢી અને એક અલગ ટુ ટાયર એ.સી. નો કોચ લગાડવો જોયે જેથી ટુ ટાયર નાં પેસેન્જરો જે ભાડું ચુકવે છે તેમને પૂરી સવલત મળે અને કોઈ અગવડ ન પડે તેવી રજૂઆત કરવામાં આવેલી.

પોરબંદર સ્ટેશન ઉપર તાજેતરમાં જ રેલ્વે દ્વારા એક નંબર પ્લેટફોર્મ ઉપર થી બે નંબર ના પ્લેટફોર્મ પર જવા માટે ખુબ જ મોટી સીડી અને અન્ય કોઈ સુવિધા ન હોય ત્યારે સીનીયર સિટીઝનો અને બાળકો તેમજ માલ સામાન પેસેન્જરો નો લઈ જવા માટે એક નંબર ના પ્લેટફોર્મ ઉપરથી બે નંબરના પ્લેટફોર્મ ઉપર જવા માટે લીફ્ટ ની સગવડ કરી આપી હોય પરંતુ આ લીફ્ટ લાખો રૂપિયા ના ખર્ચે સરકાર દ્વારા સુવિધા આપેલ હોય ત્યારે ૩૦ દિવસ માંથી ૨૦ દિવસ આ લીફ્ટ બંધ જ હોય છે અને ત્યાં સ્ટેશન ઉપર રજૂઆત કરવામાં આવે તો એવું ક્યે છે કે ટેકનીકલ ફોલ્ટ છે તો ૩૦ દિવસ માંથી ૨૦ દિવસ બંધ રહેતી હોય તો આ લીફ્ટ કાયમી માટે કાઢી નાખવી જોઈએ જેથી સરકારે લાખો રૂપિયા ખર્ચે કરી અને પૈસા નું ખોટું વેસ્ટ ન કરે અથવા તો આ જે કોઇપણ એજન્સી હોય તેમની કાયદેસર કાર્યવાહી કરી અને આ સાર સંભાળ ની જવાબદારી રાખનાર ઉપર પગલા લેવા જોઈએ જેથી ભવિષ્ય માં આવી બેદરકારી કોઈ કરે નહી અને સરકારે કરેલ ખચે ની પૂરી સગવડતા શહેરીજનોને લાભ મળે માટે આ લીફ્ટ તાત્કાલિક ચાલુ કરાવી એવી માંગણી કરેલ.

પોરબંદર ભાવનગર ડીવીઝન માં થી અંદાજીત ૧૧૨ ટ્રેન ની સુવિધા હોય અને આ ડીવીઝન માં આ વર્ષ માં એટલે કે ૦૧/૦૪/૨૦૨૩ થી ૩૧/૦૮/૨૦૨૩ સુધીમાં અંદાજીત ૪૪૯ કરોડ સુધી ની રેલ્વે ને આવક થઈ હોય ત્યારે આ બાબતે સુવિધા આપવામાં પણ ધ્યાન આપે તો પેસેન્જરો હજી વધુ રેલ્વે નો ઉપયોગ કરશે અને હાલ મળેલ રકમ કરતા પણ વધારે રકમ  મળશે તેવી રજૂઆત કરવામાં આવેલ.

પોરબંદર રેલ્વે સ્ટેશન ને અમૃત ભારત ની યોજનમાં ભાવનગર ડીવીઝન માં ૧૭ સ્ટેશન માં પોરબંદર સ્ટેશન નો પણ સમાવેશ કરવામાં આવેલ હોય ત્યારે પોરબંદર સ્ટેશન માટે પણ પોરબંદર શહેરીજનો માટે પણ ખુબ જ ગૌરવ ની વાત હોય પણ આ તો એવું છે કે દુકાન નો શો રૂમ ખુબ જ મોટો હોય પણ દુકાનમાં માલ ની સુવિધાની અછત હોય એટલે કે પોરબંદર થી નવી ટ્રેન માટે વાંરવાર માગણી કરતા હોય છતાં પણ છેલ્લા સાત (૭) વર્ષ માં પોરબંદર શહેરને એક પણ ટ્રેન આપવામાં આવેલ ન હોય ત્યારે ખાલી મોડેલ સ્ટેશન બનાવી અને ટ્રેન ન આપવી આ તો કેવો ન્યાય . આ બાબતે પણ રજૂઆત કરવામાં આવેલ.

પોરબંદર રેલ્વે સ્ટેશન ઉપર થી પોરબંદર ભાવનગર જવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવેલ હોય કે પોરબંદર થી ભાવનગર ની એક દરરોજ ટ્રેન આપવી જોઈએ જે સવારે પોરબંદર થી ઉપડી ભાવનગર પોહ્ચે અને બપોરે ત્યાંથી આ જ ટ્રેન પરત ઉપડી પોરબંદર પાછી આવે તો આ ટ્રેન માં ખુબ જ ઉપયોગી નીવડે અને પોરબંદર થી ભાવનગર જવા માટે ખુબ સારી સગવડતા થઈ શકે પોરબંદર થી ભાવનગર ૪૦૦ કી.મી. દુર હોય અને ભાવનગર માં અલંગ બાજુમાં આવેલ હોય ત્યાં પણ ખુબ જ મોટો પોર્ટ વિબાગ હોય તેમનો પણ ખુબ જ લાભ મળે અને પેસેન્જરો ને આવવા જવા ખુબ જ સારી સગવડતા મળે ત્યારે શિહોર ગામ માં પણ આ વેપાર ધંધા ને લગતો વ્યવસાય જોડાયેલ હોય ત્યારે તેમજ જૈન લોકો નું સૌથી મોટું તીર્થ ધામ પાલીતાણા પણ રસ્તા માં આ રૂટ ઉપર લાભ મળે જેથી પેસેન્જર નો ખુબ જ ટ્રાફિક મળે અને એક સારી સગવડતા મળે અવાર –નવાર અમારી આ રજૂઆત હોય પરંતુ કોઈ પણ કારણોસર ક્યાંક ને ક્યાંક અટકી જતું હોય તો આ અટકેલું કામ તાત્કાલિક પૂરૂ કરી પોરબંદર ભાવનગર ની ટ્રેન તાત્કાલિક ચાલુ થાય તેવી માગણી કરવામાં આવેલી છે.

પોરબંદર રેલ્વે સ્ટેશન એ વર્ષો થી મુંબઈ જવા માટે પોરબંદર-મુંબઈ-પોરબંદર ગાડી નંબર ૧૯૦૧૬/૧૫ ગાડી મીટર ગેજ માંથી બ્રોડ ગેજ માં રૂપાંતર થયું હોય ત્યારે ૧૯૭૮ માં આ ટ્રેન પોરબંદર ને આપવામાં આવેલી હોય ત્યારબાદ એટલે કે ૪૫ વર્ષ માં પોરબંદર મુંબઈ ને જોડતી કોઈ નવી ટ્રેન આપવામાં આવેલ ન હોય જે આપવામાં આવેલ હોય તે ટ્રેન ૨૨ કલાકે મુંબઇ પોહ્ચે છે ત્યારે હાલ ફાસ્ટ સમય ને ધ્યાનમાં રાખી નવી સુવિધા આપવા ને બદલે કોઈ ટ્રેન પોરબંદર – મુંબઈ-પોરબંદર આપવામાં આવતી ન હોય અને આ એક જ ટ્રેન હોય ત્યારે ખાસ જણાવેલ કે હમસફર ટ્રેન જે દરરોજ રાતે ૮:૦૦ વાગ્યે જામનગર થી મુંબઈ અપ ડાઉન કરતી હોય ત્યારે આ ટ્રેન ને પોરબંદર થી સાંજે ૫:૩૦ કલાકે કાર્યરત કરવામાં આવે તો પોરબંદરના પેસેન્જરો અને શહેરીજનો ને સવારે ૯:૦૦ વાગ્યે મુંબઇ પોહચી જાય તેવી ખુબ સારી સગવડતા મળે તો આ હમસફર ટ્રેન ને જે જામનગર થી દરરોજ રાતે ૮:૦૦ વાગ્યે ઉપદે છે તેમને પોરબંદર સુધી લંબાવી પોરબંદર થી સાંજે ૫:૩૦ કલાકે ઉપાડે તો આ ટ્રેન ને ખુબ જ ટ્રાફિક મળશે અને પોરબંદર નાં શહેરીજનો ખુબ મોટો લાભ મળશે એવી માગણી કરેલ.

અંતમાં પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના પ્રમુખ જીજ્ઞેશભાઈ કારિયા એ રેલ્વે ડીવીઝન ડી.આર.એમ ને એવું પણ જણાવેલ કે અમો પોરબંદર થી ૪૦૦ કી.મી આવવા ના અને ૪૦૦ કી.મી. જવા ના તેમજ સમય નો બગાડ કરી અહી મીટીગ માં હાજરી આપતા હોય અને રજૂઆત કરતા હોય ત્યારે આ બાબતે ફક્ત અને ફક્ત મીટીગ પુરતું જ ફોર્મ્યુલા હોય ગે ટુ ગેધર કરી અને નીકળી જવાનું હોય તો તેમનો કોઈ મતલબ નથી અમારી આ બધી રજૂઆત ને ધ્યાનમાં લઈ અને ઉચ્ચ કક્ષા આ બાબતનો રેલ્વે ડીપાર્ટમેન્ટ માં રીપોર્ટ કરી અને હકારાત્મક નિર્ણય લેવડાવી અને સહકાર આપવો જોઈએ જેથી અમારી માગણી કરેલ હોય તેમાં અમો ને સંતોષ કારક સહકાર મળે અને પોરબંદર શહેરના લોકો ને રેલ્વે ની સુવિધા નો લાભ મળે અને રેલ્વે ને પણ સારી આવક થાય તેવું કરી અને આ બાબતે યોગ્ય કરવું એવી રજૂઆત કરેલ હતી. 

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે