Saturday, September 24, 2022

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જિલ્લાના સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા યુવાનોની”પ્રિ- સ્ક્રૂટિની”યોજાઇ:૩૦ યુવાનો ની પસંદગી કરાઈ

પોરબંદર જિલ્લાના સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા યુવાનોની “પ્રિ- સ્ક્રૂટિની” યોજાઇ હતી. જેમાં નિવાસી તાલીમ માટે કુલ ૩૦ ઉમેદવારો આખરી પસંદગી કરાઈ છે.

પોરબંદર જિલ્લામાં લશ્કરી તથા અર્ધલશ્કરી દળોમાં તેમજ પોલીસદળમાં જોડાવા ઈચ્છુક યુવાઓને યોગ્ય માહિતી તેમજ માર્ગદર્શન અને તાલીમ મળી રહે તે માટે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ” સ્વામી વિવેકાનંદ આર્મી નિવાસી તાલીમ વર્ગ”નું આયોજન કરવા માટે પોરબંદર ખાતે એક તાલીમ વર્ગ ફાળવેલ છે. જેમાં જિલ્લા રોજગાર કચેરીર દ્વારા “સ્વામી વિવેકાનંદ આર્મી નિવાસી તાલીમ” શરૂ થયા પૂર્વે તાલીમ માટે ઉમેદવારોની પસંદગી કરવા માટેની ” પ્રિ- સ્ક્રૂટિની”નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં આ પૂર્વે જિલ્લાના ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં જિલ્લામાંથી કુલ ૧૩૧ ઉમેદવારોએ અરજી કરેલી હતી. તથા ૧૦૬ ઉમેદવારો હાજર રહ્યા હતા. પસંદગી સમિતિના સભ્યોની હાજરીમાં “પ્રિ- સ્ક્રૂટિની” માં હાજર રહેલ ઉમેદવારોની શારીરિક ક્ષમતા કસોટી પોલીસ હેડ ક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ હાજર રહેલ ઉમેદવારોના ઓળખપત્ર દ્વારા વેરિફિકેશન કરીને હાજરી લેવામાં આવી હતી. ત્યારબાદ આર્મી ભરતી રેલીના નિયમાનુસાર હાજર ઉમેદવારોના વજન તથા ઊંચાઈ તેમજ અન્ય માપદંડો ચકાસણી કરવામાં આવી હતી.

આ કસોટીમાં ૯૫ ઉમેદવારો પાસ થયા હતા. જેમાં પ્રથમ માપદંડ મુજબ પસંદ થયેલ ઉમેદવારો ૧૬૦૦ મીટર દોડ કરવામાં આવી હતી જેમાં ૩૯ ઉમેદવારો પાસ થયા હતા. આમ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયે ૩૦ ઉમેદવારોની આખરી પસંદગી કરવામાં આવી હતી તેમજ ૯ ઉમેદવારોનું કટિંગ લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. તેમજ ટૂંક સમયમાં યુવાઓને નિવાસી તાલીમ માટે બોલાવવાની પ્રક્રિયા હાથ ધરાશે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે