Friday, April 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરના મિયાણી, બરડિયા, હાથીયાણી, કોલીખડા અને વિંજરાણા ખાતે અંધશ્રધ્ધા નિર્મૂલન તથા આરોગ્ય વિષયક માર્ગદર્શન અપાયું

પોરબંદર જિલ્લામા ગ્રામિણ વિસ્તારોમા જિલ્લા વહિવટી તંત્ર દ્રારા અંધશ્રધ્ધા  નિર્મૂલન માટે કલેકટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ લોકજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા  જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારોમાં શેરી નાટક તથા આરોગ્ય વિષયક કાર્યક્રમો યોજી લોકોને સરકારની જનહિતલક્ષી યોજનાઓ માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમા ઉપસ્થિત ગ્રામજનોએ હકારાત્મક અભિગમ દાખવીને તંત્રની આ કામગીરીને બિરદાવી હતી.

જેમાં મિયાણી, બરડિયા, હાથીયાણી, કોલીખડા અને વિંજરાણા ગામમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. આ લોક જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા કેળવવી , વ્યક્તિગત હાઇજીન, મચ્છર જન્ય રોગો સામે રક્ષણ મેળવવું, અંધશ્રદ્ધા અંગે જાગૃતતા, બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન , આયુષ્માન કાર્ડ , વેક્સિનેશન તથા શિક્ષણનું જીવનમાં મહત્વ જેવા અનેકવિધ મુદ્દાઓ વિશે કલાકાર રાજુભાઇ જોશી અને તેમની ટીમ દ્રારા નાટકના માધ્યમથી કાર્યક્રમમા ઉપસ્થિત ગ્રામજનો અને શાળાના બાળકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

મિયાણી પ્રાથમિ( શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમા ઉપસ્થિત ગામના ખેડૂત ભીમાભાઇ ઓડેદરાએ તંત્રની આ કામગીરીને બિરદાવીને કહ્યુ હતુ કે, ભગવાનમા શ્રધ્ધા છે, પણ ખોટી અંધશ્રધ્ધામા માનવુ જોઇએ નહીં, કોઇ ખેડૂતને જનાવર કરડે કે ઘરમા બાળક સહીત કોઇ બિમાર પડે તો તેને તુરંત દવાખાને સખેડીને સારવાર અપાવવી જોઇએ, કોઇ ભૂવા પાસે જવુ જોઇએ નહીં.

આ તકે  આરોગ્ય વિભાગનો સ્ટાફ દ્વારા અંધશ્રદ્ધા નિર્મૂલન અંગે વિવિધ સૂત્રો દ્વારા માર્ગદર્શન અપાયું હતું. તેમજ સરકારની આરોગ્યલક્ષી જનહિત ઉપયોગી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે